માંડવીના શેરડીમાં વનતલાવડી પ્રકરણ : ખનીજ વિભાગે માપણી સંપન્ન કરી : આવી કેટલી અન્ય બની ગઈ..?
જંગલરાજ ચલાવનારા વનવિભાગના તત્વા સામે કાર્યવાહી કયારે ?
ભર શિયાળે વનતલાવડીની મંજુરી આપી કોણે? કેવી રીતે મંજુરી અપાઈ? ખનીજ નીકળ્યુ તો કેમ ખનીજ વિભાગને જાણ ન કરાઈ?
નલીયાની પાર્ટીએ આવી કેટકેટલી નવી તલાવડીના કામોના બહાને અધરોઅધરા ખનીજ ઉસેડી લીધુ? ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તો મોટુ પ્રકરણ બહાર આવશે : આ તો ભલુ થશે માંડવી મામલતદારશ્રીનું કે જેઓએ સરપ્રાઇજ ચેકીંગમાં દુધનું દધુ અને પાણીનુ પાણી કરી દીધુ
મામલતદારશ્રીએ પકડયુ છે પણ તેઓ મિસગાઈડ થઈ ગયા હતા, તેમને લાગ્યુ કે રેવેન્યુની જમીન છે, પણ વનવિભાગની જમીન પર જ અમે મંજુરી આપી છે, ફોરેસ્ટ સહીત સ્થળ પર નિરિક્ષણ કરી રહેલાઓથી અમે ખુલાસો પુછયો છે, કેમ ચુક થવા પામી છે? નિયમ અનુસાર વનતલાવડીમાંથી ખનીજ નીકળે તો જાણ કરવી જોઈએ જે પાર્ટીએ કરેલ નથી, ખાણખનિજ વિભાગે અમારાથી માહીતીઓ માંગી છે તે અમે ઉપલબ્ધ કરાવીશુ, જે કોઈ પણ બેદરકારો સામે આવશે તેમની સામે પગલા લેવાશે ? શ્રી આર એલ ચૌધરી(એસીએફ, માંડવી વનવિભાગ)
ખોટલે મોટી ખોટ : હકીકતમાં તો આ રીતે કાર્યાલય આદેશ કરનારા વનવિભાગના બેદરકારી દાખવનારા અધિકારીની સામે જ થવી જોઈએ કડક લાલઆંખ : નાના ગાર્ડ અને ફોરેસ્ટ પર ઠીકરું ન ફુટી તે જોવુ હિતાવહ : આવી અન્ય કેટકેટલી મંજુરીઓ આડેધડ અપાઈ ગઈ છે? વનવિભાગના ટોપ ટુ બોટમ સુધીનાઓને કેમ ખનીજચોરી થતી હોવાનુ ખ્યાલ નથી આવી શકયો? વનતલાવડીના કામો માટે સમીતીઓ બનાવાઈ છે ખરી? ટેન્ડરો નીકળ્યા છે કે કેમ? આ બધી જ તપાસ ઉંડાણપૂર્વક થવી જોઈએ..!
ગાંધીધામ : કચ્છના વનવિભાગમા સીસીએફ શ્રી સંદીપકુમાર ઐતિહાસીક સુચારૂ કામગીરીઓ કરી રહ્યા છે અને તેમના નેતૃત્વમાં જ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજ ખાતે ઓપરેશન સિંદુરની થીમ પર નવતર પ્રાજેકટ હાથ ધરી રહ્યા છે ત્યારે બીજીતરફ વનવિભાગના અમુક અધિકારીઓ કેટલી હદે જંગલરાજને ફેલાવી રહ્યા છે તેની ઘટનાઓ સામે આવવા પામી રહી છે. માંડવીના શેરડી મધ્યે મામલતદાર દ્વારા વન તલાવડીના નામે ખનીજ ગેરકાયદેસર ખનનને લગતી પ્રવૃતીઓ નખુલાસો કરી દીધો છે, આ પ્રકરણમાં ખનીજ વિભાગને પણ જોડી દેવામા આવ્યુ છે અને ખનીજ વિભાગે પણ તેની કાર્યવાહી તેજ કરી દીધી, સ્થળ તપાસણી, માપણી, સર્વે સીટ બની જવા પામી ગઈ છે ,પરંતુ જેની પ્રાથામિક જવાબદારી બની રહી છે તે વનવિભાગ હજુય કયાંક ને કયાંક સુસ્ત જ જણાવી આવી રહ્યુ હોવાનો વર્તારો દર્શાય છે. વનવિભાગના અધિકારીઓ આવા કાંડને લઈને કેમ અંધારામાં રહી ગયા? સ્થળ પર કોની કોની બેદરકારી હતી? તેની સામે કોઈ જ પગલા હજુ સુધી નથી લેવાયા? ઉપરાંત આ રીતે વનતલાવડીના નામે ખનીજ ઉત્ખનન કેટકેટલી જગ્યાએ થવા પામી રહ્યુ છે ? તે મામલે પણ કોઈ જ ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યુ ન હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે.
બીજીતરફ આ બાબતે જેઓના કાર્યાલય આદેશ સાથે આ કામ સોપાયુ છે તેવા વનવિભાગના એસીએફ શ્રી આર એલ ચૌધરીની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, કામ અમે જ આપેલુ છે, ખનીજ નીકળ્યુ છે તે અંગે જાણ થવી જોઈએ પરંતુ એ કરવામાં આવી નથી, જે બાબતે ગાર્ડ , ફોરેસ્ટ સહિતનાઓને અમે લેખિતમાં પુછાણાઓ માંગ્યા છે, તેમના ખુલાસા આવ્યા બાદ લાપરવાહી દાખવનારાઓની સામે વનવિભાગ ચોકકસથી કાર્યવાહી કરશે, શ્રી ચૌધરીએ વધુમાં કહ્યુ છે કે, ખાણખનિજ વિભાગે અમારી પાસેથી આવા વનતલાવડી ઉંડુ કરવા સહિતના કામોેની કેટકેટલી મંજુરીઓ અન્ય અપાઈ છે તેની માહીતીઓ મંગાઈ છે જે અમે એકત્રિત કરી રહ્યા છીએ અને તે પુરવાર કરી દઈશુ. તેઓએ કહ્યુ કે, આ પ્રકરણમા જેઓની પણ લાપરવાહી હશે તેઓની સામે પગલા લેવાશે.
.............
વનવિભાગ કામ રાખનારી નલીયાની પાર્ટીને
કેમ છાવરે છે? હજુ સુધી કોઈ જ પુછાણા નહીં?
એસીએફ વનવિભાગે લેખિતમાં નોટીસ ફટકારી, ખનીજ બાબતે કેમ જાણ ન કરી તે સહિતના મામલે લેવા જોઈએ કડક પુછાણા? હજુ સુધી કંઈ જ નહી?
ગાંધીધામ : વનતલાવડી ઉંડુ કરવાના નામે ખનીજચોરીનો પર્દાફાશ થવા પામી ગયો છે. માંડવી મામલતદારશ્રીએ આ કાર્યવાહી કરી દેખાડી છે ત્યારે અહીના વનવિભાગની લાપરવાહી તો સામે આવવા પામી જ ગઈ છે. આ કાર્યવાહી અન્ય એજન્સી કરી ગઈ હોવા છતા પણ વનવિભાગ હજુય સબંધિત પાર્ટી પર કાર્યવાહી કરવામાં લાજનો ધુમટો જ તાણી રહી હોય તેવી સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે. આ પાર્ટીના કડક પુછાણા લેવા સબબની હજુ ૃસુધી કોઈ જ કડક કાર્યવાહી થતી દેખાતી નથી. શા માટે વનવિભાગ કામ રાખનારી પાર્ટીને છાવરી રહી છે તેને લઈને ભેદભરમ ઉભા થવા પામી રહ્યા છે.
...................
વનતંત્ર અંધારામાં જ રહ્યુ કે આંખમિંચામણા?
નલીયાની પાર્ટીએ પેટામાં ભુજમાં
કોને બારોબાર કામ આપ્યું?
ગાંધીધામ : વનતલાવડી ઉંડી કરવાનુ કામ વનવિભાગે ભરશિયાળે નલીયાની પાર્ટીને આપ્યુ હતુ અન તેમણે ભુજમાં કોઈ પાર્ટીને કામ બારોબાર જ આપી દીધુ હોવાની ચર્ચા છે. જો આમ થવા પામ્યુ હોય તો એ પણ સરકારી નીતી નિયમોના રીતસરના ઉલ્લંઘન જ ગણાય છે. તપાસ થવી જોઈએ કે, કોના કહેવાથી આ રીતે પેટામાં કામ પાર્ટીએ આપી દીધુ.?

Comments