Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ પોર્ટ ગ્રીન હાઈડ્રોજનમાં દેશનું હબ બનવા સજજ : શ્રી સુશીલકુમારસિંગ

12 December




ડીપીએ-કંડલા મધ્યે ગ્રીન હાઈડ્રોજન વિષય પર બે દીવસની કાર્યશાળાનો આરંભ : ડીપીઅ કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા ગ્રીન હાઈડ્રોજનની દીશામાં લેવાયેલા વિવિધ પગલાઓ બાબતે ચેરમેનશ્રીએ કરી છણાવટ


ગાંધીધામ : આજ રોજ દીનદયાલ પોર્ટ ઓાથેરીટી દ્વારા ગ્રીન ટ્રાન્સજિકશનના વિષય પર બે દીવસીય વર્કશોપનો આરંભ કરવામા આવ્યો હતો. આ વર્કશોપના આરંભ વેળાએ ડીપીએ કંડલના ચેરમેન શ્રી સુશીલકુમારસિંગ દ્વારા ઉદબોધન કરતા કહ્યુ હતુ કે, સ્વાગત પ્રવચનમાં બોલતા ચેરમેનશ્રીએ કહ્યુ હતુ કે, ગ્રીન ઈન્સીએટીવ્સ બાબતે હજુ એક વીશેષ સેશનનું આયોજન અમે વિચારી રહ્યા છીએ. પોર્ટ સેકટરમાં ગ્રીન હાઈડ્રોજન મામલે બે દીવસના આ વર્કશોપમાં જરૂરી મહત્વપૂર્ણ ચર્ચા પરામર્શ કરવામાં આવશે. ચેરમેનશ્રીએ ગ્રીન હાઈડ્રોજનને લઈને ડીપીએ-કંડલામાં લેવાયેલા પગલાઓ અંગે પણ છણાવટ કરી હતી. તેઓએ આ તબક્કે કહ્યુ હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગ્રીન હાઈડ્રોજનને પ્રોત્સાહન આપવાનું વિશિષ્ટ વિજન ધરાવી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્બન વપરશાને ઘટાડવાની દીશામાં પણ સૌ કોઈ લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યા છે. ભારત પણ ગ્રીન હાઉસ મીશનની દીશામાં કામ કરી રહ્યુ છે અને ડીપીએ કંડલા પણ કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના લક્ષ્યાકની દીશામાં ફળદાયી કાર્યો ટીમરૂપે કરી રહ્યુ છે. આ માટે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન જે ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલ છે તેમાં ડીપીએ કંડલા સહિત ૩ મેજર પોર્ટ ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાની જાહેરાત કરાઈ છે કંડલા ઉપરાંત તુતીકોરીનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. એમેાનીયા, મીથેનોલ, ગ્રીન મોલીકયુલ્સનો સ્ટોરજ સહિતના મામલે કંડલા પોર્ટ વિવિધ પગલાઓ લીધા છે. એલ એન્ડ ટી, વેલસ્પન, રીલાયન્સ, સહિતની મોટી મોટી ઈન્ડીસટ્રીઝને કંડલા જમીનો આપી રહી છે અને આ કંપની ગ્રીન એમોનીયાના પ્લાનટ્‌ અહી સ્થાપશે. તેની સમયમર્યાદાઓ અને ટાઈમલાઈન નકકી કરાઈ છે. ર૦૩૦ સુધીમાં આ માટેના ગ્રીન એમોનીયા ઉત્પાદન સહિતના લક્ષ્યાંકો સિદ્ધ કરવામા આવ્યા છે. આ અંગે ડીપીએ કંડલા દ્વારા પાયલોટ પ્રોજેકટ અમલી બનાવાયા છે અને તે માટે નાના પ્રોજેકટ અમલી બનાવાય છે. જેમા ટેકનોલોજી હાલમાં જે માર્કેટમાં ઉપલબ્ધ છે તેના પાયલોટ પ્રોજેકટ લાગુ કર્યા છે. ૧ મેગાવોટનો નાનો પ્લાન્ટ અમે હાલમાં કાર્યરત કર્યો છે. ચેરમેનશ્રી સીંગએ આ વાતને આગળ ધપાવતા કહ્યુ હતુ કે અમે બીજો પાયલોટ પ્રોજેકટ પણ લાગુ કરી રહ્યા છે. બાયો મિથેનોલનો છે. તે માટે અમે એગ્રીમેન્ટ પણ સહી કરી રહ્યા છીએ અને તે પણ એક નાનો પ્લાન્ટ છે અને તે પણ પાયલોટ પ્રોજેકટ છે. ગ્રીન હાઈડ્રોજનની દીશામાં વિવિધ કંપનીઓને પ્રોત્સાહિત કરવાને માટે આ નાના પ્રોજેકટ ડીપીએ કંડલા દ્વારા હાથ ધરવામા આવ્યા છે. અમે એનટીપીસીની સાથે પણ કરાર કર્યા છે અને તેઓ ગ્રીન હાઈડ્રોજન ફયુઅલ્સ બસો ઉપલબ્ધ કરાવશે. ૧ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન જનરેટ કરવાની સગવડ પણ અહી ઉભી કરશે.

............

Comments

COMMENT / REPLY FROM