Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતના બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટ બનાવી સીઆઈએસએફમાં ભરતી થનારા ત્રણ સામે રાપરમાં ફરિયાદ 

12 December




ભુજ  - કચ્છ ઉદય : સીઆઈએસએફમાં ભરતી થવા માટે ગુજરાતના બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટ રજૂ કરી ભરતીમાં પસંદ થઈ સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવતા ત્રણ જણા સામે રાપર પોલીસમાં અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ સીઆઈએસએફના કંપની કમાન્ડન્ટ દ્વારા સરકાર તરફે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં રાપર તાલુકાના શાનગઢ ખાતે આ બનાવ બન્યો હતો. સીઆઈએસએફની ભરતીમાં પસંદ થવા માટે આરોપીઓએ ગુજરાત રાજ્યના બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ભરતી થઈ સરકાર સાથે છેતરપીંડી કરી હતી. આ મામલે તમિલનાડુના થક્કોળમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ સ્થળ રાપરનું હોવાથી ત્યાંથી જીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર થઈને આવી છે. રાપર પોલીસમાં આરોપીઓ બાબુલાલ ભવરલાલ શર્મા, લક્ષ હરીસિંહ યાદવ અને ક્રિશ વેદપ્રકાશ યાદવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 




 

Comments

COMMENT / REPLY FROM