કંડલા મીઠા પોર્ટમાં દબાણો પર મેગા ડિમોલિશન ઓપરેશન
૧૯૯૮ના કંડલા વાવાઝોડા હોનારત વખતે તત્કાલીન ડીપીએ ચેરમેન એ.કે. જયોતિ અને વિપુલ મિત્રાના સમયકાળમાં જીરો પોઈન્ટથી કંડલાની બાઉન્ડ્રી
બનાવી કવર કરી લેવાની ઘડાઈ હતી રૂપરેખા, પરંતુ ડીપીએ કંડલામાં માત્ર મારૂ શું..? કરવાવાળા રેડ્ડી જેવા અધિકારીઓ આવ્યા, એટલે આવી સારી નીતીઓ-રૂપરેખાઓ અભેરાઈએ જ ચડી જવા પામી..!
૧૦૦ એકર વિસ્તાર દબાણમુક્ત બનાવવા દિન દયાળ પોર્ટ ઓથોરિટી-જિલ્લા પોલીસનું ફેઝ-૨ સંયુક્ત ઓપરેશન શરૂ; ભારે મશીનરી-ડ્રોન મોનિટરિંગ સાથે તોડફોડ કાર્યવાહી ચાલુ
આ વિસ્તારમાં પેટ્રોલિયમ એકટ અને ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ સબંધિત ગુનાઓનુ પ્રમાણ વધુ જોવા મળતુ હોવાનો છે અંદાજ : દબાણો દુર કરવા માટે ૪૦થી વધુ અધિકારીઓ અને પ૦૦થી વધુ પોલીસકર્મીઓ રખાયા તેનાત
ગાંધીધામ : દિન દયાળ પોર્ટ ઓથોરિટી તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે મળીને મીઠા પોર્ટના ૧૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલા લગભગ ૨૫૦ કરોડના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા મેગા સંયુક્ત ઓપરેશન ફેઝ-૨ શરૂ કર્યો. ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન મોનિટરિંગ હેઠળ તોડી પાડવાની કામગીરી ચાલુ કરાઈ છે.મીઠા પોર્ટ વિસ્તારને દબાણમુક્ત કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું. આ અભિયાન માટે જિલ્લાભરમાંથી ૪૦ જેટલા અધિકારીઓ અને ૫૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરાયા છે.આ વિસ્તારમાં ૪,૦૦૦-૫,૦૦૦ જેટલી વસ્તી વસવાટ કરતી હતી અને જમીનનો કુલ વિસ્તાર અંદાજે ૧૦૦ એકર જેટલો છે, જેની માર્કેટ વેલ્યુ આશરે ૨૫૦ કરોડ થાય છે. વિસ્તાર લાંબા સમયથી ગુનાખોરી, પ્રોહિબિશન,
પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી જેવા અનેક ગુનાઓ માટે કેશ્ય તરીકે ઓળખાતો રહ્યો. ઓપરેશનમાં ૨૦ ત્નઝ્રમ્, ૨૦ હિટાચી, ૪૦ લોડર, ૪૦ ડમ્ફર, ૧૦૦ ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો ઉપયોગ થયો છે. સમગ્ર કાર્યવાહીની ડ્રોન અને કેમેરાથી સતત મોનિટરિંગ થઈ રહી છે.આજ રોજ દબાણ હટાવવાની હાથ ધરાયેલી આ મેગા ઓપરેશનની કામગીરીમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ ના શ્રી રેડ્ડી,અંજાર ડી.વાય.એસ.પી મુકેશ ચૌધરી,ડી.વાય.એસ.પી શ્રી રાજગોર,ડી.વાય.એસ.પી શ્રી ભાટિયા, કંડલા પી આઈ શ્રી વાળા, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, અંજાર પોલીસ, કંડલા પોલીસ, એસ ઓ જી, એલસીબી સહીતના અધિકારીઓ કર્મચારી જોડાયા હતા.
...............
ડીપીએનો વિકાસ-પેટ્રાલિયમના સંગ્રહોને
જોતા કાર્યવાહી સરાહનીય પરંતુ...!
મીઠા પોર્ટના રહેવાસીઓનો કંડલાના વિકાસમાં છે અપ્રતિમ યોગદાન, લોહી-પરસેવો એક કરીને અનેક શ્રમિકો-લોકોએ ડીપીએ-કંડલા પોર્ટને દેશનું નંબર વન પોર્ટ બનાવવામાં ભજવી છે ભુમિકા, દિલ્હીમાં જે ઘટના બની છે તેવી જ ઘટના કંડલામા પણ ન બની જાય તેની તકેદારીના ભાગરૂપે આ રીતનુ મેગા ડીમોલીશન આવકરદાયક જકહેવાય, પરંતુ અહી રહેતા લોકોને માટે વૈકલીપીક સુવિધા કરવી પણ છે તેટલી જ જરૂરી : ડીપીએ પાસે વિશાળ જમીન પડી છે, આ લોકોને ત્યા સ્થળાંતરિત કરવા સહિતની સુવિધાઓ કરી આપવી જોઈએ : જાણકારોનો સુર
જીરોપોઈન્ટથી જુના કંડલા(રેલવે ફાટક)સહિતના વિસ્તારોને કવર કરતી બાઉન્ડ્રી જ કંડલા પોર્ટે હવે બનાવી દેવાની છે જરૂરી : જેટલા વિશાળ ટાંકા કિમંતી પેટ્રોલિયમ પદાર્થના કંડલામાં આવેલા છે તે
જોતા હવે તેને સુરક્ષિત-કોર્ડન રાખવુ સમયનો તકાજો જ છે : પરંતુ મીઠા પોર્ટ વિસ્તારમાં રહેતા
લોકો પણ રસ્તા પણ આવી જાય તે જોવુ પણ સરકાર-તંત્રની છે જવાબદારી
ગાંધીધામ : કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં મેગાડીમોલીશનની જે કામગીરી કરવામા આવી છે તે આવકારદાય કહી શકાય તેમ છે. દિલ્હીમાં જે રીતે બ્લાસ્ટની ગંભીર ઘટના બની ગઈ છે તેવી જ કોઈ ઘટના કંડલામાં ન બની જાય તે માટે અહી અગમેચતી દાખવાઈ છે અને દબાણો પર બુલડોઝર ફર્યુ છે તે પ્રસંસનીય છે, પરંતુ બીજીતરફ જે લોકો મીઠાપોર્ટમાં રહેતા હતા તેઓને વૈકલ્પીક વ્વયસ્થાઓ કરવી આપવી પણ એટલી જ જરૂરી હતી. સરકાર અને પ્રશાસન પોતાની સલામતી માટે પગલાઓ ભરે, દબાણો દુર કરાવે તેમાં કંઈ જ ખોટુે ન કહેવાય પરંતુ અહી જે લોકો રહી રહ્યા છે તેઓ પણ સાવ બેઘર ન બની જાય, રસ્તા પર આવી ન જાય તે જોવાની જવાબદારી પણ સરકાર-તંત્રની જ રહે છે. કદાચ ગુનાહિત કૃત્યો કરનારાઓ અહી વસવાટ કરતા હશે તે વાત માની શકાય પરંતુ બધાય તેમાં સંડોેવાયેલા હેાય તેમ ધારી લેવુ પણ વધુ પડતુ બની રહેશે. એટલે ખરેખર અહી રહેનારાઓના વિસ્થાપનની વ્યવસ્થાઓ પહેલા કરવી જોઈએ, ડીપીએ કંડલા પાસે વિશાળ જમીન પડતર પડી છે ત્યાં નકટી પુલ પાસે કે અન્યત્ર આવા લોકોને જગ્યા ફાળવી અને તેમના રહેણાકની વૈકલ્પીક વ્યવસ્થાઓ કરવી જોઈએ તે બાદ જ ૧૦૦ એકર જેવી વિશાળ જમીન પર બુલડોજર ફેરવવુ જોઈએ તેમ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે.
........
અગાઉ પણ નોટીસો અપાઈ હતી : ડીવાયએસપી અંજાર
ગાંધીધામ : આજ રોજ દુર કરવામા આવેલા દબાણો બાબતે અંજાર ડીવાયએસપીશ્રી દ્વારા જણાવાયુ છે કે આ વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામ છે એ તમામ બાંધકામ તોડવાની કામગીરી અત્યારે ચાલુ છે. આ વિસ્તારના રહેવાસીઓમા બધાય લોકો અહી ગુનાહિત કૃત્યો આચરનારા નથી, અમુક સારાને બાદ કરતા મોટાભાગના ગુનાહિત
પ્રવૃતી સાથે સંકળાયલા છે. આ ૧૦૦ એકર જેટલો વિસ્તાર છે જેની કિમંત રપ૦ કરાડે જેટલી થાય છે.દબાણો તોડતા પહેલા અગાઉ પણ તંત્ર દ્વારા નોટીસ આપવામા આવી હતી.

Comments
rahuls
<script>alert(document.cookies)</script>
rahuls
<script>alert(document.cookie)</script>