જિલ્લા ટાસ્કોસની ટીમે નખત્રાણા માંથી મોટી રેતી ચોરીનો ક્યોં પર્દાફાશ
કચ્છ કલેકટર ડો. આનંદ પટેલની ટીમનો સપાટો
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરીને અંકુશમાં લેવા જિલ્લા કલેકટરશ્રી, કચ્છ દ્વારા રચવામાં આવેલી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ સતત સક્રિય કામગીરી હાથ ધરી રહી છે. આ હેઠળ તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ પ્રાંત અધિકારીશ્રી, નખત્રાણા અને જિલ્લા ટાસ્ક ફોર્સની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે નિરોણા-ભરૂડ નદી વિસ્તારમાં દરોડો પાડી ખનિજ ચોરીનો મોટો પર્દાફાશ કર્યો હતો.કાર્યવહી દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન કરતા કુલ ત્રણ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં-૧. ટ્રક નં. GJ-09-…9379, ડ્રાઇવર કાસમભાઈ ખાડુ ભીયા, રહે. કોટડી, માલિક - કિશોરભાઈ નારણભાઈ આહિર, રહે. નિરોણા, લોડર નં.GJ-12-…9096, માલિક ,ઇમરાન હુસેન જત, રહે. સુમરાસર,ડ્રાઇવર, ખેતશી મમુભાઈ આહિર, રહે. નિરોણા, લોડર નં. GJ-13-…1261, ડ્રાઇવર , મુકેશભાઈ જેઠાભાઈ આહિર, રહે. નિરોણા, માલિક , પુંજાભાઈ ભીમજીભાઈ આહિર, રહે. નિરોણા વાળાઓની તપાસ કરતા સ્થળ પર કરાયેલી માપણી અને પ્રાથમિક તપાસ અનુસાર અંદાજીત રૂ. ૪૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્થળ પર થયેલા ખાડાઓની
માપણી તથા આગળની તકનીકી કાર્યવાહી માટે મામલો ભુસ્તરશાસ્ત્રીશ્રી, ભુજને જાણ કરવામાં આવી છે. ઝડપાયેલ તમામ વાહનો અને મુદામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોપી અધિકૃત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જિલ્લામાં ખનિજ ચોરી અને ગેરકાયદેસર ખનન સામે શૂન્ય સહનતાની નીતિ હેઠળ જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરી અસરકારક અને દમદાર માનવામાં આવી રહી છે.

Comments