રાપરના અયોધ્યાપુરીમાં સવા લાખનો શરાબ ઝડપાયો
છુટક વેચાણ માટે મકાનમાં જથ્થો છુપાવેલ હતો : આરોપી ન મળ્યો
રાપર-કચ્છઉદય : શહેરના અયોધ્યા પુરી વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા આરોપીએ પોતાના મકાનમાં ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુટક વેચાણ માટે રાખ્યો હતો. જેથી એલસીબીએ દરોડો પાડતા અહીંથી પ્રોહીબીશન મુદ્દામાલ મળી આવ્યો હતો. વિદેશી દારૂની નાની મોટી ૧૮૧ બોટલ, પ૦૦ એમએલ બીયરના ૪૮ ટીન મળી કુલ્લ ૧,ર૪,૦૯૦ નો પ્રોહીબીશન મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કબજે કરી રાપર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. આરોપી નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા હાજર મળી
આવ્યો ન હતો.

Comments