મુંદરા ચાઈનિઝ ફટાકડાંકાંડ : DGFT- PESSO ની નીતીઓની ઐસીતૈસી મામલે શું કાર્યવાહી? કસ્ટમ કેમ ન કરે સંકલન..!
સુરત-હજીરા-કંડલામાં પણ પ્રતિબંધિત ફટાકડા નથી પડયા ને?
મુંદરા એસઆઈબી વિંગની ટીમના જાગૃત અધિકારીઓની ડોક ઈન્સપેકશન વખતે એક કન્ટઈનરમાથી અંદાજીત ૧૧ કાર્ટુનમાથી પ્રીમીયમ ચાઈનીઝ ફટાકડાનો પકડયો હતો મોટો જથ્થો, આવા અન્ય કેટલા કન્ટેઈનરો આવીને સરકી ગયા? આ જ પાર્ટીના હજુ કેટલા કન્સાઈનમેન્ટ પાઈપલાઈનમાં છે, તે તપાસ સાથોસાથ ડીજીએફટી અને પેશોના ચીફ કન્ટ્રોલર નાગપુરથી કેમ મંજુરી ન લીધી? શું મુંદરા કસ્ટમ આ બાબતે પેશોના ચીફ કન્ટ્રોલરને જાણ કરી ચૂકયુ છે? તો પેશો દ્વારા શું ચકાસણીઓ કરવામા આવી?
દિલ્હી એનસીઆરની પાર્ટી કે આઈઈસી તો ડમી જ નીકળવાનુ છે, સૌ કોઈ જાણે છે, તપાસ કરવાની જરૂર છે કે, સીએચએના પ્રેકટીકલી સંપર્કમાં આવા કન્સાઈનમેન્ટ માટે કોણ હતુ? સીએચએને દબોચો, કડક પુછાણા લ્યો, ફોન ડીટેલ્સ ક્રોસ કરો, તો ઘણું બધુ બહાર આવી શકે : આઈઈસીના એડ્રેસવાળો તો દિલ્હી-એનસીઆરમાં કોઈ મળવાનો જ નથી..?
ખોટલે મોટી ખોટ : ફટાકડા બેન છે, છતા કન્ટેનરો વેરહાઉસ સુધી પહોચી જાય, નીકળી પણ જાય તો પછી આ રીતે વિસ્ફોટકો, આરડીએકસ અથવા હથિયારો પણ આ રીતે નહી ઠલવાઈ જતા હોય તેની શું ખાત્રી? કસ્ટમ આવા કિસ્સામાં પેશોને જાણ કરે, તો રહી ગયેલી ચુક સુધરે અને ભવિષ્યમાં આ રીતે પ્રતીબંધીત જોખમી વસ્તુઓ ઠલવાતી અટકી શકે?
ગાંધીધામ : મુંદરા કસ્ટમ એસઆઈબીની વિંગ દ્વારા તાજેતરમાં જ અહીના એક વેરહાઉસમાં ડોક એકઝામિનેશ વખતે એક કન્ટેઈનરમાંથી વિદેશી પ્રતિબંધિત ફટાકડાનો મોટો જથ્થો પકડી પાડયો હતો. એસઆઈબીની ટીમ અને અધિકારીને આ માટે અભિનંદન આપવા જ જોઈએ. અંદાજીત પાંચ કરોડની રકમના પ્રીમીયમ ગુણવત્તાવાળા આ ચાઈનિજ ફટાકડાને પકડી પાડયા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આટલી કાર્યવાહી કરાઈ છે તે તો આવકારદાયક છે પરંતુ વિદેશી ફટાકડાની આયાત કરવી હોય તો પેશોની મંજુરી લેવી પડતી હોય છે, અને તે ડીજીએફટીના નીતી નિયમો અનુસાર મળવી ખુબજ કપરી છે. આ કેસમાં પણ સ્પષ્ટ જ છે કે, ડીજીએફટીના નીતી નિયમોના ધજાગરા ઉડાળી અને પેશોની મંજુરી મામલે પણ ઐસીતૈસી જ કરવમા આવી છે તો મહત્વનું હવે એ બની રહે છે કે, તે સબબની કાર્યવાહી શું કરવમાં આવી?કસ્ટમ વિભાગ દ્વારા આ કેસમાં આઈઈસી કોડ હોલ્ડર તથા બીલઓફ એન્ટ્રી સબમીટ કરનારને તો શોધવા સહિતની કાર્યવાહી કરવામા આવશે જ પરંતુ અહી મોટો સવાલ એ થવા પામી રહ્યો છે કે, ચાઈનીઝના ફટાકડા ભારતમાં લાવવા પ્રતિબંધ હોવા ઉપરાંત પણ દાણચોરી યુકત રીતે મુંદરામાં વેરહાઉસ સુધી પહોચી કેવી રીતે ગયા? કસ્ટમ વિભાગે આ બાબતે અભ્યાસ કરી અને આવી ચુક ન રહે તે માટે પેશોને પણ તપાસમાં જોડાવવા અને પેશોના નિયમો અનુસાર પણ આવી પાર્ટીઓ પર પગલા લેવાય તે દીશામાં કાર્યવાહી કરવા સંકલન સાધવુ ઘટે. જેથી ભવિષ્યમાં આ રીતે પ્રતિબંધિત ફટાકડાઓ ઘુસી ન આવે? શું આ સબબની કાર્યવાહી કરવામા આવી છે ખરી?
...............
તા.ર૮/૧૧ના સૌપ્રથમ કચ્છઉદય એ પ્રસિદ્ધ કર્યો હતો
અહેવાલ : અસર હમારી ખબર કા.!
મુંદરામાં વોલપેપરની આડમાં ચાઈનિજ ફટાકડા ઝડપાયાનો અહેવાલ કચ્છઉદય દ્વારા જ તારીખ ર૮/૧૧/ર૦રપમાં પાના નં.૮ પર સચોટ અહેવાલ ઉજાગર કર્યો હતો. જે બાદ સત્તાવાર રીતે ૪.૭૧ લાખનો જથ્થો ઝડપાયાનો કસ્ટમ એસઆઈઆઈબીએ સત્તાવાર ખુલાસો કર્યો હતો. રાષ્ટ્રીય હિતના અહેવાલોમાં કચ્છઉદયની અગ્રેસરતા ભરી જાગૃતી વધુ એક વખત અસરદાર પુરવાર થવા પામી છે.

Comments