Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કરાયું ભાવભર્યું સ્વાગત 

04 December



ભુજ - કચ્છઉદય : રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, અગ્રણી રક્ષિત શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધોરડો હેલીપેડ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કચ્છી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાં, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય અને નરેન્દ્ર પ્રજાપતિ, ટૂરીઝમ વિભાગના સેક્રેટરી ડો. રાજેન્દ્રકુમાર, એમડી પ્રભવ જોષી, જિલ્લા કલેકટર આનંદભાઈ પટેલ, ધોરડો સરપંચ મીયા હુસેન સહિતના આગેવાનોએ આવકાર આપ્યો હતો. 
--------------

Comments

COMMENT / REPLY FROM