Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં પરીણિત મહિલાએ અગ્નિસ્નાન કરીને જીવન ટુંકાવ્યું 

17 December



મુન્દ્રાની સુરઈ નદીમાં વૃદ્ધનો દેહ મળ્યો : ભુજમાં યુવાનનો આપઘાત 

ગાંધીધામ - કચ્છ ઉદય : જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો સામે આવ્યા હતા. જેમાં અંજારમાં પરીણિત મહિલાએ અગ્નિસ્નાન કરીને જીવન ટુંકાવ્યું હતું તો મુન્દ્રાની સુરઈ નદીમાં વૃદ્ધનો દેહ મળી આવ્યો હતો. ભુજમાં યુવાને આપઘાત કર્યો હતો. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારની કર્મચારી સોસાયટીમાં રહેતા ર૮ વર્ષિય મૈત્રી જય રાઠોડ નામના પરીણિતાએ પોતાના ઘરની છત પર સળગીને જીવન ટુંકાવ્યું હતું તેનો લગ્નગાળો સાત વર્ષનો હતો. આ બનાવથી સાત મહિનાના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી હતી. અંજાર પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી છે. મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. 
આ તરફ મુન્દ્રા તાલુકાના પ્રાગપર-ર ની પૂર્વે આવેલી સુરઈ નદીના પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત થયું હતું. આ બાબતે પ્રાગપર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ૮પ વર્ષિય ભીખાભાઈ ગોમાભાઈ રાઠોડ ૧૩ તારીખે સવારે ૧૧ વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને ૧૪ તારીખે ગુમનોંધ દાખલ કરવામાં આવી હતી. શોધખોળ ચાલુ હતી એ દરમિયાન પ્રાગપર-ર ની સુરઈ નદી ડેમના પાણીમાં લાશ તરતી જોવા મળી હતી. વયવૃદ્ધ અવસ્થા અને ડાયાબિટીસ, બીપીની બિમારી હોઈ હાથ-પગ ધોવા ગયા હશે ત્યારે ચક્કર આવીને પડી જવાના કારણે મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાગપર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ મોટા કપાયામાં પ્રોફેક્સ સિક્યુરિટીના બેરેકમાં રહેતા ર૧ વર્ષિય યુપીના હરભજન પરમાનંદસિંઘની તબીયત બગડતા પ્રથમ ગીતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ત્યારબાદ રજા અપાઈ અને ફરી તબીયત બગડતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મુન્દ્રા પોલીસમાં એડી દાખલ કરવામાં આવી છે. દરમિયાન ભુજના આશાપુરા નગરમાં રહેતા ૩૦ વર્ષિય રવિ લક્ષ્મણ માતંગ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા એ-ડિવિઝન પોલીસમાં એડી દાખલ થઈ હતી. 

 

Comments

COMMENT / REPLY FROM