Trending News
સ્થાનિક સમાચાર

ખાવડા રણ વિસ્તારમાં ગેરકાયદે ડીઝલનું વેચાણ પકડાયું

11 December


૧૬,૩૦૦ લીટર ડીઝલના જથ્થા સહિત રૂા.૧૩.૮પ લાખનો મુદ્દામાલ પુરવઠા શાખા દ્વારા કરાયો કબ્જે

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ખાવડાના રણ વિસ્તારમાં ગેરકાયદેસર ડીઝલનું વેચાણ થતું હોવાની ફરિયાદો વચ્ચે જિલ્લા પુરવઠા શાખાએ દરોડો પાડી ૧૬,૩૦૦ લીટર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 
આ અંગેની વિગતો મુજબ જિલ્લા કલેક્ટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રવિવારે ભુજ તાલુકાના રણ વિસ્તાર તરફે હાજીપીર ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી, જેમાં આર્ચિયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ તરફ રસ્તા પરથી કોઈપણ જાતના આધારો કે બિલ વિના ડીઝલ ભરેલ ૪ ટાંકીઓ પકડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિકે વિનોદ મહેશ્વરી, વિજયસિંહ જાડેજા અને ભાટી સવાઈસિંહ નામના ઈસમો મળી આવ્યા હતા. તેમની પાસે કોઈ જ પ્રકારના આધાર, બિલ કે લાયસન્સ ન હોવાથી ટાંકામાં ભરેલ અંદાજીત કુલ્લ ૧૬,૩૦૦ લીટર ડીઝલનો જથ્થો જેની કિંમત રૂા.૧૩,૮પ,૦૦ સાથેનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પુરવઠા શાખા ભુજની યાદીમાં જણાવાયું છે.
----

Comments

COMMENT / REPLY FROM