રિક્વરીના ધંધામાં થયેલી બોલાચાલીમાં મુન્દ્રામાં માણસો મોકલીને હુમલો કરાયો
બારોઈ રોડ પર આવેલી ઓફિસમાં ધોકા વડે તોડફોડ કરી ભય ફેલાવનારા પાંચ સામે ગુનો
મુન્દ્રા - કચ્છ ઉદય : રિક્વરીના ધંધામાં થયેલી બોલાચાલીમાં મુન્દ્રામાં માણસો મોકલીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાંચ સામે ગુનો દાખલ કરાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદી વાંકી-પત્રી ગામે રહેતા પૃથ્વીરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે તેઓ બારોઈ રોડ પર આવેલી ઓફિસ પર હતા ત્યારે અચાનક ચાર જણા મોઢે રૂમાલ બાંધીને હાથમાં ધોકા લઈને આવ્યા અને માર મારવા લાગ્યા અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. જતા જતા ધમકી આપી કે બીજીવાર સામે આવીસ તો જાનથી મારી નાખશું અચાનક હુમલો થતા ઓફિસમાં બેઠેલા માણસો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, હુમલો કરવામાં ચાર લોકો હતા. જેમાં વવારના દેવરાજ માણેક ગઢવી, આશાપુરાના જયરાજસિંહ સોઢા, બિબ્બરના રઘુવીરસિંહ જાડેજા, મુન્દ્રાના નવદીપસિંહ રાઠોડ હતા. આ હુમલો વાંકીના દિગ્વિજયસિંહ મેઘરાજજી જાડેજાના કહેવાથી કરવામાં આવ્યો હતો. દિગ્વિજય સાથે અગાઉ રિક્વરીના ધંધા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં સમાધાન થયું હતું. છતા મનદુઃખ રાખી તેના મિત્રોને મોકલાવી હુમલો કરાવી ઓફિસમાં પ૦ હજારનું નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી ફરિયાદ કરવામાં આવી છે.

Comments