Trending News
સ્થાનિક સમાચાર

અંજારની સેન્ટ એલિઝાબેથ સ્કુલ સામે જાતીભેદ સહિતના  ગંભીર અંગુલીનિર્દેશ : શિક્ષણતંત્ર કેમ ન કરે લાલઆંખ?

15 December

સેન્ટ એલિઝાબેથ સ્કૂલના મનસ્વી વલણ ધરાવનારાઓ ફરી વિવાદમા


બળાપો ઠાલવનારાઓના આક્ષેપો અનુસાર જો શાળા દ્વારા હિન્દુ ધર્મ વિરૂધી નિર્ણયો લેવામાં આવતા જ હોય તો હિંદુવાદી સંગઠનો અને સંસ્થાઓ હજુ સુધી કેમ આવી શાળાઓની સામે નથી માંડતા મોરચો?  કયા આધારે કોઈ શાળાના જવાબદારોએ બાળકોને શીખા-ચોટી કાઢી નાખવા અને ટોપી ન પહેરવાના આપ્યા છે આદેશ : હિંદુ વિચારધારાને ચુસ્તતા સાથે વરેલી સંસ્થાઓએ આવી શાળાઓને શબક શીખવાડવો જ જોઈએ

લોકશાહી ભારતમાં રજુઆત કરવાનો બધાયને અબાધીત અધિકાર આપેલા છે, ભોગગ્રસ્ત વિદ્યાર્થીઓએ  વીદ્યાર્થી સંગઠન મારફતે જયારે શિક્ષણતંત્રનું ધ્યાન દોરવા રૂબરૂમાં ગયા તો અવેદન સ્વીકારવાથી પણ રૌફપૂૃવક નનૈયો જ ભણી દીધો, પોલીસતંત્રની હાજરીમાં રજુઆત સાંભળવાની પણ આ શાળાના બની બેઠેલાઓએ ઈન્કાર કરી દીધો, વિચાર તો કરો, શાળામાં વિદ્યાર્થીઓ અને છાત્રો પર આ શાળા કેટકેટલી જોહુકમની નહી કરતી હોય..? : જિલ્લા શિક્ષણ વિભાગ આવી શાળાઓને પાઠ ભણાવવામાં કેમ વામળું .?

નખ અને વાળ ન કાપ્યા હોય તેવા વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં ગેરહાજર બતાવાયા  : બાળકો સાથે હિંદુધર્મ વિરોધી વર્તનની ફરીયાદ ઉઠી : મારી સ્કુલ-મારા નિયમોના ઉદ્વત જવાબો શાળાના જવાબદારો દ્વારા વાલીઓને અપાતો આક્રોશ ભભુકયો

આક્ષેપો તદન પાયાવિહોણા છે, શાળા નીતીનિયમો અનુસાર જ ચાલી રહી છે : પ્રિન્સીપાલ(ફાધર, સેંટ એલીઝાબેથ સ્કુલ)


અંજાર - કચ્છ ઉદય : પૂર્વ કચ્છના અંજાર તાલુકાના નાગલપર ગામ મધ્યે કાર્યરત સેંટ એલીઝાબેન સ્કુલ તેના મનસ્વી અને ઉદ્વત વર્તનોને લઈને સતત વિવાદમાં આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ આ શાળાના પ્રશાસનકારો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અન્યાયકર્તા વલણ અપનાવી અને વધુ એક વખત વિવાદનો મધપુડો છંછેડી દીધો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. નાગલપર ખાતે કાર્યરત સેંટ એલીઝાબેન સ્કુલમાં એબીવીપી સંગઠન દ્વારા લેખિતમાં આવેદન આપી અને શાળાના વહીવટની સામે જાતીભેદ સહિતના વિવિધ મોટા ગંભીર ઓક્ષપો લગાડયા છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો તાલુકાના નાગલપર ખાતે આવેલી સેન્ટ એલિઝાબેથ સ્કૂલ વિવાદમાં આવી છે. આજે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એબીવીપીના નગર મંત્રી યુવરાજ શેખાવતના જણાવ્યા પ્રમાણે શાળા દ્વારા મનસ્વી નિયમો ચલાવવામાં આવે છે. 
ગઈકાલે એક વિદ્યાર્થી હાજર હોવા છતાં તેને ગેરહાજર દર્શાવવામાં આવ્યો હતો. તેના વાલી રજૂઆત કરવા માટે આવ્યા હતા.આ બાબતે  વિદ્યાર્થીના નખ અને વાળ કાપેલા ન હોવાથી હાજર હોવા છતા તેને ગેરહાજર ગણવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે, શાળા દ્વારા કોઈપણ જાતની જાણ કરવામાં આવતી નથી. જો નિયમો કડક બનાવવા હોય તો અગાઉથી વાલીઓને જાણ કરવી જોઈએ. ઉપરાંત તાજેતરમાં એક વિદ્યાર્થીના દાદાનું અવસાન થતા મુંડન કરાવ્યું હતું ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા બાળકને કહેવામાં આવ્યું કે, ચોટી કઢાવી નાખ અને ટોપી પહેરીને નહીં આવવાનું, વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, શાળા દ્વારા હિન્દુ ધર્મ વિરૂધી નિર્ણયો લેવામાં આવે છે. વાલીઓ રજૂઆત કરે ત્યારે માય સ્કૂલ, માય રૂલ્સ કહી તોછડું વર્તન કરવામાં આવે છે. આજે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે આવેદનપત્ર સ્વિકારવાનો પણ ઈન્કાર કરી મનસ્વી વલણ અપનાવ્યું હતું. પોલીસની હાજરીના કારણે આવેદનપત્ર સ્વિકાર્યું હતું. આવી સ્કૂલો દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે. છતા જિલ્લા શિક્ષણ તંત્ર ચૂપ બેઠું છે. જેની સામે સવાલો ઉઠાવાયા હતા. બીજીતરફ આ બાબતે સેંટ એલીઝાબેથ સ્કુલના ફાધરની સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, આક્ષેપો ખોટા છે, શાળાના નીતી-નિયમોની અમલવારી માટે જ કહેવાયુ હશે, એ સિવાય કોઈને પણ વ્યકિતગત રીતે કોઈ રાગદ્રેષ ભરી સુચનાઓ આપવામાં આવી જ નથી.તેઓએ રજુઆત કરવા આવ્યા હનોવાની વાતને સ્વીકારી અને આક્ષેપોને ફગાવી પાયાવીહોણા જ ગણાવ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM