Trending News
સ્થાનિક સમાચાર

ભારતીય નૌસેનાદિન : કચ્છના કિનારે ત્રિરંગાનું સમુદ્રી સંકલ્પ : ઓપરેશન સિંદૂર-કચ્છ કાંઠે નૌસેનાનું બન્યુ સાહસિક પંથ

04 December

કચ્છ - ભારતનો સૌથી સંવેદનશીલ સમુદ્રી ગેટવે


કચ્છના કિનારે નૌસેનાની દરેક શિપ, દરેક બોટ અને પેટ્રોલિંગ આજના ભારતનો અડીખમ વિશ્વાસ છે કે સમુદ્ર અમારી શક્તિ છે, અને તેની સુરક્ષા આપણા જવાનોનું અવિરત કર્તવ્ય

• કચ્છમાં નૌસેનાની વધતી હાજરી  Gujarat Maritime Power ભવિષ્ય • અત્યારે કચ્છ-કાંઠો દેશનું સૌથી સક્રિય મેરીટાઈમ ઝોન બની રહ્યો છે. • દિનદયાળ પોર્ટ, મુન્દ્રા પોર્ટ, તેમજ નવાં ઉદ્યોગિક કૉરિડોરના વિકાસ સાથે નૌસેનાની  હાજરી સુરક્ષા માટે જરૂરી જ છે. • ICGS મરીન સ્ટેશન્સ, નેવીના ઝડપી બોટ્‌સની તૈનાતી અને સતત નાઇટ-પેટ્રોલિંગ કચ્છને સમુદ્રી સુરક્ષામાં દેશના સૌથી મજબૂત વિસ્તારમાં બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.


કચ્છ હવે માત્ર વેપારનું ગેટવે નથી તે ભારતની મેરિટાઈમ ડિફેન્સ લાઇનનો મજબૂત પ્રથમ કિલ્લો બની ગયું છે.


ગાંધીધામ : ભારત દરિયાઈ શક્તિ ધરાવતું દેશ છે. ૭૫૦૦ કિમી લાંબી સમુદ્રી સરહદ અને ૧,૨૦૦થી વધુ ટાપુઓ ધરાવતા આપણા દેશમાં નૌસેનાની ભૂમિકા માત્ર જંગની નથી.એે રાષ્ટ્રીય સુરક્ષાનો અવિભાજ્ય આધાર છે. દર વર્ષની ચાર ડિસેમ્બરે ઉજવાતો ‘ભારતીય નૌસેનાદિન’ દેશના સમુદ્રી સૈનિકોના શૌર્ય, શિસ્ત અને સંકલ્પને સલામ કરવાની અનોખી ક્ષણ છે. ગુજરાત અને ખાસ કરીને કચ્છ ભારતની કોસ્ટલ સિક્યોરિટીમાં સ્ટ્રેટેજિક નર્વ સેન્ટર સમાન છે. અહીંનાં મુન્દ્રા, કંડલા, જખાઉ, લાકડિયા, નારાયણ સરોવર જેવા દરિયાકાંઠાના વિસ્તારો ભારત-
પાક સરહદને અડીને આવેલા હોવાથી દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટીએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. દરિયાઈ તસ્કરી, ડ્રગ્સ ટ્રાફિકિંગ, હથિયારોની હેરફેર જેવી પ્રવૃત્તિઓને રોકવામાં નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને ઈન્ટેલિજન્સ યુનિટ્‌સનું સંકલન કચ્છમાં ઉત્તમ બની રહ્યું છે. ટેક્નોલોજી આધારિત સર્વેલન્સ, રડાર ચેઇન્સ, કોસ્ટલ પોલીસ સ્ટેશનો તથા સતત પેટ્રોલિંગ સમગ્ર સિસ્ટમ કચ્છના દરિયાને શત્રુ તત્વો માટે અપ્રવેશ્ય બનાવી રહી છે.ભારતીય નૌસેનાના અનેક ઓપરેશન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ કચ્છ માટે વિશેષ મહત્વ ધરાવે છે.  આ ઓપરેશન દ્વારા નૌસેનાએ કચ્છના તટીય વિસ્તારમાં સંવેદનશીલ પોઇન્ટ્‌સનું સુરક્ષાકવચ મજબૂત કર્યું, આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોને સેફ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તથા નારાયણ સરોવર-જખાઉ વિસ્તારમાં સર્વેલન્સ વધારી દરિયાઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મોટો ઝટકો આપ્યો.આ ઓપરેશન માત્ર તુરંતની ધમકીઓને નહિ, પરંતુ ભવિષ્યના અમારી કોસ્ટલ ડિફેન્સ સ્ટ્રેટેજી માટે પણ બ્લુપ્રિન્ટ પૂરું પાડનારું સાબિત થયું છે.આ નૌસેનાદિને આપણે માત્ર એક દિનની ઉજવણી તરીકે નહિ, પરંતુ ભારતના સમુદ્રી સ્વાભિમાનની ઉજવણી તરીકે જોવી જોઈએ. દરિયા સામે ઉભા આપણા જવાનોની એક જ પ્રાર્થના“સુરક્ષિત ભારતીય સમુદ્ર, સશક્ત ભારત.” નૌસેના  ભારતનો સમુદ્રી સંકલ્પ છે. ભારતીય નૌસેનાનું ધ્યેય માત્ર સરહદોની સુરક્ષા નહીં પરંતુ દેશના વેપાર માર્ગોની રક્ષા, કુદરતી આપત્તિમાં બચાવ કામગીરી, વિદેશોમાં ભારતીયોની સલામત ઇવેક્યુએશન, તેમજ સમુદ્રમાં ભારતીય ધ્વજ હેઠળ દરેક નાગરિકની સુરક્ષાનું વચન આ તમામ દિશામાં નેવી દેશને વિશ્વાસ આપે છે.

Comments

COMMENT / REPLY FROM