ગાંધીધામ સંકુલમાં નશાની બાટલી-ડુપ્લીકેટ કફ-શિરપનો ધીકતો ધંધો : અમુક મેડીકલ સ્ટોર બન્યા હોટસ્પોટ!
દારૂ સામે કચ્છમાં સખ્તાઈ થતા નવી બદીને મળ્યું મોકળુ મેદાન
ડુપ્લીકેટ કફ શિરપ અતિ જીવલેણ-ઘાતક હોવા ઉપરાંત પણ બેધડક રીતે વેચાતી હોવાની ચકચાર : દારૂની સામે પોલીસે ધોક્કો પછાડયો, કડકાઈ થવા પામતા હવેન શાની બાટલીઓ થઈ ઓનડીમાન્ડ : કઈક મેડીકલ સ્ટોરીમાં કફ શિરપના નામે નશાની બાટલીઓના થઈ રહ્યા છે વેપલો, અમુક મેડકીલ સ્ટોર્સ તો ખુલ્યા જ નશાની બાટલીના વેપલા માટે હોવાની છે ચકચાર
પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટુકડીઓ અંધારામાં છે કે પછી કરી રહ્યા છે આંખમિંચામણા? ડુપ્લીકેટ કફ સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોવાથી તેનુ સેવન અનેકવિધ રીતે બની શકે છે ઘાતક
ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ ડ્રગ્સ સહિતના નશાના રાક્ષકને ડામવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે ત્યારે બીજીતરફ નશાના રવાડે યુવાધન સહિતનાઆને ચડાવી રાખવા માટે ભ્રષ્ટ અધીકારી-તંત્ર અને ભેજાબાજોની ટોળકી નીતનવા પેંતરાઓ અજમાવતી જ રહેતી હોય છે. કચ્છમાં જ હાલમાં દારૂના દુષણની સામે ભારે સખ્તાઈ ભરી કાર્યવાહી થઈ રહી છે, કરોડોનો દારૂ અલગ અલગ એજન્સીઓ પકડી રહી હોવાથી કડકાઈ વધી જવા પામી ગઈ છે ત્યારે હવે નશાની બાટલીઓની ડીમાન્ડ ખુબજ વધી ગઈ હોય તેમ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમા ઠેર-ઠેર આ નશાની બાટલીઓનુ દુષણ વકરી રહ્યુ હોવાનુ જણાય છે.કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા કફ શિરપની બોટલોના ગેરકાયદેસર વેચાણ અંગે છુટીછુવાઈ ફરિયાદો નોંધાઈ ચુકી છે. આ પ્રવૃત્તિ માત્ર યુવાનોમાં વ્યસન ફેલાવતી નથી, પરંતુ આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે.જાણકારો કહી રહ્યા છે કે ગાંધીધામ કોમ્પ્લેકસની અમુક મેડિકલ દુકાનોમાં કફ શિરપનો બેધડક વેચાણ થતો હ્રોવાની ફરિયાદ સામે આવવા પામી રહી છે. કેટલાક
વેપારીઓ ડુપ્લિકેટ નાસાની બોટલો બનાવીને બજારમાં મૂકી રહ્યા છે. અમુક બની બેઠેલા મેડિકલ સ્ટોર માલિકો લાપરવાહ તંત્રોનુ મોઢુ બંધ કરવા માટે નિયમિત હ્રપ્તા ચૂકવીને આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા હ્રોવાની માહ્રિતી ચર્ચાઈ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા
પોલીસને આ અંગે સરપ્રાઇજ ચેકીંગ કરતા ન દેખાતા તેમની ભુમિકાઓ સામે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. તપાસમાં બહ્રાર આવેલી બાબતોકફ સિરપની બોટલોનો બ્લેક માર્કેટ ઉભો થયો છે.કેટલાક વેપારીઓએ નવી દુકાનો ખોલીને ખાસ આ પ્રકારની બોટલોનું વેચાણ શરૂ કર્યું છે.યુવાનોમાં વ્યસન વધતું હ્રોવાથી સામાજિક સ્તરે ચિંતા વધી રહ્રી છે. ડુપ્લીકેટ કફ શિરફની આ નકલી બોટલોમાં આરોગ્યને ગંભીર નુકસાન પહ્રોંચાડે તેવી દવાઓ મિશ્રિત હ્રોવાની શક્યતાઓ નકારી શકાય નહી. નકલી કફ શિરપના સેવનથી કિડની, લિવર તથા નર્વસ સિસ્ટમ પર ગંભીર અસર પડી શકે છે. સામાજિક અસર ની વાત કરીએ તોયુવાનોમાં વ્યસન, પરિવારિક તણાવ અને ગ્ુાનાખોરીમાં વધારા થાય છે. કાયદાકીય અસર ગેરકાયદેસર વેચાણમાં સંકફ્રાયેલા વેપારીઓ સામે કડક કાર્યવાહ્રી કરવી જોઈએ. પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુકત રેડ કરીને ગેરકાયદેસર વેચાણ અટકાવવું જોઈએ તે જ સમયતો તકાજો બની રહ્યો છે. મેડિકલ સ્ટોર પર નિયમિત ચકાસણી વધારવી ઘટે.જાહ્રેર જન જાગૃતિ અભિયાન ચલાવીને યુવાનોને નશીલા કફ શિરપના જોખમ વિશે માહ્રિતગાર કરવું. હ્રેલ્પલાઇન નંબર જાહ્રેર કરીને લોકો પાસેથી સીધી ફરિયાદો મેળવવા સહિતની ગતીવીધીઓ આ નશાની બાટલીઓને મેડીકલ સ્ટોરમાં ખુલ્લેઆમ વેંચાતી અટકાવવા મદદરૂપ બની શકે તેમ છે.
............
કોડીન કફ શિરપ ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર વેચી જ નથી શકાતી?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક સંકુલમાં નશાની નવી લત્તો વકરતી હોય તેમ ડુપ્લીકેટ કફ શિરપનો વેપલો થવા પામી રહ્યો હોવાનુ ચર્ચાય છે. કોડીન કફ શિરપને આડેધડ અમુક મેડીકલ સ્ટોરમાથી મેળવી અને તેને નશાના માધ્યમ તરીકે નશેડીઓ વાપરી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે કોડીન કફ શિરપ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચી શકાતી નથી. આમ છતાં નશાખોરો નશો કરવા માટે તેનો ઉપયોગ કરતાં હ્રોવાથી કમાઈ લેવા માટે ગેરકાયદે રીતે તેનું ઠેર-ઠેર વેચાણ થાય છે. છાશવારે પોલીસ બે-ચાર બાટલીઓ કોડીન કફ શિરપનો જથ્થો ઝડપી લેતી હ્રોય છે. પરંતુ અસરકાર કાર્યવાહ્રીના અભાવે તેનો વેપલો બંધ થયો નથી.
...........
ડુપ્લીકેટ શિરપનું વેચાણ વધતું ગેરકાયદેસર બનેલા સીરપથી ગંભીર “લઠાકાંડ”નું જોખમ
ગાંધીધામ :તાજેતરમાં શહેરના કેટલાક વિસ્તારોમાં ડુપ્લીકેટ શિરપ વેચાણની અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે. અમુક તત્વો થોડા પૈસાની લાલચમાં ગેરકાયદેસર રીતે બનાવેલ શિરપ બજારમાં સપ્લાય કરી રહ્યા છે, જે માનવસ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.સામાન્ય જનતામાં ભય પેદા કરનારી બાબત એ છે કે જે માત્રામાં આ ડુપ્લીકેટ સીરપ વેચાઈ રહ્યા છે, તેટલી સંખ્યા કંપનીઓ બનાવતી પણ નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદે નકલચી ઉત્પાદનોનું નેટવર્ક કાર્યરત છે.આ પ્રકારનો નકલી અને કેમિકલમિશ્રિત શિરપ પીવાથી ઝેરી અસર, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ‘લઠાકાંડ’ જેવી ઘટના સર્જાવાની પૂરી શક્યતા રહે છે.
..................
કોડીન શિરપનો કંડલા કોમ્પલેક્ષમાં ખુલ્લેઆમ થાય છે વેંચાણ : એનસીબી તવાઈ બોલાવે તો કરોડોનું કાંડ ખુલે
સેક્ટર - ૫ અને ગાંધીધામમાં મનપા કચેરીની આસપાસના અમુક મેડીકલ સ્ટોરીમાં કોડીન આધારીત ડુપ્લીકેટ કફ શિરપની બાટલીઓનું મોટા પ્રમાણમાં વેંચાણ થતુ હોવાની છે ચર્ચા
સ્થાનિક પોલીસ પકડે છે પણ સમ ખાવા પુરતી એકાદ-બે બાટલીઓ પકડી આવે છે, આખુંય નેટવર્ક ભેદી શકાતુ નથી, નાકોટીકસ બ્યુરોની ટીમ ત્રાટકે તો જ આ પ્રકરણના મુળીયા ઉલેચાય : કોડીન આધારીત ડુપ્લીકેટ કફ સિરપો ગાંધીધામ સુધી આવે છે કયાંથી? બને છે કયાં? જો ઉંડી તપાસ થાય તો ઉત્તરપ્રદેશના ઉલ્લહાસનગર તથા ઝારખંડ સુધી રેલા લંબાય
ખાટલે મોટી ખોટ : કોડીન ડુપ્લીકેટ કફ શિરપની બાટલીઓ ગાંધીધામ સુધી પહોચાડવા માટે પણ આ ભેજાબાજ ટોળકીવાળાઓ પરિવહન સેવાઓનો કરતા હશે ઉપયોગ? ટ્રાન્સપોર્ટશનની જવાબદારી કોની પાસે છે? કોડીન ડીકલેર કરીને જ ગાંધીધામ સુધી પહોચે છે કે કોઈ અન્ય વસ્તુની આડમાં આ નશાની બાટલીઓ ગાંધીધામમાં ઠલવાઈ જાય છે? કેમ આ બધા સવાલો અંગે નથી કરવામા આવતી તપાસ?
ગાંધીધામ : કોડીન આધારીત કફ સિરીપ એટલે કે સીબીસીએસનો વીવીધ મેડકીલ સ્ટોર પર મોટા પ્રમાણમાં વેપલો કરવામા આવી રહ્યો છે. દારૂ અને ડ્રગ્સ બન્નેની સામે સરકારની કડક લાલઆંખ રહી હોવાથી કચ્છમાં તે મળવા મુશ્કેલી બની રહ્યા છે, ગાપટાની રીતે જ વેંચાઈ રહ્યા છે તેવામાં હવે ડુપ્લીકેટ કફ સિરપ વધારે સળરતાથી અને સેઈફ રીતે મળી રહી હોવાથી તે તરફ નશાખોરો વળી રહ્યા હોવાનુ ચર્ચાય છે. આ કોડીનનું ગેરકાયદેસર વેચાણ મોટાપાયે થઈ રહ્યુ હોવાની ચર્ચાઓ થાય છે.
ગાંધીધામમાં પણ મનપા કચેરીની આસપાસના ભાગમાં આવેલ મેડીકલ સ્ટોરમાં જો દરોડો પાડવામા આવશે તો મોટા પ્રમાણમાં આ રીતે કોડીન કફ સિરફના ગેરકાયદેસર વેપલાનો નેટવર્ક ખુલી શકે તેમ મનાય છે. અહી સવાલ એ પણ થાવ પામી રહ્યો છે કે, આ કોડીન કફ સિરફ ગેરકાયદેસર રીતે વેપલો થાવ પામી રહ્યો છે તો એ ગાંધીધામ સુકી બેધડક આવે છે કયાથી? કેમ તેના મુળીયા ઉલેચાવામા આવતા નથી?

Comments