પૂર્વ કચ્છના વાગડ પંથકમાં નકલી પત્રકારોનો વધતો અધમ
જો...જો... કયાંક વાગડ ગુનાખોરીમાં ન થઈ જાય આગળ
સોશિયલ મીડિયામાં મીડિયાના નામે એકાઉન્ટ બનાવી પોતાને પત્રકાર સમજતા અસામાજિક અને ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે કાયદાના રક્ષકો કયારે કરશે લાલઆંખ ? : જાગૃત વાગડવાસીઓનો વેધક સવાલ
આવા પત્રકારો સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએઃ ફરિયાદ ન કરવાથી આવા તત્વો ફાટીને ફૂલે કે ચડે છેઃ જાગો ને આવારા તત્વોને સીધા કરવા માટે કાયદાનો ઉપયોગ કરો તો આ બધું નાશ થઈ જશે
રાજકીય પક્ષમાં ભૂતકાળના હોદાઓના પાટીયા પોતાની બ્લેક કાચવાળી ગાડીમાં લગાવી
ગેરપ્રવૃત્તિ કરતા નેતાઓની તપાસ જરૂરી : ભુતકાઈના હોદાઓ અને પ્રેસના પાટીયા ઝુલાવી દારૂ વેંચાણ જેવા ગેરકૃત્વો કરનાર લોકો બન્યા બેફામ : સ્થાનિક પોલીસ લુખ્ખાઓને છાવરવાના બદલે કાયદાનો પરચો બતાવે તેવી પ્રબળ બની લોકલાગણી
ભચાઉ-કચ્છઉદય : કચ્છના પ્રવેશદ્વાર એવા વાગડ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે થઈ હોય તેમ આવારા તત્વોનો અધમ વધી રહ્યો છે. ખાસ કરીને વાગડના રાપર અને ભચાઉ તાલુકામાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા બોગસ મીડિયા કર્મીઓ જાણે કાયદાથી ઉપર હોય તેમ લુખ્ખાગીરી ચલાવી નિર્દોષ વાગડવાસીઓને ટેનકેન પ્રકારે પરેશાન કરી રહ્યા છે. આ સાથે ભૂતકાળના હોદાઓના પાટીયા લગાવી બ્લેક કાચવાળી ગાડીઓ દોડાવતા અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધ્યો છે. વાગડમાં ઠેર-ઠેર મળી આવતા આવા અસામાજિક અને ગુનાહિત માનસ ધરાવતા લોકો સામે પગલા લેવામાં સથાનિક પોલીસનું ઢીલું વલણ લોકચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આ અંગે વાગડના પ્રબૃધ્ધના નાગરિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી વાગડના રાપર અને ભચાઉ તાલુકામાં બોગસ પત્રકારોનો રાફડો ફાટી નિકળ્યો છે. સોશિયલ મીડિયામાં ન્યુઝ કે મીડિયાના નામે એકાઉન્ટ બનાવી લઈ પોતાને પત્રકાર સમજતા લેભાગુઓ તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. હાથમાં મોબાઈલ ફોન અને ભુંગડા લઈને ફરતા બનાવટી મીડીયાકર્મીઓ લોકોને ખોટી રીતે બ્લેકમેલ કરી પૈસા પડાવવાના પ્રંપચો કરતા રહે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગો સામે ખોટી ફરિયાદો કરવી, ખનિજ ધંધાર્થીઓને દબાવવા જેવા કામો કરતા રહે છે. આ ઉપરાંત કેટલાક લોકો કોઈ રાજકીય સંગઠનના ભૂતકાળના હોદાઓના પાટીયા પોતાના વાહનમાં લગાવી બ્લેકકાચવાળી ગાડીઓ લઈ કાયદાના ધજાગરા ઉડાવતા રહે છે. સાથે જ આ વિસ્તારમાાં જાગૃત નાગરિકોએ જણાવે છે કે દેશી- વિદેશી દારૂના ધંધાર્થીઓપણ હવે કાળા કાચની ગાડીઓમાં ખોટા હોદાઓના પાટીયા લગાવી કે નકલી પત્રકાર બની પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે. નકલી પત્રકારો અને હોદેદારોના પાટીયા જોઈ પોલીસ પણ તેમની તપાસ કરતી નથી. જેથી આવા લુખ્ખાઓને મોકળું મેદાન મળી જાય છે. કાયદાના રક્ષકો જો તટસ્થ તપાસ કરે તો વાગડ વીસ્તારમાં અધમ મચાવનાર આવારા તત્વોમાં કાયદાનો ડર પ્રવેશી શકે. પશ્ચિમ કચ્છમાં જે રીતે પોલીસે કડક કાર્યવાહી કરી ભુતકાળના હોદાઓના પાટીયા ઉતરાવી લીધા હતા. તેવી જ કડક કાર્યવાહી ભચાઉ- રાપરમાં પોલીસ દ્વારા કરવામાં આવે તેવી લાગણી વાગડના જાગસત નાગરિકો વ્યકત કરી રહ્યા છે.

Comments