Trending News
સ્થાનિક સમાચાર

અંજાર પાસેની ખાનગી કંપનીમાં આઈટીની ટીમોના વહેલી સવારથી ધામા : કરચોરોમાં ફેલાયો ફફડાટ

17 December



ગાંધીધામ - કચ્છઉદય : અંજાર ખાતે આવેલી એક જાણીતી કંપનીમાં આવકવેરા વિભાગ (આઇટી) દ્વારા વહેલી સવારથી તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગની ટીમ વિશાળ કાફલા સાથે કંપનીના સ્થળે પહોંચી હતી અને સવારના વહેલા કલાકોથી જ તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગના અધિકારીઓએ 
કંપનીના દસ્તાવેજો, ખાતા-
પુસ્તકો તેમજ ડિજિટલ રેકોર્ડની બારીકીથી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કંપનીના સંચાલકો અને કર્મચારીઓની હાજરીમાં જરૂરી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આઇટી વિભાગની કાર્યવાહીથી અંજાર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તપાસના સાચા કારણો અને તેમાં મળનારા તારણો અંગે હાલ સુધી અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે આવકવેરા સંબંધિત અનિયમિતતાઓની શંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આઇટી વિભાગની તપાસ કેટલો સમય ચાલશે અને તેમાં શું ખુલાસા થાય છે, તેની તરફ તમામની નજર ટકેલી છે.

Comments

COMMENT / REPLY FROM