મુંદરામાં IPS ની નિયુકિતથી ધંધાર્થીઓમાં ફફડાટ : બેનામી ધંધાઓના વળતા પાણી શરૂ : વહીવટદારોની દુકાનોના સંકેલા
મુદરામાં ઉભી કરાયેલી નવી ખાસ જગ્યા પર આઈપીએસ ગૌતમ વિવેકાનંદનની નિમણુકના સમાચાર માત્રથી બેનામી ધંધાર્થીઓમાં નાશભાગ : બુટલેગરોનું તો હવે આવી જ બન્યું..! એએસપી પદે નવનીયુકત અધિકારી આરૂઢ થાય એ પહેલા જ અમુક બેનામી ધંધાવાળાઓ ભુગર્મમાં ઉતર્યા તો કેટલાકે સ્થળ બદલાવવાની આવી નોબત - તો વળી અમુક બની બેઠેલા વહીવટદારોની દુકાનોના વાવટા પણ સંકેલાવવાના શરૂ
નવા આવેલ એએસપી તપાસ કરાવે કે આવા અડ્ડાઓ મુંદરાની આજુબાજુમાં લાંબા સમયથી પુરેેપુરો પગપેસારો
કરીને મજબુત બની ગયા છે..! : શું એએસપીને આવા ભ્રષ્ટાચારીઓ સફળ થવા દેશે ખરા ?
પંજાબ-મુન્દ્રા માર્ગે કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી પકડાયા બાદ પરિસ્થિતિ ગંભીર બની : ગુજરાત સરકારે ખાસ કિસ્સામાં મુન્દ્રા માટે IPS SP પોસ્ટ વધારી હવે મુન્દ્રામાં બેનામી ધંધાવાળાઓ માટે કડક વલણની શરૂઆત : કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા અને ગેરકાયદેસર તત્વો પર સખ્ત કાર્યવાહીનું સંકેત
ASP તરીકે ગૌતમ વિવેકાનંદની નિમણૂક થતા બેનામી ધંધાવાળાઓમાં નાશભાગ : વહીવટદારોની ‘સેટિંગ’થી ચાલતી દુકાનો પર તાળા વાગવાની શક્યતા
ગાંધીધામ : તાજેતરમાં ગુજરાત કેડરના વર્ષ ૨૦૨૨-ર૩ની ૯ આઈપીએસ અધિકારીઓની બીજા તબક્કાની તાલીમ પૂર્ણ થતાં તેમને રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટિંગ અપાઈ છે તે પૈકી રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ મુન્દ્રામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ૨૦૨૩ની બેચના આઈપીએસ અધિકારી ગૌતમ વિવેકાનંદની નિયુક્તિ કરાઈ છે. મુન્દ્રામાં પ્રથમ વખત આઈપીએસ અધિકારીને કાયમી છજીઁ તરીકે નિમણૂક આપવામાં આવી છે. અદાણી પોર્ટના લીધે વિકાસની નવી ઉંચાઈઓને સિદ્ધ કરનાર મુંદરા વિસ્તારમાં કેટલીક અસામાજીક પ્રગૃતીઓ પણ પાંગરી જવા પામી હાવેાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. અહી આયોજનબદ્ધ ગુનાઓ એટલે કે ઔર્ગેનાઈઝ ક્રાઈમને ડામવા અનિવાર્ય જ બની ગયા હોય તેમ હોવાથી સરકારશ્રીએ પણ તેની ખુબ ગંભીર નોધ લઈ અને મુંદરામાં આઈપીસીની ખાસ જગ્યા ઉભી કરી છે. મુન્દ્રામાં ASP ની જગ્યા પર આઈપીએસ અધિકારી ગૌતમ વિવેકાનંદની નિયુક્તિ થતાં જ બેનામી ધંધાવાળાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સાથોસાથ જ કેટલાક બનીબેઠેલા વહીવટદારોની ‘દુકાનો’ પણ હવે બંધ થવાના આરે આવી હોવા જેવો વર્તમાન પરિસ્થિતિનો અહેસાસ થવા માંડ્યો છે.મુન્દ્રા માત્ર દેશના નકશા પર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પોર્ટ લેવલ પર પણ પોતાનો ડંકો ગજવી રહ્યું છે. વિકાસની આ તેજ ગતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ પણ મૂળ પકડી રહી હતી. બેનામી ધંધાવાળાઓ વહીવટદારોની નજીક જઈ ફાટીને ફુલેકે ગયાં હોય એવા સંકેતો મળતા રહ્યા હતા. તેનો તાજો દાખલો પંજાબથી મુન્દ્રાના રેલમાર્ગ મારફતે કરોડો રૂપિયાના દારૂની હેરાફેરીનો છે. જે પકડાઈ જતાં સમગ્ર ગુજરાતમાં તેનું નેટવર્ક ખુલ્લું પડી ગયું હતું.આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે વિશેષ કિસ્સાની ધોરણે મુન્દ્રામાં સીધી IPS કક્ષાની SP પોસ્ટ મંજુર કરીને ગૌતમ વિવેકાનંદની નિમણૂક કરી છે. IPS અધિકારીરાવાનું આગમન થાય તે પહેલા જ મુન્દ્રામાં કરોડો રૂપિયાનો દારૂ હવે વિજિલન્સ નહી સ્થાનિક પોલીસ દ્વારા પણ પકડાવા માંડ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે હવે બેનામી ધંધાવાળાઓ માટે મુન્દ્રાની જમીન ‘સેફ ઝોન’ રહેશે એવી માન્યતા તૂટી રહી છે. એએસપી પદે આઈપીએસની નિમણુક થવા પામી જતા હવે લાગે છે કે મુન્દ્રામાં બેનામી ધંધાવાળાઓના દિવસો પૂરા થવા તરફ આગળ વધી રહ્યા છે.૨૦૨૩ની બેચમાં તેઓ ગુજરાત કેડરમાં જોડાયા અને વડોદરા ગ્રામ્ય ખાતે એએસપી તરીકે તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ મુન્દ્રામાં મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓના આગમન થયા બાદ મુંદરામાં કાયદો વ્યવસ્થા વધારે સુદ્રઢ બને તેવો આશાવાદ અહીના પ્રજાજનોમાં સેવાઈ રહ્યો છે.

Comments