કુકમા સમીપે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત
ઈજાગ્રસ્ત દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા
ભુજ - કચ્છઉદય : રવિવારે બપોરના અરસામા કુકમા ગામથી ટોલનાકા તરફ જતા રસ્તે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ નલિયાથી જામનગર જઈ રહેલી એસટી એક્સપ્રેસ બસ કુકમા ગામથી નિકળી ટોલગેટ તરફ જઈ રહી હતી, ત્યારે અંજારથી ભુજ તરફ આવી રહેલ ટ્રક સાથે અકસ્માસ્ત સર્જાયો હતો. ટક્કર થતાં એસટી બસ રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ટક્કરમાં એસટી બસમાં સવાર ત્રણથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. સાથે જ બસને મોટૂં નુકસાન થયું હતું. ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતના કારણે માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો હતો. ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે બે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે, આ બનાવ અંગે હજુ સુધી પોલીસ દફતરે નોંધ થઈ ન હોવાથી વધુ વિગત મળી શકી નથી.

Comments