Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા પોલીસે યુવાનની ગુમ નોંધને ગંભીરતા લઈ હત્યાનો ભેદ ઉકેલ્યો : એસ.પી. વિકાસ સુંડા

09 December

એસપી વિકાસ સુંડાએ મુરૂના ચકચારી બનાવની વિગતો આપવા સાથે નખત્રાણા પોલીસની કામગીરીની કરી સરાહના : પ્રેમ સબંધમાં હત્યાના બનાવને અંજામ અપાયો : હાલમાં બોરવેલમાંથી અંગો શોધવા સાથે વિવિધ મુદ્દા પર તપાસ ચાલુમાં હોવાનું નિવેદન

ભુજ-કચ્છઉદય : નખત્રાણા તાલુકાના મેુરૂ ગામે ગુમ થયેલા યુવાનની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં એસપી વિકાસ સુંંડાએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર વિગતો જાહેર કરી હતી. જેમાં નખત્રાણા પોલીસે ગુમ નોંધને ગંભીર ગણી આ ચકચારી બનાવ સુધી પોલીસ પહોંચી હતી. 
આ બાબતે એસપીએ જણાવ્યું કે, ર તારીખે રાત્રે મરણજનાર યુવાન રમેશ મહેશ્વરી ઘરેથી નિકળી ગયો હતો. મિત્રોને મળવા જાઉં છું, તેમ કહીને ગયેલો યુવક ર૦ કલાક સુધી પરત ન આવતા તેના પરિવાર દ્વારા નખત્રાણા પોલીસનો સંપર્ક કરી ગુમનોધ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના મિત્રો, સંબંધીઓની પુછપરછ કરવામાં આવી એ દરમ્યાન આરોપી કિશોર શંકામાં આવ્યો હતો. રમેશને એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો અને આ કિશોરને એ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવો હોઈ કિશોર અને રમેશ વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં સમાધાન થયું હતું. આ કિશોરે યુવતીને ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હોઈ યુવતીએ તેને ઈન્સ્ટામાં બ્લોક પણ કર્યો હતો. કિશોર પર શંકા હોવાથી તેની આકરી પુછપરછ કરવામાં આવતા હકીકત જણાવી હતી. જેમાં તેણે પોતાની વાડીમાં કપાસનો પાક વેચી દીધા પછી ર તારીખે રાત્રે રમેશને જમવા માટે વાડીએ બોલાવ્યો હતો. બાઈક લઈને કિશોર રમેશને લઈ જઈ વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં મદદગાર આરોપી વિનય ઉર્ફે સુમિત મળ્યો હતો. ત્રણેય જણા વાડીએ હતા ત્યારે કિશોર અને રમેશ વચ્ચે મહિલા બાબતે માથાકુટ થઈ અને ઉશ્કેરાટમાં આવી કિશોરે પાવડાના ફટકા મારી હત્યા નિપજાવી હતી. બાદમાં પોલીસ કાર્યવાહીથી બચવા માટે ડેડબોડી અને પુરાવાનો નાશ કરવાનું નક્કી કર્યું અને કુહાડી અને ધારીયા વડે તેનું માથું ધડથી અલગ કરી બોરવેલ નં. ૧ માં, બન્ને હાથ અને ચપલ બોરવેલ નં. ર માં અને હથીયારો થેલીમાં ભરી બોરવેલ નં. ૩ માં નાખી ત્રણેય બોરવેલ પર પથ્થર ઢાંકી દીધા અને કપડા સળગાવી લોહી વાળી માટી જુના કુવામાં નાખી હતી. રમેશના શરીરને જમીનમાં બે થી અઢી ફુટનો ખાડો કરીને દાટવામાં આવ્યો હતો. ત્યાંથી ધડ શોધી લેવાયું હતું, જયારે બોરવેલમાંથી અંગો રિકવર કરવાની કામગીરી ચાલુમાં છે. આ બનાવમાં નખત્રાણા પોલીસે ગુમ નોંધ દાખલ કરી શરૂઆતથી કરેલી તલસ્પર્શી કાર્યવાહીને કારણે ગંભીર પ્રકારના મર્ડરના બનાવનું ડીટેક્શન થયું છે. આ કામગીરીમાં માટે તાજેતરમાં ડીજીપી ડિસ્કથી સન્માનિત નખત્રાણા પીઆઈ એ. એમ. મકવાણા, પીએસઆઈ આર.ડી. બેગડીયા, એમ. વી. સામળા, તેમજ એએસઆઈ પિંકરાજસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ જાડેજા, જયંતી માજીરાણા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ડામોર, મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, કોન્સ્ટેબલ મુકેશભાઈ મોદી, કુંભાભાઈ ચૌધરી, દામજીભાઈ જેપાર અને ટીમને અભિનંદન આપ્યા હતા. એસપીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા સાથે એકસપર્ટની મદદ લેવામાં આવી રહી છે. બોરવેલના સંચાલકો સાથે સંપર્કમાં રહી અંગો બહાર કાઢવા સહિતની તમામ તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.
---


બોરવેલમાં આપઘાત અને મર્ડરના બનાવની ઓપરેન્ડી ચિંતાજનક

આજથી ૧૧ મહિના પહેલા ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં રાજસ્થાની યુવતીએ બોરવેલમાં આપઘાત કર્યો હતો. જે બાદ તાજેતરમાં કુકમા ગામે યુવાને બોરવેલમાં ઝંપલાવ્યું હતું. જે બાદ હવે હત્યા કરી અંગો બોરવેલમાં ફેકી દેવામાં આવ્યા છે. એસપીએ આ બાબતે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમ્યાન બોરવેલમાં સામે આવતી આવી ઘટનાની મોડસ ઓપરેન્ડી ઘણી ચીંતાજનક છે. આવા બનાવમાં બોડીને બહાર કાઢવા માટે આર્મી, એનડીઆરએફ, પોલીસ સમગ્ર તંત્ર કામે લાગે છે. 
 

Comments

COMMENT / REPLY FROM