જિલ્લા પંચાયત અધ્યક્ષએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારની મુલાકાત લઇ સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. માનસિક દિવ્યાંગોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. ઘર-પરિવારથી અને ગામ-શહેર-રાજ્યથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનોનું પરિવાર સાથે કરાવાતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનું સેવાકીય કાર્ય સરાહનીય છે. તેવું કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મુલાકાત સમયે કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરષોત્તમભાઇ મારવાડા તથા ઈશ્વવરભાઇ મહેશ્વરી સાથે રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમનું સ્વાગત કરી આભાર માન્યો હતો.
-----

Comments