ઓપરેશન સિંદૂર દરમિયાન વિશિષ્ટ સહયોગ બદલ કલેક્ટરને ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત કરાઈ
ઓપરેશન સિંદૂર દરમિયાન વાયુસેનાને વિશિષ્ટ સહયોગ બદલ આનંદ પટેલ સહિત સમગ્ર ટીમ કચ્છની કામગીરીને બિરદાવતા ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂર
ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે પધારેલા ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ અર્પણ કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ સમગ્ર ટીમ કચ્છની કામગીરીને બિરદાવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાને જરૂરિયાત મુજબની મદદ ઝડપથી પહોંચાડવી, બ્લેકઆઉટ અંગે જનજાગૃતિ તેમજ અન્ય લોજિસ્ટિક અને સિવિલ હેલ્પ માટે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં ટીમ કચ્છે પ્રસંશનીય કામગીરી કરી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન સાધીને તમામ મદદની ખાતરી સાથેનું સંકલન નલીયા અને ભુજ એરફોર્સ સ્ટેશનના અધિકારીઓ સાથે સાધવામાં આવ્યું હતું.
ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે કચ્છ કલેક્ટરને સન્માન સાથે ‘સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક’ એનાયત કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સહયોગ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી. ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે વહીવટીતંત્ર તરફથી ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લામાં વાયુ સેનાને મળેલા સહયોગ બદલ સમગ્ર ટીમ કચ્છને અભિનંદન પાઠવીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં ઓપરેશન સિંદૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્રની ટીમ કચ્છની સૈન્ય દળોને વિશિષ્ટ સહયોગની કામગીરીને વાયુ સેના પહેલા ઈન્ડિયન આર્મી અને બીએસએફ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.
-- -----

Comments