Trending News
સ્થાનિક સમાચાર

ડીઝલદાણચોર અમિત-ભ્રષ્ટ પીઆઈ ટોળકીમાં ફફડાટ : ગાંધીધામના પોઈન્ટ ખુલ્લા પડતા હવે સામખીયાળી-ભચાઉ-ચીરઈ પટ્ટામાં વળ્યાં.!

15 December

કલેકટરશ્રી છાનબીન કરાવે : આટલા બધા ડિજલના પોઈન્ટ કોના ચાલે છે?





ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરાવે કે, તેલ-ડીઝલ-મીઠા-લાકડાના ભુંસા ઉપરાંત સામખીયાળી  પટ્ટામાં કયા પેટ્રોલપંપમાં પણ આ પીઆઈની કોની સાથે છે ભાગીદારી? આ પંપની પાછળના ભાગે
 જ ગેરકાયદેસર ડિઝલના કટીંગનો પણ મોટો અડ્ડો ધમધમતો હોવાની છે ચકચાર

ભચાઉ હાઈવે પર કડોલ પટ્ટાને જોડતા છાના માર્ગ પર રાજકીય ઓથ તળે કોનો ચાલે છે આ ભ્રષ્ટ પીઆઈ-અમિત મારફતે સપ્લાય થતા ડિઝલના વેપલાનો પોઈન્ટ? રોજની સેકંડો ગાડીઓના અહી લાગે છે થપ્પા?


ગાંધીધામ : કચ્છના મુંદરા-કંડલા બંદર પર અનેકવીધ મોંઘીદાટ લીકવીડ વસ્તુઓની આયાત કરવામા આવી રહી છે તેમાં પાછલા અમુક સમયથી એમએચઓના નામે પ્યોર ડિજલ ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં ઠલવાઈ રહ્યુ હોવાની વાતો સામે આવી છે. જેમાં હવે એજન્સીઓ પણ સતાવાર રીતે ત્રાટકી રહી છે. ડિઝલ દાણચોર અમિત અને તેની સાથે ભ્રષ્ટ પીઆઈ આ પ્રકરણોમાં ખુબ ચર્ચામાં આવી રહ્યા છે. અમિત ગામની ડીપોજિટથી માલ મંગાવતો હતો અને ભ્રષ્ટ પીઆઈ તેનું ઠેર ઠેર અડ્ડાઓ ગોઠવી કટીંગ કરાવતો હોવાની વાત સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓએ ગાંધીધામ-કંડલા સકુલ, અંજાર-મુંદરા હાઈવે પર આ પોઈન્ટ બંધ કરાવી દીધા હોવાનુ સામે આવે છે પરંતુ ભ્રષ્ટ પીઆઈએ બેનામી રકમની મલાઈ ખાધી હોવાથી આ ધંધાઓ ધમધમાવાવનુ છોડતો જ ન હોય તેમ હવે તેના અડ્ડાઓ ભચાઉ-સામખીયાળી-કડોલ હાઈવેમાં છાના રસ્તાઓમાં લઈ ગયો હેાવાનુ ચર્ચાય છે. 
ગાંધીધામ, કંડલા અને અંજાર વિસ્તારમા ડિઝલ ચોરીના કેસો સતત વધતા જઈ રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર ભ્રષ્ટ પી.આઇ.ની ટોળકીના આશ્રય હેઠળ કેટલાક ડિઝલ પોઇન્ટ ફરીથી સક્રિય થયા હોવાનુ મનાયછે. શરૂઆતમાં ગાંધીધામ-કંડલા વિસ્તારમાં ચાલતું આ રેકેટ હવે સમખિયાળી અને ભચાઉ વિસ્તાર તરફ ખસતું જોવા મળી રહ્યું છે.જાણકારો કહી રહ્યા છે કે માધ્યમોમાં ધડાધડ સચોટ અહેવાલો ઉજાગર થતા વરસાણા, અંતરજાળ, મેઘપર બોરીચી, પડાણા, ખેડોઈ પાસે આ ભ્રષ્ટ પીઆઈની મીઠીનજર હેઠળ જે પોઈન્ટ ચાલતા હતા તે એકચોટ બંધ થઈ જવા પામ્યા છે અને હવે સમખિયાળી પાસે આવેલ એક પેટ્રોલપંપમાં ભાગીદારીના આધારે આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હોવાનુ ચર્ચાય છે.  જો આ બાબતે પોલીસ ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરે તો સામખીયાળી આસપાસના જ આ પંપની નજીક અથવા તો પાછળના ભાગે અમિત-ભ્રષ્ટ પીઆઈના જ ડીઝલનો પોઈન્ટનો મોટો અડ્ડો હાથ લાગી શકે તેમ છે. અહી ગેરકાયદેસર ડીઝલ આયાત કરી અને ધુમ વેપલો કરાતો હોવાનુ મનાય છે. તો વળી અહીથી સહેજ આગળના ભાગમાં ભચાઉ હાઇવે 
પરથી કડોલને જોડતા માર્ગ પર રાજકીય આશ્રય હેઠળ એક મોટો ડિઝલ પોઇન્ટ શરૂ થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સૂત્રો જણાવે છે કે આ ગેરકાયદેસર ધંધામાં એક “જૂનો જોગી”  શખ્સ પણ સંડોવાયેલો છે જે અગાઉ મુન્દ્રા વિસ્તારમાં ડિઝલ ચોરીના અનેક કેસોમાં ચર્ચામાં આવી ચૂક્યો છે. ગાંધીધા-કંડલા-અંજાર-મુંદરા હાઈવે પર આ તત્વોના પોઈન્ટની માહીતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચી જતા ત્યાં અડ્ડાઓ બંધ થઈ જવા પામ્યા છે પરંતુ અહીથી હવે આ ગેગ દ્વારા દુર અડ્ડાઓ ખસેડી દીધા હોવાનુ મનાય છે. અને પૂર્વ કચ્છનું આ બેનામી ડીઝલ ચોરીનું રેકેટ હવે ભચાઉ-સામખીયાળી-વાગડ પટ્ટા તરફ ખસેડી દેવાયુ હોવાનુ સામે આવે છે. જો આ બાબતે ઉંડી તપાસ કરવામા આવશે તો અમિત અને ભ્રષ્ટ પીઆઈના આવા ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા ડીઝલના ધુમ વેપલાઓ હજુય પણ ચાલી જ રહ્યા હોવાનો ખુલાસો થઈ શકે તેવી વકી જાણકારો દર્શાવી રહ્યા છે. 


.............

કચ્છના ઝ્રૐછ સંગઠનો આગળ આવે : અમિત જેવા એકાદ થકી કઈકને બદનામ થવાનો વારો આવે છે 

કસ્ટમ કમિશ્નર શ્રી શૈનીને કરો રજુઆત : પરવાનાઓ રદ કર્યા ઉપરાંત કોઈ કડક પગલા એમએચઓમાં ગાલમેલ કરવાવાળા સામે લેવાતા હોય તો લઈ અને તેમને નેસ્તનાબુદ જ કરો, જેથી સાચા ધંધાર્થીઓને તકલીફ પડતી બંધ થાય


ગાંધીધામ : ગાંધીધામ-મુંદરાની સાંખ દેશ-વિદેશમાં દરીયાઈ વેપાર વાણીજય માટે અનોખી રહેલી છે. આ સંકુલનો દુનીયાભરમા ડંકો ગાજે છે ત્યારે પાછલા અમુક સમયથી એમએચઓના નામે ઘોટાળા કરનારાઓ મુંદરા બાદ પીપાવાવ અને તે પછી હવે કંડલામાં પણ બહુ ચકચારમા આવ્યા છે. તેઓ પર લેવાઈ રહેલા પગલાઓના લીધે ઠેર-ઠેર દેશભરમા અને દુબઈ સુધી આ પ્રકરણો ગાજવાના શરૂ થઈ ગયા છે. અમિત જેવા એકલદોલક થકી સાચા વેપારી-ધંધાર્થીઓને પણ માર્કેટમાં સમસ્યાઓનો સામનો કરવાનો સમય આવી જાય તેના પહેલા જ સીએચએ સંગઠનોએ એકજુથ થઈ અને સૈનિ સાહેબ કસ્ટમવીભાગને ધારદાર રજુઆત કરવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM