ભુજ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
સીબીસી, સુગર, કૉલેસ્ટ્રોલ, પ્રોટીનના બ્લડ રીપોર્ટસ, ઈસીજી, એક્સ-રે સહિતના ફિટનેસ ટેસ્ટ કરાયા
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભુજના રેડક્રોસ ભવન ખાતે પત્રકારો માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દર્શનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રેડક્રોસ ભવન ભુજ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.
આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો પત્રકારો, ફોટોગ્રાફરો અને માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં રેડક્રોસના ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય, રેડક્રોસના સેક્રેટરી મિરા સાવલીયા, સીનિયર સબ એડિટર ગૌતમ પરમાર, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.આઈ.કેવલ, તબીબ ટીમમાં જયંતિભાઇ, હર્ષિલભાઇ, જીતુભાઈ સુખડીયા, ઈસીજી ટેક્નિશીયન સુરેશ ચાવડા સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વીડિયોગ્રાફરો અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો.
----

Comments