Trending News
સ્થાનિક સમાચાર

જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયુ

09 December




વિદ્યાર્થીઓ એકબીજાને મળી ભાવવિભોર બની પોતાની જૂની યાદોને વગોળી

ભુજ - કચ્છઉદય : જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ એકબીજાને મળી ભાવવિભોર બની પોતાની જૂની યાદોને વગોળી હતી. સરસ્વતી વંદના કર્યા બાદ દીપ પ્રાગટ્ય શાળાના આચાર્ય નારાયણસિંઘ,  શાળાના સિનિયર ભુતપૂર્વ વિદ્યાર્થી બીપીનભાઈ ભટ્ટ, જનરલ સર્જન ડૉ. ઘનશ્યામભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપ આચાર્ય અનિતાબેન દ્વારા સ્વાગત કરી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ અહેવાલઅને રજૂ કરાયા હતા.
વિદ્યાલયના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં શાળાના ભુતપૂર્વ વિધાર્થી જગદીશભાઇ વાઘેલા જેમને આ વર્ષે નેશનલ નવોદયન ઓફ ધ યર ૨૦૨૫ એવોર્ડ મળેલે બદલ શાળા અને શાળાના આચાર્ય, તેમના બેચ મેટ અને તમામ ભુતપૂર્વ સંગઠન વિદ્યાર્થીવતી મોમેંટો દ્વારા વિશિષ્ટ સન્માન કરી નવોદય વિધાલય કચ્છનું ગૌરવ ગણાયું હતું. જામનગરથી હાજર રહેલા નિવૃત્ત શિક્ષિકા વર્ષાબેન ત્રિવેદીનું શાલ દ્વારા સન્માન કરાયુ હતું. નવોદય ડુમરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિઘ ક્ષેત્રોમાં જેમ કે ડૉક્ટર, ઈન્જીનીયરમાં કાર્યરત છે તેમને બાળકોને અલગ અલગ ક્ષેત્રોની માહિતી આપી સખત પરિશ્રમનુ મહત્વ અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યાઓમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. સંચાલન ઓમ મકવાણા, અનુજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી જગદીશભાઈ વાઘેલા અને શાળાની શિક્ષિકા મીનાક્ષી શર્માએ કરી હતી આભારવિધિ શિક્ષક સાકાર ચતુર્વેદી દ્વારા કરવામા આવી હતી.
------ 

Comments

COMMENT / REPLY FROM