Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં સિગારેટ સ્મગલીંગના તાર  કંડલા - ઝોન તરફ તો નથી લંબાયલા ને?

09 December



કસ્ટમ વિભાગના એસપી અને એસઓનીજાગૃતી ભરી કાર્યવાહીથી તાજેતરમાં એક કરોડથી વધુની વિદેશી સિગારેટ દાણચોરીયુકત પકડાઈ : આ સિગારેટ અમદાવાદ-ચેન્નઈ તરફના આયાતકાર-સીએચએ દર્શાવાઈ રહ્યા છે, પરંતુ અગાઉ મુંદરા બંદર પર સ્મગલીંગયુકત ઝડપાયેલ વિદેશી સિગારેટનો જથ્થો કાસેઝ ભણી જ જતો હોવાના થઈ ચૂકયા છે ઘટસ્ફોટ

કાસેઝના અમુક યુનિટધારકો મુંદરામાથી સિગારેટ દાણચોરી માટે કુખ્યાત રહ્યા છે, વિદેશી સિગારેટ પ્રતિબંધિત રીતે કાસેઝમાં લાવનારા આ યુનિટધારકોની પાછળ કસ્ટમના પણ જુના અને રીટાયર્ડ અધિકારીઓના નામો પણ આવી ચુકયા છે ચર્ચામાં


ગાંધીધામ :  વિદેશી સિગારેટ ભારતમાં આયાત કરવાની સામે સરકાર દ્વારા કડકાઈ દાખવતી હાવા ઉપરાંત પણ દાણચોર લોબી સમયાંતરે સિગારેટ આયાત કરવાના કારસાઓ રચતી જ રહેતી હોય તેવી ઘટનાઓ કચ્છના મુંદરામાંથી સતત ઉભી થવા પામી રહી છે. 
ડ્રગ્સ-નશાને નાથવા માટે સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ સિગારેટ સ્ટમલીંગ કરનારી ટોળકી એક યા બીજી રીતે મિસડીલેકરેશન કરી અને આવી પ્રતિબંધિત સિગારેટ ઘુસાડતા રહેતા હોય છે. દરમ્યાન જ મુંદરામાં તાજેતરમાં જ કસ્ટમના એસપી નરેશ સૌમૈયા દ્વારા ઈન્સપેકસનની પ્રક્રીયા વખતે મુંદરામાથી એકાદ કરોડની પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડયો છે. જેમાં આયાત કાર તરીકે અમદાવાદના શખ્સો તથા સીએચએ ચેન્નઈની કોઈ પાર્ટી રહી હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે અને તપાસ થવા પામી 
રહી છે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં ઝડપાયેલી સિગારેટના તાર ઝોન સાથે તો કયાંક નથી જોડાયેલા ને? કારણ કે ઝોનમાં અમુક યુનિટધારકોની સામે તાજા ભુતળકામાં મુંદરાકાં પ્લાસ્ટીક રીગ્રાઈન્ડીંગના નામે વિદેશી કરોડોની સિગારેટના સત્તાવાર કેસ થયેલા છે, અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકીને આ કેસો કર્યા છે, તેમાં સબધિત યુનિટવાળા જેલવાસ પણ ભોગવી ચૂકયા હોવા ઉપરાંત પણ સીગારેટ સ્મગલીંગમાં ઓળગાળ રહ્યા હોવાની ફરીયાદો પણ આવતી રહેતી હોય છે. દરમ્યાન જ મુંદરામાં ફરીથી સિગારેટનો જથ્થો આ ઝડપાયાો છે તેવા સમયે કાસેઝની સીગારટ દાણચોર ટોળકી ચર્ચામાં આવવા પામી રહી છેે. જાણકારો તો એમ પણ કહે છે કે, કાસેઝવાળી સિગારેટ સ્મટલીંગવાળી ટોળકીમા તો કસ્ટમના રીટાયર્ડ અધીકારીઓની પણ ભુમિકાઓ ચર્ચામા આવી હતી. આવા દાણચોરોને કસ્ટમના જ જવાબદારો રસ્તાઓ બતાવી અને બેકસપોર્ટ આપી રહ્યા હોવાની વાત પણ સામે આવી હતી. 
મુંદરામાં ઝડપાયેલા કિસ્સામાં પણ એજન્સી તપાસ આ દીશામં આદરે તો જુની સીગારેટ સ્મગલીંગ ગેંગથી તો કેાઈ તાર નથી ને? તે મામલે પણ ખુલાસાઓ થવા પામી શકે તેમ છે. 



...............


કસ્ટમવિભાગ-DRI  સાથે કેમ ન કરે સંકલન?

ગાંધીધામ : મુંદરામાં કસ્ટમ વિભાગે સ્થાનિકે એકઝામીનેશનના સમયે દાણચોરીયુકત વિદેશી સિગારેટનો જથ્થો પકડયો છે. અગાઉ મુંદરામાં અમદાવાદ સહિતની ડઈઆરઆઈ દ્વારા આવી સિગારોટો પકડી છે અને તેમાં કચ્છમાથી-કાસેઝમાથી, મુંદરામાથી કોણ કોણ કેવી કેવી રીતે સંડોવાયેલા છે, એ નેટવર્કની વિગતો ડીઆરઆઈ પાસે રહેલી જ છે, તો કસ્ટમ વિભાગ મુંદરાએ આ કેસમાં ડીઆરઆઈ સાથે સંકલન સાધવુ ઘટે.



............


એક કરોડની સિગારેટ તો પકડાઈ, જે
નીકળી ગઈ હશે તે કેટલી હશે? તેનું શું?


ગાંધીધામ : મુંદરામાં ફરીથી સિગારેટના સ્મગર્લસનો મલિન ડોળો મંડરાવવા પામી રહ્યો છે કે શું?કસ્ટમ વિભાગ દ્વારા કોર પેપરસ્ટકી ડીકલેર કરેલા કન્સાઈનમેન્ટમાંથી વિદેશી સિગારેટનો જથ્થો પકડી લીધો છે ત્યારે અહી સવાલ થાય છે કે આ તો જથ્થો પકડાઈ ગયો પરંતુ આ પહેલા આવી રીતે સ્મગલીંગયુકત સિગારેટો અહીથી નીકળી નહી ગઈ હોય તેની શું ખાત્રી?

 

Comments

COMMENT / REPLY FROM