Trending News
સ્થાનિક સમાચાર

વિધિના બહાને માધાપરમાં યુવતીને સંમોહિત કરી દુષ્કર્મનો પ્રયાસ

08 December



જો આ બાબત કોઈને કહે તો માતા-પિતાના મોતની આપી ધમકી



ભુજ-કચ્છઉદય : તાલુકાના માધાપર ગામે યુવતીને સંમોહિત કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં રહેતી ૧૯ વર્ષિય યુવતીએ માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, આ બનાવ ૬ તારીખે બપોરે એક વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા દરમ્યાન બનવા પામ્યો હતો.આરોપી માધાપર નવાવાસમાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલ ચંદુલાલ મારાજે ફરીયાદીને નડતરની વિધિ કરવાના બહાને વિશ્વાસમાં લઈ ગંગેશ્વર રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં 
બોલાવી કોઈ પણ રીતે સંમોહિત કરતા તેની અસરથી ફરીયાદી અર્ધબેભાન અવસ્થાનમાં થઈ જતા આરોપીએ કુકર્મ આચરવા માટે કપડા ઉતારવાની કોશિષ કરી અડપલા કર્યા હતા. ફરીયાદીએ પ્રતિકાર કરતા આ બાબતે કોઈને કહે તો માતા - પિતાનું મોત થશે, તેવી ધમકી આપી હતી. જે અંગે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પીએસઆઈ બી.એ. ડાભીએ તપાસ હાથ 
ધરી છે.




 

Comments

COMMENT / REPLY FROM