કાસેઝમાં દાણચોરીયુકત સોપારી સ્મગલીંગ કાંડમાં અમદાવાદ DRI ને કેમ ખાલી હાથે પાછું ફરવુ પડયુ..?
વાડ જ ચીભડાં ગળી ગયુ.!
વિદેશથી સોપારી સ્મગલીંગ યુકત સોપારીની તપાસમાં અમદાવાદ ડીઆરઆઈ કાસેઝ સુધી ત્રાટકી, પરંતુ હાથે કંઈ કેમ ન લાગ્યું? ડીઆરઆઈના જ કયા ભ્રષ્ટતત્વો, કસ્ટમના પલળેલાઓએ ખેલ પાડી દીધો? સંકુલના આંતરીક બેડામાં ચર્ચાઓ તેજ
કાસેઝમાં બહુચર્ચિત રહેલા યુનિટમાં અમદાવાદ ડીઆરઆઈને મળેલી બાતમી આધારે સફળ દરોડો પડે તે પહેલા જ સ્થાનિકના ભ્રષ્ટ બાબુઓએ માહીતી લીક કરી દીધી અને ડોકયુમેન્ટસ બદલાઈ ગયા.!
ખાટલે મોટી ખોટ : કાસેઝના યુનિટમાં આ રાજેશ દ્વારા સોપારી મંગાવી હતી પરંતુ ડોકયુમેન્ટસમાં કલાસીફીકેશનમાં પાવડર દર્શાવયો હતો, ડયુટીચોરી તગડી ખાઈ લેવાની વેતરણ હતી, પરંતુ અમદાવાદ ડીઆરઆઈની માહીતી લીક થતા રાજેશને સ્થાનિકના જ ભષ્ટ્ર તત્વોએ સોપારી જ ડીકલેર કરવાનુ કહી દેતા કાગળોમાં ફેરફારથી મામલો સાચવી લેવાયો? સ્થાનિકના કસ્ટમ અથવા ડીઆરઆઈના કયા તત્વા રાજેશની સાથે ભાગબટાઈમાં હતા?
ગાંધીધામ : દેશના બે મોટા બંદરો પર મિસડીકલેરેશન કૌભાડો સતત ચર્ચામાં આવવા પામી રહયા છેે. ચાઈનિજ ફટાકડા તથા સિગારેટ સ્મગલીંગના એક તરફ મુંદરામાં ખુલાસા થવા પામી રહ્યા હતા તો બીજીતરફ તે જ સમયે ઝોનમાં પણ અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકી અને સોપારી દાણચોરી કેસમાં છાનબીન કરી રહી હોવાની ચર્ચાઓ વેગવાન બનવા પામી ગઈ હતી. મુંદરાનુ પ્રકરણો તો સામે આવી ગયા પરંતુ ઝોનમાં અમદાવાદ ડીઆરઆઈ આવી, ત્રાટકી, તપાસ કરી પણ કેસ થયો કે નહી? તે સહિતના મામલે સકુલમાં ચર્ચાઓ ચાલી રહી છે. જેમાથી એક મોટો જાણકારવર્ગ કહી રહ્યો છે કે, અમદાવાદ ડીઆરઆઈ પાસે ચોકકસ માહીતીઓ હતી અને અઠંગ દાણચોર શખ્સના યુનિટ પર જ સોપારી દાણચોરીની તપાસ બાદ કેસ થવાનો હતો પરંતુ લંબાણપૂૃવકની દોડધામ બાદ અમદાવાદ ડીઆરઆઈને કાસેઝમાથી ખાલી હાથે જ પાછુ જવાનુ થયુ? આવુ કેમ થયુ? તેને લઈને જે ચર્ચા ચાલી રહી છે તે વધારે ગંભીર જ હોાનુ દર્શાય છે. કહેવાય છે કે, વિદેશથી સોપારી આયાત રાજેશ નામના શખ્સે કાસેઝના તેના યુનિટમાં લાવવા કરી હતી. લાવ્યો સોપારી હતો પણ ડોકયુમેન્ટસમા પાવડર દેખાડયો હતો એટલે ઓછી ડયુટી ભરી અને સોપારી કાઢી લેવાની વેતરણ હતી. આ માહીતી અમદાવાદ ડીઆરઆઈ પાસે પહોચી જવા પામી હતી અને તે ત્રાટકી રહી છે તેવી માહીતી સ્થાનીકના જ અમુક ભ્રષ્ટ બાબુઓએ આ રાજેશ નામના શખ્સને આપી દીધી અને એથી જ કસ્ટમના ડોકયુમેન્ટસમાં જે કલાસીફીકેશન હોય છે તે જડપથી તેણે ચેન્જ કરાવી લીધુ. એટલે કે સોપારી લાવ્યો હતો અને પાવડર દેખાડયુ હતુ તેના બદલે કાગળો પર પણ સોપારી જ દેખાડી દીધી અને તેના લીધે જ મિસડીકલેરેશનનો કેસ ન બન્યો અને હવે સોપારીના જથ્થા બાબતે જે પેનલ્ટી ભરવા પાત્ર હશે તે ભરી દેશે અને માલ પણ કાઢી લેશે? આ રીતે અમદાવાદ ડીઆરઆઈનો ધક્કો વિફળ નીવડયો હાવેાનુ મનાય છે.
...............
રાજેશ તરીકે ઓળખાવતા કિર્તી નું કારનામું?
જો આ રાજેશની કર્મકુડળીઓ ચકાસવામાં આવશે તો સિગારેટ-ડ્રાયડેટસ-કોસ્મેટકી, તરબુચનાબીજ, સોપારી સહિતની અલગ અલગ અનેકવીધ કોમોડીટીમાં દાણચોરી કરતો હોવાના થશે ખુલાસો
ગાંધીધામ : કચ્છના બંદરો પર પોતાનુ નામ રાજેશ ઓળખાવી અને કિર્તી તરીકે પંકાયેલા શખ્સે આ કારનામાન અંજામ આપયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે સોપારી તેણે આ પ્રથમ જ વખત મંગાવી હશે તેવુ નથી. અને સોપારી ઉપરાંત પણ તે વિવિધ કોમોડીટીમાં આવા જ ખેલ પાડતો હોવાનુ મનાય છે. છુઆરા-ડ્રાય ડેટસ, કોસ્મેટકી આઈટમ્સ, તરબુચના બીજ, સોપારી, સિગારેટ સહિતની કઈક વસ્તુઓ દાણચોરીયુકત આ રાજેશ મંગાવતો હાવેાનુ મનાય છે.
.............
મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટ અજીતની ટોળકી બેફામ.!
કસ્ટમનો કયો ભ્રષ્ટ આશીષ ફાટીને ગયો છે ફુલેકે?
જેના લીધે દાણચોરો ને મળ્યું છે મોકળુ મેદાન..!
આશીષ પાર્ટીઓને સામેથી બોલાવી બોલાવી અને મિસડીકલેરેશન કરવાના શીખાડી રહ્યો છે પેંતરા : હું બેઠો છુ..તમને મંગાવુ હોય તે મંગાવો, કલીયર કરાવી દઈશ.!
સુનીલ નામનો પણ ભ્રષ્ટ બાબુ દાણચોરોને આપી રહ્યો છે મોકળુ મેદાન : સ્થાનિક DRI માથી તાજેતરમાં જ અમદાવાદ તગેડી દેવાયેલ એક વિવાદીત ઉચ્ચ અધિકારી પણ ઝોનમાં આવા કારસ્તાનના વાવી ગયો છે બીજ
ગાંધીધામ : અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકી અને સોપારી દાણચોરને ઝડપી પાડે તે પહેલા જ બધુ જ સમુસુથરૂ થવા પામી ગયુ. આ કેવી રીતે શકય બન્યુ? જાણકારો કહી રહ્યા છે કે, સોપારી દાણચોર રાજેશની સાથે આ કાડમાં મુંદરાથી લઈ અને સ્થાનિકના અમુક ભ્રષ્ટ તત્વો સંડોવાયેલા હતા. કહેવાય છે કે, અમદાવાદથી થોડા સમય પહેલા મુંદરામાં પાછો ગોઠવાઈ ગયેલ અજીત અને તેના ઈશારે કામ કરી રહેલા સુનીલ તથા આશીષ નામના પલળેલા તત્વોનું આ કારસ્તાન છે. અમદાવાદ ડીઆરઆઈની બધી જ મહેનત પર પાણી ઢોળ આ ટોળકીની ભ્રષ્ટ ભાગબટાઈના લીધે થવા પામી ગયુ છે.

Comments