Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં બેનામી ધંધાવાળાઓને છુટોદોર, ખાખી કોમામાં : ફોર-એ પોલીસ ચોકી બાજુમાં જ દારૂ-ડ્રગ્સના અડ્ડા બેફામ.!

04 December

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..!’




પૂર્વ્‌ કચ્છમાં એસપીશ્રી ઠેર-ઠેર પોલીસ ચોકીઓના નિર્માણ કરી અને અસામાજીક પ્રવૃતીઓને ડામવા, લોક પ્રશ્નોને ઝડપથી નિકાલ લાવવાના કરી રહ્યા છે પ્રયાસો, પરંતુ બીજીતરફ આવી પોલીસચોકી અને તેમાં તૈનાત અમુક બની બેઠલા ખાખીધારીઓ જાણે કે કાયદો વ્યવસ્થાના લીેરે-લીરા જ ઉડાળવા મથી રહ્યા હોય તેવી ફોર-એ વિસ્તારમાં સર્જાઈ છે સ્થિતી 


ગાંધીધામ : કચ્છમાં એકતરફ કાયદો વ્યવસ્થાને વધારે સજજડ બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓ ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ સરકારના અમુક કાયદાના રક્ષકો જાણે કે મારૂ શું? તેમા જ રચ્યા પચ્યા હોય તે રીતે કાયદાની લીલામી કરી રહ્યા હોવાની ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. 
જાણકારો કહી રહયા છે કે, આદિપુરમાં પોલીસની કોઈ ધાક જ ન હોય અથવા તો પોલીસની ધાક તદન ઓસરી ગઈ હોય તેમ બુટલેગરો એકબીજાના ધંધાના વર્ચસ્વ જાળવવા માટે એક બીજાના હાથ-પગ ભાંગી નાખતા પણ વાર નથી કરતા અને તેવી 
ઘટનાઓ પોલીસ ચોપડે ચડી જવા પામ્યા છે. દરમ્યાન જ હવે ફરીથી વધુ એક બૂમરાડ આદિપુર વિસ્તારમાથી જ ઉભી થવા પામી રહી છે. કહેવાય છે કે, એસપીશ્રી આ વિસ્તારમાં નવી નવી પોલીસ ચોકીઓ ઉભી કરી અને કાયદો વ્વયસ્થાને વધુ સજડ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બીજતીરફ આવી પોલીસ ચોકીઓની આજુબાજુમાં જ દારૂ-જુગાર અને ડ્‌ગર્સ જેવી બદીઓ વકરી જવા પામી રહી છે. કહેવાય છે કે, આદિપુરના ફોર એ વિસ્તારમા આવેલી ચોકીથી બાજુમાં જ દેશી દારૂનો પોઈન્ટ ધમધમી રહ્યો છે. અહી બુટલેગર પાસે દારૂની થેલીઓ લેવા સાંગુડીઓની લાઈનો લાગતી રહે છે, જે અહી આવેલી ચોકીના જવાબદારોને દેખાતા જ ન હોય તેમ બિનધાસ્ત અહી દારૂ વેંચાવવા પામી રહ્યો હોવાનુ ચર્ચાય છે. પોલીસ ચોકીથી નજીકના અંતરે જ દેશીનો પોઈન્ટ બિનધાસ્ત દીવસ રાત ચાલતો હેાવાની છે ચર્ચા, તો ડ્રગ્સ, ગાંજાનો પણ બેરોકટોક ધુમ વેપલો ચાલતો હોવાની પણ  ચકચાર ઉઠી રહી છે.  દીવસ રાત-દારૂ-ડ્‌ગ્સ-ગાંજાના વેંચાણ થતા હોય અને સબંધિત ખાખી અંધારામાં હોય અથવા તો તેમને ધ્યાને ન હોય તેવુ બને ખરૂ?

Comments

COMMENT / REPLY FROM