કાંઠાળ કચ્છમાં નાપાક ઘુસપેઠ કે થઈ ડ્રગ્સની ડીલીવરી? નાપાક ઈબ્રાહીમ હૈદરી બંદર નશાનો છે સપ્લાય પોઈન્ટ!
ભારતીય એજન્સીઓ હળવાશથી ન લે, સરક્રીક વિસ્તારમાં તાજેતરમાં જ દેશની ત્રણેય સૈન્ય પાંખોએ કવાયત -સૈન્ય અભ્યાસ યોજયા બાદની આ પ્રથમ ધુસપેઠ છે, સમીક્ષાઓ થવી જ ઘટે
કરાંચી પાસેના ઈબ્રાહીમ હૈદરી બંદરથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડાયુ હોવાને છે તાજો ભુતકાળ : કાંઠાળ કચ્છ પટ્ટામાં અનેકવીના નિર્જન ટાપુઓ આવેલા છે, માછીમારો ઝડપાયા તે પહેલા જ ડ્રગ્સના પડીકાઓ નિર્જન ટાપુઓ પર ઉતારી તો નથી દીધાને..? જે બાદમાં દરીયામાં તણાઈને બિનવારસુ અવસ્થામાં મળી આવતા રહે છે? ઝડપાયેલા શખ્સોના ઈરાદાઓ ચકાસવા અતિ હિતાવહ
કોસ્ટગાર્ડની સજાગતાથી ૧૧ પાકીસ્તાની માછીમારો પકડાતી વેળાએ સુચક આલબેલ
ગાંધીધામ : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તાજેતરમાં જ કાંઠળા કચ્છના દરીયાઈ વિસ્તારમાથી ૧૧ જેટલા પાકીસ્તાની માછીમારોને ગેરકાયદેસર રીતે ભારતીય મરીન હદમાં ઘુસપેઠે કરતા પકડી પાડયા છે. હાલમાં તો આ શખ્સો પાસેથી કંઈ જ શંકાસ્પદ નથી મળવા પામ્યુ પરંતુ સરહદી ક્ષેત્રના જાણકારો કહી હ્યા છે કે, આ બાબતે ગાફેલિયત પાલવે નહી. કારણ કે, માછીમારો જ હતા તો પછી ભારતીય એજન્સીએ તેમને પકડાયા ત્યારે બોટની મોટર-એન્જીન બંધ કરી અને અંધારામાં કેમ અલોપ થવાની કોશીષ આ શખ્સોએ કરી હતી? કચ્છમાં તાજેતરમાં જ દેશની ટોંચની એજન્સીઓએ સરક્રીક સહિતમાં સૈન્ય યુદ્ધા અભ્યાસ ઐતિહાસીક રીતે કર્યો છેઅને તે બાદ પ્રથમ જ વખત આ ઘુસપેઠીયાઓએ ઘુસપેઠનો પ્રયાસ કર્યો છે એટલે આ ઘટનાક્રમને એજન્સીઓએ ગભીરતાથી ઉંડા ઉતરી તપાસ કરવાની જરૂર છે.
આવુ એટલા માટે પણ સવાલ ઉઠવા પામી રહ્યો છે કે,કરાંચીના જે ઈબ્રાહીમ હૈદરી બંદર પરથી માછીમારો નીકળી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસપેઠ કરતા પકડાયા છે તે હૈદરી બંદર નાપાક મુલકમાં ડ્રગ્સના સપ્લાય પોઈન્ટ તરીકે બહુચર્ચિત રહ્યું છે. અહીથી અગાઉ પણ ભારતમાં ડ્રગ્સ સપ્લાય થઈ ચુકયા હોવાના કિસ્સાઓ તાજા જ બની ચુકયા છે. ડ્રગ્સની હેરાફેરી માટે ઈબ્રાહીમ હૈદરી બંદર કેન્દ્રપોઈન્ટ સમાન જ બનાય છે. નોધનીયછે કે ત્રણથી ચાર વર્ષ પહેલા જખૌ દરીયામાથી પકડાયેલી અલ મદીના બોટમાથી ર૦૦ કીલોથી વધુના ડ્રગ્સ સાથે પાકીસ્તાની શખ્સો પકડાયા હતા તે બોટ પણ ઈબ્રાહીમ હૈદરી બંદરથી જ નીકળીહતી.આ ઉપરાંત થોડા સમય પહેલા જ પકડાયેલા ૩૦ કીલો હેરોઈન સાથેના શખ્સો પણ કરાંચીના આ જ ઈબ્રાહીમ બંદરથી નીકળી ભારતમાં ઘુસપેઠ કરતા જડપાઈ ગયા હતા. આ સ્થિતીએ એજન્સીઓએ હળવાશ દાખવવાના બદલે ઝડપાયેલા શખ્સોના ઈરાદાઓના મુળીયા સુધી જવુ જોઈએ. કારણ કે માછીમારીના સ્વાંગમાં આ શખ્સો કયાંક ડ્રગ્સની હેરાફેરી કે ડીલીવરી તો કરવા ન હોતા આવ્યાને અથવા તો ડ્રગ્સ તેઓએ હેરફેર કરી નથી દીધુ ને? કારણ કે કાંઠાળ કચ્છના પટ્ટમાં અનેક નિર્જન ટાપુઓ આવેલા છે અને આવા ટાપુઓમાં ઝડપાયેલા માછીમારોએ ડ્રગ્સ સગેવગે કરી દીધુ હોય અને બાદમાં ભારતના હાથે ચડયા હોય એટલે તેમની પાસેથી કંઈ જ શકાસ્પદ ન મળી આવ્યુ હોય તેમ ઉોલ્ટા ચશ્મા તો એજન્સીને નથી પહેરાવતા ને? આવા નિર્જન ટાપુ પર ડ્રગ્સ લેન્ડીંગ થઈ જાય અને તેને ઉપાડનારાઓ ડીલીવરી પણ લઈ જાય એવુ કયાંક તો નથી બની ગયુ ને? એટલે જ સવાલ થવા પામી રહ્યા છે કે, નાપાક માછીમારોની ઘુસપઠ છે કે પછી ડ્રગ્સની ડીલીવરી થઈ ગઈ? કચ્છમાં કાર્યરત એજન્સીઓ ગાફેલ ન રહે તે જ સમયતો તકાજો બની રહ્યો છે.

Comments