ડિપ્લોમા ઈન જૈનોલોજીમાં જૈની મોરબીયા ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ભુજ -કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ ભુજના શ્રાવિકા જૈની હિરેનભાઈ મહેન્દ્ર મોરબિયાએ આદિનાથ જૈન ટ્રસ્ટ ચેન્ન દ્વારા સમગ્ર ભારત લેવલે લેવાયેલ ડિપ્લોમાં ઈન જૈનોલોજીની પરીક્ષમાં પ્રથમ ક્રમાંક મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું છે.
આદિનાથ જૈન ટ્રસ્ટ ચેન્નાઈ દ્વારા ફેબ્રુઆરી -ર૦રપમાં ડિપ્લોમા ઈન જૈનોલોજી પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં ર૩ હજાર જેટલા સ્પર્ધાકો જોડાયા હતા, જેનું તાજેતરમાં પરિણામ ઘોષિત થતાં આરાધના ભવન જૈનસંઘ ભુજની અમૃત જ્યોત પાઠશાળામાં પંડિતવર્ય દિપકભાઈ કોઠારી અને સુનિલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા જૈની હિરેનભાઈ મહેન્દ્ર મોરબિયાએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતા. જેમનું આદિનાથ જૈન ટ્રસ્ટ ચેન્નઈ દ્વારા મેડલ એનાયત કરી અભિવાદન કરાયું હતું. આ સફળતા બદલ દિપકભાઈ કોઠારી, સુનિલભાઈ શાહ, કમલભાઈ મહેતા, ચંદુલાલ ગઢેચા, રસીકભાઈ સંઘવી, દલીચંદભાઈ મહેતા, ધીરજલાલ મહેતા, નરેન્દ્રભાઈ, રીતેશ સંઘવી સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા. તો પાઠશાળામાં જ્ઞાન મેળવતા અન્ય મનીષા ત્રેવાડિયા, વર્ષાબેન મહેતા, કાશ્મીરાબેન શાહે નેત્ર દિપક સફળતા હાંસલ કરી હોવાનું વેલજીભાઈ ગણેશભાઈ મહેતાની યાદીમાં જણાવ્યું છે.
-----

Comments