Trending News
સ્થાનિક સમાચાર

એક લાખના ૫ લાખની ઠગાઈની પેરવીમાં રહેલો તલવાણાનો ઈસમ ઝડપાયો

14 December


બંડલમાં ઉપર અને નીચે સાચી નોટ અને વચ્ચે ભારતીય ચિલ્ડ્રન બેંકની નોટોના બંડલ તૈયાર કરી ભુજમાં આપવા આવતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો

ભુજ-કચ્છઉદય : સોશિયલ મીડિયામાં લોભામણી લાલચનો વીડિયો બનાવી ઠગાઈ કરતા ઈસમો સામે ભુજ એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે, તલવાણામાં રહેતો મજીદ અબ્દુલ્લા શેખ હાલમાં બિદડા અને કોડાયપુલ વચ્ચે તલવાણા ગામના પાટીયા પાસે એકસેસ સાથે હાજર છે, તેની પાસે નોટોના બંડલ છે, જેમાં ઉપર અને નીચે સાચી ચલણી નોટ અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી છે. આ બંડલ ભુજના અલીશા શેખડાડાને આપવા માટે આવે છે. અલીશા અગાઉ નોટના આધારે છેતરપિંડીના ગુનામાં સામેલ રહી ચુકયો છે. જેથી આ મજીદને ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું નોટના બંડલના વીડિયો બનાવી ભુજના અલીશા શેખડાડાને મોકલતો હતો, અલીશા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી એક લાખના પાંચ લાખ બાબતે લાલચ આપી છેતરપિંડી કરતો હતો. કુલ્લ પ૧ લાખની મુલ્યના દર્શાવેલા ૧૯ બંડલ કબજે કરવામાં આવ્યા છે. જો કે આ નોટો નકલી હતી. કોડાય પોલીસમાં બન્ને સામે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મજીદ પકડાયો છે જયારે અલીશા શેખડાડા હાજર મળી આવ્યો નથી.

Comments

COMMENT / REPLY FROM