રાપરના ત્રંબૌ રોડ પર અકસ્માત, ૧૦ લોકો ઘવાયા
ગત રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો : આજે પરોઢે એ અકસ્માત ગ્રસ્ત વાહનોમાં અન્ય બે ગાડીઓ ઘૂસી ગઈ : ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
રાપર - કચ્છ ઉદય : રાપરના ત્રંબૌ રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે રાત્રે બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આજે પરોઢે આ અકસ્માત ગ્રસ્ત વાહનોમાં બીજી બે ગાડીઓ ઘૂસી જતા કુલ ચાર વાહનો અકસ્માત ગ્રસ્ત બન્યા હતા. જેમાં દસેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બેથી ત્રણ ગંભીર છે. તમામ લોકોને ૧૦૮ મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાબતે રાપર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં તમામ વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું. જિલ્લામાં વધી રહેલા અકસ્માતના પગલે ઉચ્ચાટ
ફેલાયો હતો.

Comments