ધોળાવીરાના ખારોડ ગામનુ કરોડોનું કૌભાંડ : જમીન શ્રી સરકાર કરાઈ, હવે કલેકટરશ્રી-સરકાર, ઘોટાળા કરનારાઓના ચહેરા કરશે બેનકાબ..?
૭૦ કરોડની કિમંતી ૧૩૦ એકર જમીન શ્રી સરકાર કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ જમીન બોગસ દસ્તાવેજોથી અન્યોના નામે ચડાવી દેનારા મહેસુલી લાપરવાહોની સામે પણ થવી ઘટે કાર્યવાહી : તે વખતના ભુતપૂર્વ તલાટી,મામલતદાર, બોગસ હુકમ તૈયાર કરનાર, સહી-સિક્કાનો દુરુપયોગ કરનાર,રાજકીય દબાણથી પ્રક્રિયા બગાડનાર સહિતનાઓની સામે પણ પ્રશાસનની લાલઆંખ થવી જરૂરી
ગાંધીધમા : ભચાઉ તાલુકાના ધોળાવીરા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં આવેલી ખારોડા ગામની ૧૩૦ એકર કીમતી સરકારી જમીન હડપવાનો કારસો આખરે જિલ્લા કલેક્ટર આનંદ
પટેલની કડક કાર્યવાહીથી
પર્દાફાશ થયો છે. ગામલોકોની ચુસ્ત જાગૃતતા અને રજૂઆતને પગલે થયેલી તપાસ બાદ સમગ્ર ૧૩૦ એકર જમીન પુનઃ “શ્રીસરકાર” તરીકે નોંધવાનો આદેશ વછુટવા પામી ગયો છે. ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક પરોકરની યાદીમાં સ્થાન મળ્યા બાદ વિસ્તારમાં વિકાસના નવા અવસર ઊભા થયા હતા. આ જ વિકાસને જોઈને કેટલાક લેભાગુઓએ જૂની તારીખોમાં નકલી હુકમો, બોગસ સહી-સિક્કા અને દસ્તાવેજો સહિત માલિકી હક્કો ઉભા કરીને ૭૦ કરોડથી વધુ મૂલ્ય ધરાવતી ૧૩૦ એકર જમીન પોતાના નામે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકરણનો કેવી રીતે ભાંડો ફૂટ્યો? તેની જો વાત કરીએ તો ખારોડા ગામના ૨૫-૩૦ યુવાનો, જેમાં સમર્થસિંહ સોઢા સહિતનાં અગ્રણી આગેવાનો સામેલ હતા, તેમણે વોટ્સએપ પર જમીન વેચાણના મેસેજ જોયા બાદ શંકા વ્યક્ત કરી.તપાસ કરતાં જાણવા મળ્યું કે,વેચનાર લોકો ખારોડાના ન હોવા છતાં જમીન બતાવવામાં આવી રહી હતી, મૃત વ્યક્તિઓના નામે ખોટી નોંધપોથી તૈયાર કરવામાં આવી હતી, ખેડૂત ન હોય તેવા નામે પણ જમીન દાખલ કરવામાં આવી હતી.ગામસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને વીવીધ જાગૃત અખબારાોમાં તેના અહેવાલો ઉજાગર થતા જિલ્લા વહીવટ તંત્ર હરકતમાં આવ્યું. ભચાઉની કોર્ટમાં બોગસ
અપીલો અને ૧૨ દિવસમાં સામુહિક નિકાલ અન્વેષણમાં બહાર આવ્યું કે —૧ થી ૯ ઑક્ટોબર ૨૦૨૫ વચ્ચે મીસઅપીલ નંબર ૩/૨૦૨૫ થી ૧૧/૨૦૨૫ સુધીની કુલ ૮-૯ બોગસ અપીલો દાખલ કરાઈ માત્ર ૨-૨.૫ માસમાં, એટલે કે ૧૨ માર્ચે, તમામ કેસોમાં સામુહિક નિકાલ કરાઈ ગયો કોઈ નોટિસ, કોઈ સર્વે અને કોઈ કાનૂની પ્રક્રિયા વિના સીધો અંતિમ હુકમ રજીસ્ટરમાં ચડાવ્યો અને ૧૩૦ એકર જમીન ૯ ખાતેદારોના નામે વહેંચી દેવામાં આવી હતી. આ નિર્ણયને અનુભવી મહેસૂલ અધિકારીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવ્યો છે.
કચ્છ કલેકટરશ્રીએ ખુદ આ કેસમાં સુઓમોટો લઈ અને તપાસ હાથ ધરી કેસ ચલાવી સુનાવણીઓ કરી, તમામ પક્ષકારોને સાંભળી અને જમીન શ્રી સરકાર થવાનો આદેશ કરી દીધો
છે ત્યારે હવે અહી સવાલ એ થાય છે કે, આ કેસમાં જે કેઈ પણ મહેસુલી દ્રષ્ટીએ ખોટુ થવા પામ્યુ હશે તેમાં સરકારી ભ્રષ્ટ અથવા તો બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓની મીલીભગત વિના તો થઈ જ ન શકયુ હેાય..! આ પ્રકરણમાં કયા જવાબદાર સંડોવાયેલા હોઈ શકે છે તેની જો વાત કરીએ તો તપાસમાં
ભૂતપૂર્વ તલાટી, રાજકીય પ્રભાવશાળી વ્યક્તિ, પૂર્વ મામલતદાર, નાયબ કલેક્ટર સ્તર સુધીના હસ્તાક્ષરોના દુરુપયોગ કરાયો હોય તેમ દર્શાય છે. તો વળી ભચાઉ પ્રાંત અધિકારી અને અન્ય વહીવટી કર્મચારીઓની પણ સંડોવણી અહી નકારી શકાતી નથી. જમીન શ્રી સરકાર કરીદેવાઈ એટલે તે ખોટી રીતે, બોગસ આધારોથી જ અન્યોના નામે ચડાવી દેવાઈ હતી એ તો નકકી થાય છે ત્યારે હવે તલાટીથી માંડી તે વખતના જે કોઈ અધિકારીઓની સંડોવણી આ પ્રકરણમાં આવતી હોય તેમની સામે પણ ધાક બેસાડતી કાર્યવાહી કલેકટરશ્રીએ કરવી જ ઘટે. જો કે અહી નોઘવુ રહ્યુ કે, કલેક્ટર આનંદ પટેલે સ્પષ્ટ કર્યું છેઃ । “ખોટું છે તે ખોટું જ. જમીન હડપનાર કે મદદગારો—કોઈને છોડીશું નહીં.” આ સ્થિતીએ વહીવટી તંત્ર હવે બોગસ હુકમ તૈયાર કરનાર, સહી-સિક્કાનો
દુરુપયોગ કરનાર,રાજકીય દબાણથી પ્રક્રિયા બગાડનાર સહિતનાઓના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરે તે જ સમયનો તકાજો બની રહેવા પામ્યો છે.
...........
શાબાશ છે ગામના જાગૃત લોકોને..! તથા
કચ્છ જિલ્લા કલેકટરની પ્રજા પરાયણતાને!
ગાંધીધામ : ધોળાવીરામાં કરોડોની જમીનમા કૌભાંડ આચરાયા મામલે ખુલાસો કરવા માટે આગળ આવનાર ગ્રામજનોની જાગૃતીને શાબાશી આપવી જ જોઈએ અને તેની સાથોસાથ જ કચ્છ જિલ્લા કલેકટરશ્રીને પણ અભિનંદન આપવા ઘટે. તેઓએ પણ આ પ્રકરણની ગંભીરતાને સમજી અને સુઓમોટો લઈ અને ધડાધડ સુનાવણી કરી અને કડક આદેશો આપી દીધા છે. તપાસમાં બહાર આવ્યું કે, જમીન વેચનાર લોકો ખારોડા ગામના હતા જ નહીં, તથા ઘણા લોકોના બાપદાદાઓની જમીન પણ ખારોડા ગામમાં ન હતી. કેટલાંક જમીનદારો વર્ષો પહેલા અવસાન પામેલા હતા, છતાં તેમના નામે રજિસ્ટ્રેશન કરાયું હતું.આ ચોંકાવનારા તથ્યો ગ્રામસભામાં રજૂ થતા જ સામૂહિક વિરોધ શરૂ થયો. ત્યારબાદ કચ્છઉદયમાં સમાચાર પ્રકાશિત થયા અને કલેક્ટર દ્વારા તાત્કાલિક તપાસ સમિતિ રચાઈ હતી. ભચાઉ નાયબ કલેક્ટરની કોર્ટમાં કુલ ૯ અપિલો હતી, જેમાં અપિલ નં. ૩/૨૦૨૫, ૪/૨૦૨૫, ૫/૨૦૨૫, ૬/૨૦૨૫, ૮/૨૦૨૫, ૯/૨૦૨૫, ૧૦/૨૦૨૫, ૧૧/૨૦૨૫ જલદી-જલદી દાખલ કરવામાં આવી હતી. માત્ર બે-અઢી મહિના વચ્ચે જ સમગ્ર પ્રક્રિયા પાર પાડીને ૧૨ માર્ચે બોગસ નિકાલ કરી દેવામાં આવ્યો હતો. કોઈ નોટિસ કે જાહેર જાણ કર્યા વગર જ સીશા રજિસ્ટ્રરમાં જમીન ખાનગીદારની બતાવી દેવામાં આવી હતી. જેમાં જીવા રવાના ૫.૬૬ એકર, આચાર સૂમાર - ૨૬, ૩.૨૩ અને ૨.૮૩ એકર, ખેંગારજી સવાજી ૩.૨૩ અને ૪.૦૪ એકર, નાનીબા માનસંગજી ૪.૦૪ એકર, માંડણ બાલ ૪.૮૫ એકર, પોપટ લાલા - ૩.૨૩, ૧.૬૧ અને ૨.૪૨ એકર, રવદાન ડોસા - ૪.૦૪ અને ૪.૮૫ એકર, જેસંગ અરજણ - ૪.૮૫ અને ૨.૪૨ એકર, પીરાજ - ૨.૪૨ અને ૩.૨૩ એકર છે. આ પૈકી ઘણા લોકો વર્ષો પહેલા અવસાન પામેલા હતા. તેમ છતાં તેમના નામે જમીન દાખલ કરવામાં આવી હતી, જે હવે સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે. કલેક્ટરનો નિર્ણય : જમીન ફરી ‘શ્રી સરકાર’ને પાછી કુલ ૧૩૦ એકર ગેરકાયદેસર રીતે ખાનગી માલિકીની બતાવેલી જમીન હવે સંપૂર્ણપણે સરકારી નામે દાખલ થઈ ગઈ છે.
..........

Comments