Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના અમિતના સાગરીતો દિપક-રાજેશ ડિઝલ દાણચોરીમાં ખાઈ ચુકયા છે જેલની હવા

11 December

ઉચ્ચ એજન્સીઓ-પોલીસ તવાઈ બોલાવે તો ઘણુ નીકળશે


એમએચઓની આડમાં પ્યોર ડિઝલ આયાત કરવામાં કુખ્યાત દાણચોર અમિતની સાથે બહાર આવેલા નામોમાં રાજેશ અને તેનો દીકરો દીપક પાંચ-સાત વર્ષ પહેલા ગાંધીધામના તથા રાજસ્થાનના કેસમાં જેલ ભોગવી ચુકેલા છે : અમિત-રાજેશના ડિઝલના અડ્ડા રાજસ્થાનમાં પણ માં ચામુંડાના આશીર્વાદથી ધમધમી રહ્યા છે..!

કંડલા સંકુલમાં આવેલા ટેંકમાં પણ કરવી જોઈએ સામુહીક તપાસ : એમએચઓના નામે ડિઝલનો ધોધ ભરેલો નથી પડયો ને..? માથક રોડ પર માં શકિતની મહેરથી ધમધમતા આ ડિઝલના અડ્ડાઓમાં પડેલા માલ જેમ-તેમ જડપથી ખાલી કરવાની મચી છે દોડધામ : રોજની આઠથી દસ ગાડીઓ સાંજના સમયે અહી ડિઝલ ભરતી જોવા મળી આવે છે, ડીએસઓ-પોલીસ કેમ નજર રાખીને ત્રાટકતી નથી?


ગાંધીધામ : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય તરફથી જ ત્રાટકેલી દિલ્હી ડીઆરઆઈ દ્વારા મુંદરા-કંડલામાં એમએચઓના નામે ડીઝલ આયાત પર ધોસ બેસાડતી કાર્યવાહી કરી દીધી છે. આજથી પાંચ સાત માસ પહેલા ર૦૦થી ૩૦૦ કન્ટેઈનર, તે બાદ કંડલામાં ત્રણ વેશલ્સ અને તે પછીફરીથી મુંદરા-કંડલામાં પ૦૦ જેટલા એમએચઓ ડીકલેર કરેલા કન્ટેઈનરો અટકાવી મહાકાય તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ ડીઝલદાણચોર કેસમાં કુખ્યાત ડીઝલચોર અમિત અને તેની ટોળકીનું જ નામ ચર્ચામાં આવવા પામી રહ્યુ છે. અમિતની સાથોસાથ બીજા નામો જે બહાર આવી રહ્યા છે તેમાં રાજેશ અને તેનો પુત્ર દીપક પણ અમિત સાથે સંકળાયેલ હોવાનુ કહેવાયું છે. દરમ્યાન હવે જાણકારો કહી રહ્યા છે કે, આ રાજેશ અને દીપક ડીજલદાણચોરીના જુના ખેલી જ રહેલા છે. તેઓ અગાઉ પણ ડીઝલ દાણચોરી પ્રકરણમાં એજન્સીઓના હથ્થે ચડી જવા પામ્યા છે એટલુ માત્ર જ નહી પણ જેલની હવા પણ ખાઈ ચુકેલા છે. 
જાણકારોની વાત માનીએ તો કહેવાય છે કે રાજેશ અને તેનો પુત્ર દીપક સાત વર્ષ પહેલા પણ ગાંધીધામમાં આ જ રીતે મિસડીકલેર કરી અને ડીઝલનો વિશાળ જહાજ લાવ્યા હતા જે કેસની તપાસ તે વખતે ચાલી જતા દીપકને જેલ થવા પામી હતી. તો વળી રાજેશ પોતો રાજસ્થાનમાં એક મોટો પ્લાન્ટ ધરાવી રહ્યો છે. અમિત અને રાજેશ માં ચામુંડાની મહેરથી રાજસ્થાનમાં પ્લાન્ટ-ડેપો ચાલી રહ્યુ છે અને ત્યાં આગળ પણ આ રાજેશ પર બ્લુ કેરોસીનના જથ્થાનો કેસ થવા પામી ચૂકયો હોવાનુ મનાય છે. રાજસ્થાન તથા દિલ્હીમાં પણ જેલની હવા આ રાજેશ ખાઈ ચૂકયો છે.બીજીતરફ અંજાર, મુંદરા સહિતના વિસ્તારોના અમિત આણીટોળકીના પોઈન્ટ ખુલ્લા પડી રહ્યા હોવાથી હવે તે શખ્સોમાં પણ દાડેધામની સ્થિતી મચેલી છે. જયા પણ ડીજલ દાણચોરીયુકત સંગ્રહ કરવામા અવ્યુ છે ત્યાથી ફટાફટ ખાલી કરવાના હવાતીયાઓ શરૂ થઈ જવા પામ્યા છે.
 જાણકારો કહે છે કે, માથક રોડ પર માં શકિતના આર્શીવાદથી ધમધમતા અમિત-દિપકના ડીઝલ દાણચોરીના અડ્ડામાં આઠથી દસ ગાડીઓના ધાડેધાડા ઉભેલા જોવા મળી આવતા હોય છે. જેટલુ ઝડપથી બને તેટલુ આ શંકાસ્પદ મુદામાલ સગેવગે કરી લેવાની દાડધામ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત જાણકારો એમ પણ કહે છે કે, ડીએસઓ-પોલીસ સહિતના વિભાગ દ્વારા અહી તવાઈ બોલાવાય તો ઘણુ બહાર આવી શકે તેમ છે. આ ઉપરાંત કંડલા સંકુલમાં આવેલા વિવિધ ટેન્કસમાં પણ એમએચઓના નામે જે મુદામાલ સંગ્રહ કરવામા આવી રહ્યો છે તે ખરેખર એમએચઓ છે કે પછી ડીઝલ ગેરકાયદેસર રીતે આયાત કરી અને તેને સ્ટોર કરવામા આવ્યો છે? તેની પણ રેન્ડમલી ચકાસણીઓ શરૂ કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM