Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ ખાતે તાલુકા આરોગ્યના કાર્યક્રમોની  સમીક્ષા કરાઈ

12 December



ભુજ - કચ્છઉદય : ભચાઉ તાલુકામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમલી વિવિધ કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી, ન્યુટ્રીશન, રસીકરણ, સંક્રામક રોગોનો અટકાવ, ટી.બી. નિર્મૂલન તેમજ કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય વિષયે જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્યના બધા જ કાર્યક્રમો વિશે માહિતી મેળવી હતી. માતા અને બાળ યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં થયેલાં બાળ અને માતા મરણ માટેનાં કારણોની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં તાલુકાના બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની સેવાઓ પૂરી પાડવા આવે અને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓને પરિપૂર્ણતા સુધી લઈ જવા, ફિલ્ડ પર જઈ સર્વે વધારવા, ધનિષ્ઠ રીતે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. બેઠકમાં એનવીબીડીસીપી અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. પટેલ ઈ.એમ.ઓ.,ડો. કેશવકુમાર, તાલુકા આરોગ્ય અધિકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ, તાલુકાનું સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોપ કેન્દ્રોમાંથી આયુષ મેડીકલ ઓફીસર, સીએચઓ, એમપીએચએસ, એમપીએચડબલ્યુ સ્ટાફ હાજર રહ્યો હતો. સાથે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments

COMMENT / REPLY FROM