Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા માર્ગ વિકાસ કામોનું કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું 

13 December

 
ગાંધીધામ-કચ્છઉદય : ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ સરકારની ગ્રાન્ટથી હાથ ધરાયેલા વિવિધ માર્ગ વિકાસ કામોનું મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ દરમ્યાન (૧) રૂા. ૧૮.૩૭ કરોડના ખર્ચે હિરાલાલ પારેખ સર્કલથી શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગના અપનાનગર ચાર રસ્તા (વોલ્કેનો) કોમ્પ્યુટર સુધીના માર્ગના કામ તેમજ (૨) રૂા. ૩.૫૬ કરોડના ખર્ચે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરથી હોટલ એમ્પાયર સુધીના માર્ગના કામની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.આ અવસરે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, સંજયકુમાર રામાનુંજ તેમજ જીયુડીસી,પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરએ માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા જાળવવા, નક્કી કરેલ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તથા તમામ કામો નિયમિત ધોરણે થાય તે માટે મ્યુનિસિપલ ઇજનેરોને જરૂરી સૂચનાઓ આપી હતી.આ સાથે જ કામગીરી કરતી એજન્સીઓને જીયુડીસી અને પીજીવીસીએલ સાથે યોગ્ય સંકલન રાખી કાર્ય આગળ વધારવા સૂચના આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં કોઈ અડચણ ઊભી ન થાય અને નાગરિકોને ઝડપથી સુવિધાનો લાભ મળી રહે. 

Comments

COMMENT / REPLY FROM