Trending News
સ્થાનિક સમાચાર

મારવાડા સમાજની દિકરીએ બેસ્ટ સ્ટુડન્ટ તેમજ બેસ્ટ કલેકશન એવાર્ડ મેળવ્યો

16 December



ભુજ - કચ્છઉદય : તાજેતરમાં અંજાર તાલુકાના મેઘપર ખાતે સોમૈયા કલાવિદ્યા દ્વારા એક સન્માન સમારોહ તેમજ કલેકશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંં નખત્રાણા તાલુકાના વરમસેડા ગામના મારવાડા સમાજના ઉષાબેન ખીમજીભાઈ જયપાલે ક્રાફ્ટ ડિઝાઇનને કલેકશન શોમાં બતાવી બેસ્ટ કલેકશનનો એવાર્ડ મેળવ્યો હતો તેમજ સોમૈયા કલાવિદ્યામાં ગ્રેજ્યુએસન પૂર્ણ કરી બેસ્ટ સ્ટુડન્ટનો એવાર્ડ મેળવી સમસ્ત મારવાડા સમાજનું વધાર્યું છે. તેઓની આ સારી કારકીર્દીથી સમાજમાં હર્ષ અને ખુશીની લાગણી ફેલાઈ છે. તેઓની કારકિર્દી તમામ વણકર કારીગરો માટે પ્રેરણાદાયક બની રહેશે. ઉષાબેને પોતાના વારસાગત વ્યવસ્યાય વણાટકામને એક બેસ્ટ વિઝનમાં તાજું કર્યું છે. તેઓએ કાલા કોટનમાંથી સાડી, ડ્રેસ, ડુપટ્ટા વગેરે અવનવી ડિઝાઇન આપી દેશ-વિદેશમાં નિકાસ કરી નામ ગુંજતું કર્યું છે.  મારવાડા સમાજના સામાજિક કાર્યકર મારવાડા મોહનકુમાર થાવરભાઈએ તેમને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
 ----

Comments

COMMENT / REPLY FROM