Trending News
સ્થાનિક સમાચાર

નાબાર્ડના કચ્છ જિલ્લા માટેના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પોટેન્શિયલ લિન્કડ ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ

09 December



ભુજ -કચ્છઉદય : કચ્છ અને કચ્છ જિલ્લાની ડીસીસી / ડીએલઆરસીની સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર માટેની ૧૬૧મી બેઠક ડીઆરડીએ નિયામક નિકુંજ પારેખના અધ્યક્ષ સ્થાને કલેક્ટર ઓફિસ ભુજના કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીએમ નાબાર્ડ કચ્છ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે તૈયાર કરાયેલ કચ્છ જિલ્લાના પીએલપીનું લોન્ચિંગ કર્યું હતું. 
આ પ્રસંગે ડીવાય. ડીડીઓ વી. એમ. પ્રજાપતિ, સુશીલ શાહાણે, મિતેશ ગમિત, કે. ઓ. વાઘેલા, નીરજકુમાર સિંહ અને વિવિધ બેંકો તેમજ સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા સંયોજકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ સમક્ષ એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં વિવિધ પ્રાથમિકતા ક્ષેત્રો અને પેટા -ક્ષેત્રો હેઠળ આરબીઆઈ દ્વારા જારી કરાયેલ પ્રવર્તમાન માર્ગદર્શિકાઓના સંદર્ભમાં પ્રક્ષેપણોના મૂલ્યાંકનના તર્ક પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમિતિને જાણ કરવામાં આવી હતી કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કચ્છ જિલ્લામાં બેંક ધિરાણ વધારવાની સંભાવના રૂા. ૨૪૨૧૨.૨૪ કરોડ આંકવામાં આવી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આંકવામાં આવેલી રૂા. ૧૮૧૮૭.૪૫ કરોડની સંભાવના કરતાં ૩૩.૧૩% નો વધારો દર્શાવે છે.
કચ્છના પીએલપી ૨૦૨૬-૨૭ ના પ્રાથમિકતા ક્ષેત્રો/પેટા-ક્ષેત્રો હેઠળના પ્રક્ષેપણોના આધારે, એલડીએમ, કચ્છ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કચ્છ જિલ્લાનો વાર્ષિક ધિરાણ પ્લાન તૈયાર કરવામાં આવશે અને તે મુજબ જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકો / શાખાઓને લક્ષ્યો ફાળવવામાં આવશે.
-----

Comments

COMMENT / REPLY FROM