ટીમ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈની ઘોષણાનું કોકડું કયાં ગુંચવાયું? રાજકીય બેડામાં ચર્ચાઓ તેજ
શું ‘સર’ની કામગીરીની જોવાય છે રાહ? પછી મળશે શિરપાવ?
ભાજપના ચાણકય અમિત શાહનો ગુજરાતમાં આજથી છે મુકામ? શું સંગઠનનેલગતા અદ્વર લટકેલા વિષયો પૂર્ણ કરતા જશે..!
ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની નિમણુક બાદ
જિલ્લા પ્રમુખોની ટીમો માટેની શરૂ કરાયેલી કવાયત ફરીથી કેમ પડી ગઈ ઠંડા બક્ષામાં? : પ્રદેશસ્તરેથી નિમાયેલા નિરિક્ષકોએ કચ્છ કમલમ મધ્યે સેન્સ પ્રક્રીયાઓ પણ આટોપી લીધી, નામોની પેનલો પણ બની ગઈ, છતા નામોની જાહેરાતો ન થતા તર્કવીતર્કો થયા શરૂ
દેવજીભાઈની ટીમમા મહત્વપૂર્ણ એવા મહામંત્રીના પદોને લઈને સર્જાયેલી છે મોટી
રાજકિય ઉત્કંઠા : રીપીટ-નો-રીપીટના સમીકરણો સાથે વિવિધ નામો પણ અવ્યા હતા સપાટી પર : શું કર્મુહતા પહેલા દેવજીભાઈ વરચંદને તેમની નવી ટીમ મળી જશે ખરી?
ગાંધીધામ : દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષ દ્વારા સંગઠન પર્વની કામગીરી વીવીધ રાજયોમાં હાથ ધરવામા આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુકિતનો પ્રશ્ન તો લટકેલો જ રહ્યો છે, તો વળી યુપીના અધ્યક્ષને મામલે પણ પેંચ ફસાયેલો જોવાઈ રહ્યો છે પરંતુ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપને મળી જવા પામ્યા છે અને હવે તે બાદ જિલ્લાના પ્રમુખોની ટીમોની રચનાનો પણ એક આશાવાદ રાજકીય બેડામાં જોવાયો હતો અને તે અનુસાર જ પ્રદેશ પ્રમુખની નિયુકિત બાદ ધડાધડ અને અતિ ઝડપભેર કહીએ તો પણ ખોટુ નહી કહેવાય તે રીતે વિવિધ શહેર-જિલ્લાઓમાં પ્રમુખોની ટીમ માટેની સેન્સ પ્રક્રીયાઓ હાથ ધરવામા આવી હતી અને કચ્છમાં પણ ટીમ દેવજીભાઈ વરચંદના અંદાજીત ર૦ જેટલા સભ્યોને માટે પ્રદેશના પાંચ નીરિક્ષકોની ટીમ મુલાકાત લઈ ગઈ તેને પણ એકાદ પખવાડીયાથી વધુનો સમય વીતી ગયો છતા નામોની જાહેરાતો ન થતા રાજકિય બેડામાં આંતરીક રીતે ભારે જો અને તોની ચર્ચાઓ શરૂ થવા પામી રહી છે.
આ મામલે વાત કરીએ તો બધી જ ઔપચારીકતાઓ પૂર્ણ થઈ ગયા બાદ હવે નામો જાહેર કેમ નથી થતા? કયા અટકી પડયું છે? શું પહેલા ગુજરાતનુ માળખુ અને તે બાદ જિલ્લાના માળખાઓ જાહેર કરવામા આવશે? ખાસ કરીને જિલ્લા મહામંત્રી પદોને લઈને અવનવી ચર્ચાઓ થવા પામી રહી છે. રીપીટ-નો રીપીટના પણ ગણિતો ફરીથી મંડાતા થવા પામી રહ્યા છે. તો સ્વઘોષિત અમુક સંભવત મુરતીયાઓ મૌન સેવીને મલકતા જોવા મળી રહ્યા છે. એક ચર્ચા એવી પણ થવા પામી રહી છે કે, હાલમાં સર એટલે કે મતદાર સુધારણાની સ્પેશયલ ઝુંબેશ રાજયભરમાં ચાલી રહી છે. કાર્યકર્તાઓ સહિતનાઓને આ કામે લાગી જવાની સુચના ભાજપએ અગાઉથી જ આપેલી છે. હાલમાં જો ટીમની જાહેરાત કરી દે તો સર જેવી કામગીરી માથે કોણ ઉપાડશે? બીજીતરફ એમ મનાય છે કે સરની કામગીરીમાં જેનો રેકોર્ડ હાઈકમાન્ડ સુધી સારો પહોચશે તેમને પણ સારા પદના શિરપાવ હોદાઓ આપવાની વીચારણાઓ થવા પામી રહી હોવાથી અટકી પડયુ છે? સત્ય જે હોય તે પરંતુ શિયાળાના ચમકારા વચ્ચે જ આ રાજકીય આતંરીક ચર્ચાઓ ફરી ગરમાવો સર્જયો હોવાનુ દેખાય છે.

Comments