Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહરમાં પૈસા બાબતેના ડખ્ખામાં હથિયારો વડે હુમલો કરાયો 

15 December



યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર બાદ ફરિયાદ નોંધાવાઈ 


ગાંધીધામ - કચ્છ ઉદય : તાલુકાના મીઠીરોહરમાં બસ સ્ટેશનની બાજુમાં પૈસા બાબતેની ડખ્ખામાં હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી મીઠીરોહરમાં સોઢાવાસ ખાતે રહેતા હનીફ ભચુભાઈ સોઢાના જણાવ્યા પ્રમાણે આરોપી દાઉદ કાસમ કકલ, અનવર અલીમામદ કકલ, અકબર અલીમામદ કકલ, રફીક ઉમર કકલ સામે ગુનો દાખલ કરાવાયો છે. સાહેદ અરવિંદભાઈએ આરોપી દાઉદના કૌટુંબીક ભાઈને લેવાના નીકળતા રૂપિયા બાબતે કહેતા તેનું મનદુઃખ રાખી ગાળો આપી ફરીયાદીને મોટી છરી વડે જમણા હાથના ખંભાના ભાગે મારી રિઝવાનને લોખંડના પંચ વડે માથાના ભાગે મારતા પાંચ ટાંકા આવ્યા હતા. અકબર અને રફીકે પાછળથી આવી ફરિયાદીને માર મારતા બચીને ભાગવા જતા આરોપીએ દાઉદે ફરિયાદીને માથામાં ધોકો ફટકાર્યો હતો. જેમાં પાંચ ટાંકા આવ્યા હતા. તેમજ જમણા ખંભાના ભાગે સ્નાયુ કપાઈ જતા ર૦ ટાંકા જેવી ગંભીર ઈજાઓ થઈ હતી. જે અંગે સારવાર લીધા બાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ચાર જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઈ એસ.જે.પઢારે આગળની તપાસ હાથ ધરી છે.



..............


એસપી મને પુછીને પાણી પીવે છે, મારૂ કોણ શું બગાડી લેશે?

મને નથી સાંચવ્યો, તમારી ફરીયાદ નહી લેવાય, જેને 
કહેવુ હોય તેને કહી દયો : વહીવટદાર કીશોરનો ખોખારો


ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા : લોકો પોલીસ મથકે આવવાના બદલે ખુદ જ તલવાર-ધારીયાઓ લઈ અને એક બીજાના હિસાબો પતાવી રહ્યા હોવાની સ્થિતી : જીવલેણ જુથ મારામારીમાં એક જુથે પોલીસે મથકે ફોન કર્યો હતો, છતા પણ કલાકો સુધી કોઈ પોલીસ ફરીયાદ લેવા ફરકર્યુ જ નહી, અને લોહીયાણ મારકુટ થવા પામી ગઈ,  વહીવટદાર કિશોરના લીધે ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં કોઈ મોટી લોહીયાળ જંગ-ઘટના બને તેની ઉચ્ચ અધીકારીઓ રાહ જોઈ રહ્યા છે કે કેમ?

હવે જોવાનુ એ રહ્યુ કે, એસપીશ્રી આ કિશોરને ખડીર જેવી સરહદ દેખાડે છે કે, પછી ગાંધીધામ જેવા કમાઉ-મલાઈદાર સ્થળ પર યથાવત રાખ છે? જો વહીવટદાર કિશોરને છેવાડાની સરહદે ફેંકાય તો સમજી શકાય કે, તેના દાવાઓ ખોટા છે, અને જો કિશોર ગાંધીધામમાં જ પડથોપાથર્યો રહે તો સમજી લેવુ કે, એસપી પણ પાણી મને પુછેે પીવે છે તેવી કિશોરે હાંકેલી બઢાઈ તદન સાચી જ હોઈ શકે છે..!


આ કિશોરને કઈક વખત અહીથી દુર ખદેડી દેવાયો છે, છતા ફરી ફરીને ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં જ વહીવટદાર બનીને ફરતો રહે છે, એટલે ઉચ્ચ અધિકારીઓના તેના પર હાથ રહેલા હોવાની તેની શેખી સાચી તો લાગી જ રહી છે?


જે મચ્છુનગર વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, કાયદાના ધજાગરા ઉડયા છે તે પણ ગાંધીધામ બી ડીવિઝન વિસ્તારમાં જ તો આવે છે? : વહીવટદાર કિશોર ની જ બલિહારી છે ને..? માથાભારે, બેનામી ધંધાવાળાઓને બની બેઠલ વહીવટદાર કિશોર જ તો છાવરતો ફરી રહ્યો છે..! : આ તો શરૂઆત છે, વહીવટદાર કિશોરના ૪ હાથથી ફાટીને ફુલેકે ગયેલા બેનામી ધંધાવાળાઓ અંગત અદાવતમાં આથીય પણ વધારે ઘટનાઓને અંજામ આપી જાય તો નવી નવાઈ નહી કહેવાય..



ગાંધીધામ : એકતરફ કચ્છમાં કાયદો વ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા માટે પૂર્વ વિસ્તારના એસપીશ્રી સાગર બાગમાર દ્વારા વધુને વધુ પોલીસ ચોકીઓના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. લોકો ફરીયાદ આપવી હોય તો તેમના જ વિસ્તારમાં ઝડપથી ફરીયાદ આપે અને કાયદો-વ્યવસ્થાને સુલભ રાખવા પોલીસકર્મીઓ તેના પર તરત જ કાર્યવાહી કરી શકે તે માટે એસપીશ્રી ખુદ પોલીસ ચોકીઓ વિકસાવી રહ્યા છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં બી ડીવીઝન જેવા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાના ગંભીર રીતે લીરેલીરા ઉડવા પામી રહ્યા હોવા ઉપરાંત પણ પોલીસ ફરીયાદ લેવા માટે આનાકાની થવા પામી હોવાની ઘટના હાલમાં સંકુલમાં ચર્ચાનું કારણ બની રહી છે. 
જાણકારો કહી રહ્યા છે કે, બી ડીવીઝન વિસ્તારમાં જ આમને સામને એક યા બીજા કારણોસર આવી ગયેલા જુથોએ તીક્ષ્ણ હથિયારો વડે કોઈ પણ અણબનાવના લીધે એક બીજા પર સામસામે હુમલાઓ કરવાની ઘટનાને અંજામ આપી દીધો, આ ઘટના બનતા અટકાવવા પોલીસ મથકે ફોન કરીને જાણ પણ કરવામા આવી હોવાનુ કહેવાઈ રહ્યુ છે પરંતુ કિશોર નામના વહીવટદારે અહી કહી દીધુ કે, તમે મને નથી સાચવ્યોં, જયા જવુ હોય ત્યાં જાવ, જેને ફરીયાદ કરવી હોય તેને કરો, તમારી ફરીયાદ નહી લેવાય.! હું વહીવટદાર છુ તેની તમને ખબર નથી કે શું? જયા સુધી મારા ગજવા ગરમ નહી કરો, હું માંગુ તે અનુસારનુ મને નહી આપો ત્યા સુધી તમારી ફરીયાદ કોઈ લેશે નહી? આ કિશોર આટલે માત્રથી જ ન અટકયો પણ જાણકારો કહે છે કે, તેણે તો એટલે સુધી કહી દીધુ કે, એસપી મને પુછીને પાણી પીવે છે, મારૂ કોઈ કંઈ જ બગાડી નહી શકે, તમારી ફરીયાદ નથી લવેાઈ એ બાબતે તમારે મારી સામે જયા ફરીયાદ કરવી હોય ત્યાં કરી લ્યો?જો હકીકતમાં આ રીતે બન્યુ અને વહીવટદાર કિશોરે ફરીયાદીને ખુલ્લેઆમ આ રીતે કહી દીધુ હોય તો નકકી છે કે, પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓને બી ડીવીઝન વિસ્તારમાં કાયદાની આબરૂના વધારેમાં વધારે ધજાગરા ઉડે, આ વહીવટદાર કિશોર થકી પોલીસને વધુને વધુ બદનામ થવાની નોબત આવે તેવી કોઈ ઘટનાની ચોકકસથી ઈંતેજારી લાગી રહી છે? જો આવુ ન હોય તો ઉચચ અધિકારીઓએ આ કિશોરને સરહદ જ દેખાડી દેવી જોઈએ. ગાંધીધામ જેવા વીસ્તારમાં લોકોનો કાયદો-પોલીસ પરથી ભરોસો ઉઠે, સામસામે આવી તલવાર-ધારીયા જેવા હથિયારોથી પોતાના હિસાબો પતાવવામાં લોહીયાણ ધીંગાણાઓ થવા પામી જતા હોય તો પછી આગામી દીવસોમાં વહીવટદાર કિશોર આ વિસ્તારમાં હજુય કેવા કેવા રંગ નહી દેખાડે? પૂર્વ કચ્છ એસપીશ્રીની મહેનત પર પાણી ઢોળ કરી રહેલ આ કિશોર કોણ છે? હવે જોવાનુ એ રહ્યુ કે, એસપીશ્રી આ કિશોરને ખડીર જેવી સરહદ દેખાડે છે કે, પછી ગાંધીધામ જેવા કમાઉ-મલાઈદાર સ્થળ પર યથાવત રાખ છે? જો વહીવટદાર કિશોરને છેવાડાની સરહદે ફેંકાય તો સમજી શકાય કે, તેના દાવાઓ ખોટા છે, અને જો કિશોર ગાંધીધામમાં જ પડથોપાથર્યો રહે તો સમજી લેવુ કે, એસપી પણ પાણી મને પુછેે પીવે છે તેવી કિશોરે હાંકેલી બઢાઈ તદન સાચી જ હોઈ શકે છે..!

Comments

COMMENT / REPLY FROM