ડીપીએ-કંડલાને હાઈડ્રોજન હબ બનાવવામાં દબાણમુકત થયેલ જમીનોનો થશે ઉપયોગ : શ્રી સુશીલકુમારસિંગ
આજ રોજ રાજય પોલીસ દળ અને પ્રશાસનની મદદથી ૬ર એકર જેટલી જમીનો પરથી દબાણો દુર કરવામા આવ્યા : ડીપીએ-કંડલા ચેરમેનશ્રી
ગાંધીધામ : ડીપીએ-કંડલાને દેશનું નંબર વન પોર્ટ બનાવવા માટે અવિરત આગેકુચ કરી રહેલા વિકાસશીલ દ્રષ્ટીકોણ ધરાવતા ચેરમેન શ્રી એસ કે સિંગ દ્વારા આજ રોજ મીઠા પોર્ટ વિસ્તારમાથી દબાણો દુર કર્યા બાદ મીડીયાની સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કંડલાને હાઈડ્રોજન હબ બનાવવા માટે કેટલાક માળખાગત સુવીધાઓ માટે જમીનની જરૂરીયાત રહેલી છે. આજ રોજ સવારથી જે મેગા ડીમોલીશનની કામગીરી ચાલી રહી છે તે બાદ ખુલ્લી થયેલી ૬ર એકર જમીનનો ઉપયોગ આ વિકાસકામોમાં કરવામા આવશે.
તેઓએ કહ્યુ હતુ કે, આજ રોજ સવારથી દબાણ દુર કરવાની ઝુબેશ ચલાવી અને અંદાજીત ૬ર એકર જમીનને દબાણમુકત કરાવી છે. અહી ૪૦૦થી પ૦૦ જેટલા દબાણકારોદ્વારા કાચા-પાક્કા દબાણો કરાયા હતા તેને દુર કરાયા છે.
કંડલા પોર્ટમાં ઘણા નવા પ્રોજકેટ ચાલી રહ્યા છે. ગ્રીન હાઈડ્રોજન સહિતના પ્રોજેકટ માટે આ જમીનનો ઉપયોગ કરવામા આવશે. આજ રોજ આ ખાસ જુંબેશ દબાણોને દુર કરવા માટે કરવામા આવી હતી. આ કાર્યવાહીમા રાજય પોલીસ અને પ્રશાસનનો સપોર્ટ લઈ અને આ કાર્ય કરવામા આવ્યું છે.

Comments