સુરતમાં ગાંજા-ડ્રગ્સમાં વપરાતા ગોગો પે૫ર ઝડપાયા, ગાંધીધામમાં કેમ બેફામ વેપલો?
પૂર્વ કચ્છ પોલીસ અંધારામાં કે આંખમિંચામણા?
ગૃહમંત્રી, ગુજરાત સરકાર નશાના સાધનો, માદક પદાર્થોના નાશ કરવાની ઐતિહાસીક પહેલ કચ્છના ભચાઉના લાકડીયાથી કરે છે, કરોડોના ડ્રગ્સનો નાશ ખુદના હાથે કરે છે, ત્યારે બીજીપરફ પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં છડેચોક ચાવલા ચોક પાસે આવેલા સ્ટોરમાં ડ્રગ્સ માટે હોટફેવરીટ એવા ગોગો પેકેટસનું કોણ કરી છે બિનધાસ્ત વેંચાણ?
કયા કયા અમુક પાનના ગલ્લાઓમાં આ ગોગો પેપરનો થાય છે મોટો ગેરવપરાશ? સુરતમાં એસઓજી ત્રાટકી કચ્છમાં સ્પેશયલ ઓપેરશેન ગ્રુપને કેમ આવા નશાના પડીકા જેમા બને છે તે ગોગો પેકેટસના વેપલા દેખાતા નથી? જાણકારોનો સવાલા
ગાંધીધામના ગણેશ સ્ટોરમાં ગોગો પેપરનું થઈ રહ્યુ છે ખુલ્લેઆમ વેંચાણ : તંત્ર-પોલીસને આટઆટલ સમય સુધી જાણ ન હોય તેવુ તો બને જ નહી?
ગોગા રોલ પેપર અમે ચાર-પાંચ વર્ષથી વેંચતા હતા, રીટેલર અમારી પાસેથી લઈ જતા હતા, હાલમાં વેંચાણ બંધ કરી દીધુ છે, કંપનીવાળાને પણ પુછયુ છે કે, આવા રોલ પેપર આપ્યા શા માટે? કમલેશભાઈ મુલચંદાણી (ગણેશ સ્ટોર ગાંધીધામ, ચાવલા ચોક પાસે)
ગાંધીધામ સંકુલમાં ન માત્ર ગોગો પેપર બલ્કે કોકો પેપર તથા સુરતમાં જે કંપનીના પેપર પકડાયા છે તેના પણ પેપરો કેટલાક પાનના ગલ્લા પર બેફામ વેંચાયા હોવાની છે ચર્ચા : ગણેશ સ્ટોર સહિતના જે જે વેપારીઓ આવા ગાંજામાં ઉપયોગમાં લેવાતા પેપરોનુ માર્કેટમાં વેચાણ કરતા હોય તેમની સામે લેવા જોઈએ કડક ધાક બેસાડતા પગલા : પૂર્વ કચ્છ પોલીસ આળખ ખંખેરશે ખરી?
ગાંધીધામ : ગુજરાતને નશામુકત અને ડ્રગ્સ મુકત બનાવવા માટે સરકાર અને ગૃહમંત્રીશ્રી અથાગ મહેનત કરી રહ્યા છે. તેમં પણ કચ્છમાથી ડ્રગ્સની ખેપ બંધ કરાવવાની દીશામાં પણ અભુતપૂર્વ કાર્યવાહી કરી રહ્યા છે. ગૃહમંત્રીશ્રી ખુદ કચ્છના ભચાઉના લાકડીયામાં આવેલા પ્લાન્ટમા કરોડોના ડ્રગ્સનો નાશ કરી અને ડ્રગ્સનો વેપલો કચ્છ-ગુજરાતમાં જરા સહેજ પણ નહી ચાલેનો કડક સંદેશ તાજેતરમાં જ આપી ગયા છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં આ જ હાઈબ્રીડ ગાંજા તથા ડ્રગ્સના પડીકાઓ જે ગોગો પેકરમાં બનાવવાનો નવો ટ્રેન્ડ શોધી લેાવયો છે તે પેપરોનું ખુલ્લેઆમ ગાંધીધામ સંકુલમાં વેંચાણ કરવામા આવી રહ્યુ હોવાનુ ચર્ચાય છે. નશાના અન્ય માધ્યમો પર સખ્તાઈ આવી જતા હવે નશેડીઓ દ્વારા નવા નવા પેંતરાઓ અજમાવાઈ રહ્યા છે અને ગોગો પેપરમાં ગાંજો, ડ્રગ્સને મુકી સિગારેટની જેમ જ સ્ટીક બનાવી અને તેનુ બેફામ સેવન કરી રહયા છે. આ ગોગો પેપર હકીકતમાં બંધ કરાવવા જોઈએ. અને તેની શરૂઆત સુરતથી એસઓજી દ્વારા કરીલેવામા આવી છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, આ જ પ્રકારના ગોગો પેપર ગાંધીધામમાં ચાવલા ચોક વિસ્તારમાં આવેલા સ્ટેારમાં બિનધાસ્ત રીતે વહેચાઈ રહ્યા છે. આ સ્ટોર પર પૂર્વ કચ્છ એસઓજી કેમ ત્રાટકતી નથી? શુ તેઓને આવા વેચાણની ખબર નથી કે પછી આંખમિચામણા કરવામા આવી રહ્યા છે? અહીથી કયા કયા પાનના ગલ્લાઓ સહિતમાં આ પ્રકારના ગોગો પેપર પહોચી રહ્યા છે અને કોણ કોણ નશેડીઓ તેનું સેવન કરી રહ્યા છે તે સહિતના મુળીયાઓ ઉલેચતી કડક કાર્યવાહી ઈચ્છનયી બની રહી છે.

Comments