Trending News
સ્થાનિક સમાચાર

૪૦ જેટલા શિક્ષકોના જીપીએફ ખાતા નંબર ફાળવાયા

12 December


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ૧૩૬ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભાઈ - બહેનોને જૂની પન્શન યોજનામાં સમાવેશ થતાં જીપીએફ એકાઉન્ટ ખાતાં ખૂલ્યાના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં. અજરામરજી ભુજ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ તરફથી જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વર્ગ ૨ આચાર્ય બિપીનભાઈ વકીલ, વનિતાબેન મહિડા, એકાઉન્ટ ઓફિસર ભરતભાઈ મકવાણા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી, હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા, આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, માધ્યમિક શિક્ષક સંઘના મનીષભાઈ પટેલ, બિનસરકારી વહીવટી સંઘના પ્રમુખ બલવીરસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશભાઈ ઠક્કર, એમ.એ. પઠાણ, કમલેશભાઈ અબોટીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જીપીએફ ખાતબના આદેશ મેળવનાર શિક્ષકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
------------

Comments

COMMENT / REPLY FROM