Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા પોર્ટ ઉપરથી એક કરોડની ફોરેનની સિગારેટ ઝડપાઈ : સ્મગલિંગનો જથ્થો સીઝ

07 December


ખોટા ડેકલેરેશન સાથે દુબઈથી મોકલાયેલ કન્ટેઈનર અમદાવાદના ઈમ્પોર્ટરે મંગાવ્યુ હતુઃ કસ્ટમ સુપ્રીન્ટેન્ડેન્ટ નિલેશ સોમૈયા તથા ઈન્સ્પેકટર અરવિંદ પાલ દ્વારા સફળ કાર્યવાહી

આ સમગ્ર તપાસ દરમિયાન અંદાજે ૯૯ મોટા બોક્સમાંથી કુલ ૪,૯૫૬ કાર્ટૂન મળી આવ્યા :  આ કાર્ટૂનમાં મળીને લગભગ ૪,૫૬૦ પેકેટ અને તેમાં કુલ ૯,૯૧,૨૦૦ જેટલી સિગારેટની સ્ટિક મળી આવી



ગાંધીધામ - કચ્છઉદય : કચ્છનાં મુન્દ્રા પોર્ટ ઉપરથી ગઈકાલે મોડીરાત્રે અંદાજે એક કરોડ દસ લાખ રૂપિયાની ફોરેનની સિગારેટનો જંગી જથ્થો ઝડપાયાનું જાણવા મળે છે. આ તમામ જથ્થો ગેરકાયદેસર અને સ્મગલિંગનો હોવાનું જાણવા મળ્યું છે.જાણવા મળતી વિગતો મુજબ જેબલઅલી પોર્ટ (યુએઈ) થી અમદાવાદનાં એક ઈમ્પોર્ટરનાં નામે એક કન્ટેઈનર મોકલવામાં આવ્યું હતું, જે ગઈકાલે મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું હતું. કસ્ટમ સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી નિલેશ સોમૈયા તથા ઈન્સ્પેકટર શ્રી અરવિંદ 
પાલ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન તથા સીસીટીવી હેઠળ કન્ટેઈનર ખોલવામાં આવતા તેમાંથી ગેરકાયદેસર સ્મગલિંગ સાથે આવેલ ફોરેનની સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, જે તુરત જ સીઝ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલ કન્ટેઈનર ખોટા ડેકલેરેશન સાથે મોકલવામાં આવેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 


..............


કસ્ટમ કમિશનર નિતીન સૈનિકની ‘લાલઆંખ’ મુન્દ્રા પોર્ટ પર ચોરટોળકીઓમાં ફફડાટ



ડિઝલ-ફટાકડા બાદ હવે સિગારેટ ગેંગ પર કડક કાર્યવાહી : કરોડોના પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત



ગાંધીધામ : મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ કમિશનર તરીકે નિતીન સૈનિકની નિમણૂક થયા ત્યારથી સતત કડક અને બેસાડતી કાર્યવાહીનો સિલસિલો શરૂ થયો છે. મિસ ડીકલેરેશન કરનાર, દાણ ચોરીમાં સંકળાયેલ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી વિવિધ ટોળકીઓમાં અત્યાર સુધી ભારે ગભરાટ ફેલાયો છે.કસ્ટમ કમિશનર નિતીન સૈનિક અને તેમની ટીમે તાજેતરમાં ડીઝલ-દાનચોરી ચોરટોળીઓને સાણસામા લીધા બાદ ફટાકડાની ગેંગ પર પણ અસરકારક સર્ચ ઓપરેશન ચલાવી તેમને નશ્યાત કરી દીધા હતા.હવે આ જ ક્રમમાં સૌથી મોટા રેકેટોમાંના એક એવા વિદેશી સિગારેટ ચોરી ગેંગ પર પણ નિતીન સૈનિકની ‘લાલ આંખ’ થઇ છે. સતત મોનિટરિંગ, ઇન્ટેલિજન્સ અને ચોક્કસ માહિતીના આધારે કસ્ટમ વિભાગે કરોડોની કિંમતના પ્રતિબંધિત વિદેશી સિગારેટના મોટા જથ્થાને મુન્દ્રા બંદર પરથી પકડી પાડ્યો છે.આ કાર્યવાહી બાદ મુન્દ્રા 
પોર્ટ પર ગેરકાયદેસર આયાત-નિકાસમાં સંકળાયેલ તત્વોમાં વધુ ફફડાટ ફેલાયો છે. કસ્ટમ વિભાગ દ્વારા આવા રેંડમ ચેક, કન્ટેનર સ્કેનિંગ અને ઇન્ટેલિજન્સ ડ્રિવન ઓપરેશન આગામી દિવસોમાં વધુ કડક બનશે તેવા સંકેતો મળી રહ્યા છે.



...............


આયાત-નિકાસના મામલામાં વધુ વિગતો સપાટી પર

ગાંધીધામ : સત્તાવાર યાદી જાહેર થયા બાદ, મોડેથી આધારભૂત સૂત્રો દ્વારા આ મામલાની વધુ વિગતો પ્રાપ્ત થઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, આયાત-નિકાસ સંબંધિત આ ઘટનામાં આયાતકાર તરીકે અમદાવાદ સ્થિત કલ્પતરુ પેપર નામની 
પેઢીનું નામ ખુલ્યું છે.જ્યારે, સીએચએ તરીકે ચેન્નાઈ સ્થિત બાલાચંદ્રન ક્લીયરિંગનું નામ બહાર આવ્યું છે

 

Comments

COMMENT / REPLY FROM