Trending News
સ્થાનિક સમાચાર

ભાવનગરની પેથોલોજી લેબમાં ભભૂકતી આગ : કચ્છની હોસ્પિટલોમાં પણ તાત્કાલીક તવાઈ જરૂરી

09 December

શું આપણા આરોગ્યતંત્રમાં સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે?


સુરક્ષા સિસ્ટમ પર ગંભીર પ્રશ્નચિન્હ, કચ્છ સહિત સમગ્ર રાજ્યની હોસ્પિટલોએ ચેતવણી લેવાની જરૂર : કેટલાં સેન્ટરોમાં ફાયર ર્દ્ગંઝ્ર સમયસર રિન્યૂ થાય છે? કેટલાંય પાસે કાર્યરત સ્મોક એલાર્મ સિસ્ટમ છે?કેટલાં સ્ટાફને ફાયર ડ્રિલનું તાલીમ છે?


ગાંધીધામ : ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તામાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક લાગેલી ભયંકર આગે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો. ધુમાડાના ગાઢ ગોળા, ચારેતરફ દોડધામ અને લોકોને બહાર કાઢવા સ્થાનિક યુવાનો દ્વારા હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીરી, આ દ્રશ્યે એક જ પ્રશ્ન ઉભો કર્યો છે કે શું આપણા આરોગ્યતંત્રમાં સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે? આ ઘટનામાં તો બાળકો 
અને વૃદ્ધોને ઝડપી બહાર કાઢવાના પ્રયાસો પ્રશંસનીય છે, પરંતુ આ ઘટનાએ એ હકીકત સ્પષ્ટ કરી છે કે હોસ્પિટલ, લેબ, પોલી ક્લિનિક જેવી જગ્યાઓમાં આગસુરક્ષા માત્ર કાગળ પર જ છે અને વાસ્તવિકતામાં અધૂરા પ્રબંધો જ દેખાય છે. ભાગનગરમાં બનેલી ઘટનાએ ફરીથી વધુ એક વખત કચ્છના પણ જવાબદાર સરકારીતંત્રને ચોકકસથી વિચારતા કરી દીધા હોય તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય. આ ઘટના અંગે કચ્છની હોસ્પિટલોએ પણ તાત્કાલિક ચેતવણી લેવી જરૂરી છે.  આ ઘટના ભાવનગરની છે, પરંતુ તેનો પાઠ સમગ્ર ગુજરાત માટે છે. ખાસ કરીને કચ્છ માટે. કચ્છના શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી હોસ્પિટલોની સંખ્યા વધી છે; મલ્ટી-સ્પેશિયાલિટી ક્લિનિકો, પેથોલોજી લેબ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વધી રહ્યા છે. પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ અહી જો જોવા જઈએ તો સવાલ થઈ રહ્યો છે કે, કેટલાં સેન્ટરોમાં ફાયર ર્દ્ગંઝ્ર સમયસર રિન્યૂ થાય છે? કેટલાંય પાસે કાર્યરત સ્મોક એલાર્મ સિસ્ટમ છે?કેટલાં સ્ટાફને ફાયર ડ્રિલનું તાલીમ છે? આ પ્રશ્નોના જવાબ ચોંકાવનારા હોઈ શકે છે. કચ્છ ભૂકંપની ધરતી અહીં સલામતી પર ડબલ ધ્યાન હોવું જોઈએ. પણ વાસ્તવિક સ્થિતિ તેનાથી વિપરીત છે. આગ જેવી ઘટનાઓ ક્યારે, ક્યાં અને કેવી રીતે બનશે તેની આગાહી શક્ય નથી. પરંતુ સુરક્ષા સિસ્ટમ મજબૂત હોય તો જાનહાનિ ટાળી શકાય.


.........


સરકારી તંત્ર હવે જાગશે? : કચ્છ સહિતની
હોસ્પિટલોમાં ફાયર ઓડીટ થવુ જ ઘટે


ગાંધીધામ : ઘટનાઓ પછી તપાસ, કમિટી અને રિપોર્ટો બને છે પણ જમીન પર સુધારો કેટલીવાર અમલમાં આવે છે? ભાવનગરની આગ સરકાર માટે સખત ચેતવણી છે. હવે તમામ હોસ્પિટલો અને લેબોરેટરીઓનું ફાયર ઓડિટ તાત્કાલિક કરવું. ફાયર ર્દ્ગંઝ્ર વગરની સંસ્થાઓને નોટિસ અને પગલાં, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગ વચ્ચે કો-ઓર્ડિનેશન, દર છ માસે ફરજિયાત ફાયર ડ્રિલ, બિલ્ડિંગ નિયમોનું કડક પાલન,આ બધું હવે કરવાનું છે કાલે નહીં. ભાવનગરની લેબ આગ કોઈ અકસ્માત નથી.તે આપણા તંત્રની નબળાઈનું પ્રતિબિંબ છે. જો આજથી જ કચ્છ સહિત સમગ્ર ગુજરાતની હોસ્પિટલો સુરક્ષા ધોરણોમાં સુધારો કરશે તો આવતી કાલે ઘણા જીવ બચાવી શકાશે. આ ઘટના માત્ર સમાચાર નથી.તે ચેતવણી છે. સુરક્ષામાં લાપરવાહી હવે વિકલ્પ નથી.

Comments

COMMENT / REPLY FROM