હળવદમાં ફરી યુરીયા ખાતરકાંડ ઝડપાયું : કચ્છ કડી-પ્રકાશ ટોળકીની સંડોવણીની શંકા ?
હળવદ નજીકથી યુરિયા ખાતરની ૪૦૦ બેગ ભરેલ આઇસર ઝડપાયું, પાઇલોટિંગ કાર સહિત ૧૫ લાખના મુદામાલ સાથે બે પકડાયા : પાયલોટીંગ કાર કચ્છ પાસીંગની હોવાનો થયો છે ખુલાસો
અગાઉ પણ હળવદ પાસે એલસીબીએ ગોડાઉનમાંથી આધાર પુરાવા વિનાનુ યુરીયા ખાતર પકડી પાડયુ હતુ અને તેમાં ભચાઉ પટ્ટાના ખાતર ચોર પ્રકારનું નામ આવ્યુ હતુ ચર્ચામાં : નોધનીય છે કે, આ પ્રકાર અગાઉ ખાતર ચોરીમાં પોલીસ ચોપડે પણ ચડી ચુકયો છે, મોટા મોટા પ્લાયના કારખાનાઓ કરોડોના ખોલી રહ્યો છે, પ્રકાશ અને સંજયની ઉલટ તપાસ થાય તો આ કાંડમાં વધુ કચ્છ સલગ્ન ખુલાસા થવા પામી શકે
ગાંધીધામ - કચ્છઉદય : એકતરફ સરકાર દ્વારા ખેડુતોને ખાતર સસ્તામાં મળતું થાય તેવા પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે જયારે બીજીતરફ સમયાંતરે આ ખાતરની ખુલ્લેઆમ તસ્કરી કરનાર ટોળકી રાજયભરમાં ઠેર ઠેર સક્રીય બની જવા પામી ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે, કચ્છમાં પણ આવા ખાતર ચોરી કરનારા નેટવર્કના આક્કાઓ બેફામ બનીને ફરી રહ્ય ાછે.
પહેલા વાદ કરીએ હાલમાં જ હળવદ પાસે પકડાયેલ ખાતરના ઘટનાક્રમની તો હળવદના કોયબા ગામ પાસેથી યુરિયા ખાતર ભરેલ આઇસર રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી નિમકોટેડ યુરિયા ખાતરની ૪૦૦ બેગ મળી આવી હતી જેથી ૮,૦૦,૦૦૦ ની કિંમતનો યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો તેમજ આઇસર અને તેનું પાયલેટિંગ કરી રહેલી કાર આમ કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આઇસર ચાલક અને સ્વીફ્ટ ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે અને માલ ભરી આપનાર તેમજ મંગાવનાર સહિતનાઓના નામ સામે આવ્યા છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય રીતે નિમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ખેતી માટે કરવાનો હોય છે પરંતુ સરકારી કોટામાં મળતો નિમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો યેનકેન પ્રકારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં જો વાત કરીએ હળવદની તો તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસને મળેલ બાતમી આધારે કોયબા ગામના પાટિયા પાસે સ્થાનિક પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થઈ રહ્યું હોય પોલીસ દ્વારા તે આઈસરને રોકવામાં આવ્યું હતું.
આઇસરને ચેક કરવામાં આવતા તેમાંથી ખાતરની ૪૦૦ બેગ મળી આવી હતી જેથી ૮,૦૦,૦૦૦ ની કિંમતનો ખાતરનો જથ્થો મળી આવતા જથ્થો જપ્ત કરેલ છે. તે ઉપરાંત પાંચ લાખ રૂપિયાની કિંમતનું આઇસર અને તેનું પાઇલોટિંગ કરી રહેલ સ્વિફ્ટ ગાડી જેની કિંમત ૧૨ લાખ રૂપિયા આમ કુલ મળીને ૧૫ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
હાલમાં આઇસરના ચાલક નાગજીભાઈ રાજાભાઈ ભરવાડ ૩૭ રહે. નવા મકનસર વાળા અને આઇસરના માલિક અને સ્વિફ્ટ ગાડીનો ચાલક કરસનભાઈ સેલાભાઈ ભરવાડ ૨૭ રહે. રાણેકપર વાળાને પકડવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આઇસર ગાડીમાંથી જે યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે તે ધાંગધ્રા તાલુકા વિસ્તારામાંથી ભરવામાં આવેલ છે અને મોરબીના પીપળી રોડ ઉપર આપવા માટે આવી રહ્યા હતા તેવી માહિતી પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવી છે. જેથી પોલીસે ડ્રાઇવર સહિત જેના નામ સામે આવશે તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ અંગે જાણકારો કહી રહ્યા છે કે, જયારે ગાડી કચ્છ પાસીંગની હોવાનુ સામે આવવા પામ્યુ છે ત્યારે ફરીથી હળવદ પાસે યુરીયા ખાતરમાં કચ્છ કનેકશન જોડાયુ છે. આ પહેલા પણ પોલીસે હળવદમાંથી યુરીયા ખાતર એક ગોડાઉનમાં પકડયુ હતુ અને તેનો રેલો પણ કચ્છ સુધી લંબાયો હતો. નોધનીય છે કે ભચાઉ પટ્ટમાં પ્રકાશ અને સંજય ગેંગ યુરીયા ખાતરની કાળા બજારીમાં કુખ્યાતી પામેલ છે. જો આ કેસમાં પણ તટસ્થ તપાસ થશે તો આ જ બન્ને સુધી રેલો લંબાવવા પામી શકે તેમ મનાય છે.
.................
મુદ્દામાલ અને ધરપકડ
ગાંધીધામ : પોલીસે આઇશર ટ્રક અને એક મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ ૧૫૦૦૪૬૫ (પંદર લાખ, ચારસો પાંસઠ) લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબજે કરેલ મુદ્દામાલની વિગતોમાં યુરિયા ખાતરઃ IFFCO કંપનીની ૪૦૦ બેગ (૪૫ કિ.ગ્રા. દરેક), કી.રૂ. ૮,૦૦,૪૫૬/-, આઇશર ટ્રક (જીજે૩૬વી૫૭૧૬)ઃ કી.રૂ. ૫,૦૦,૦૦૦/-મારૂતિ સ્વિફ્ટ ડિઝાયર કાર (જીજે૧ર એકે ૦૪૩૫)ઃ કી.રૂ. ૨,૦૦,૦૦૦/. આ પ્રકરણમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Comments