Trending News
સ્થાનિક સમાચાર

સાયબર ક્રાઈમના ૨૩.૦૨ લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂ. ૭૧૩૦ કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા

03 December


ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના ૨૪.૬૭ લાખ લેયર ૧ મ્યુલ એકાઉન્ટ્‌સ ઓળખી કાઢ્યા છે અને રૂ. ૮૦૩૧ કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ

ગાંધીનગર : - કચ્છઉદય : નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે  આઈ૪સી હેઠળ ‘સિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ને વર્ષ ૨૦૨૧માં લોંચ કરાઈ હતી. અત્યારસુધીમાં, ૨૩.૦૨ લાખથી વધુ ફરિયાદોમાં રૂ. ૭,૧૩૦ કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી શકાઈ છે. ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘૧૯૩૦’ શરૂ કરાયો છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાઈબર ગુનાઓનો સંકલિત અને સર્વગ્રાહી રીતે સામનો કરવા એક એટેચ ઓફિસ તરીકે ’ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ની રચના કરી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને આ માહિતી ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે આપી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બેંકો - નાણાકીય સંસ્થાઓના સહયોગથી ૧૦-૯-૨૦૨૪ના રોજ આઈ૪સી દ્વારા સાઈબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરાઈ છે. અત્યાર સુધીમાં બેંકો પાસેથી ૧૮.૪૩ લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પ્રાપ્ત થયા છે અને ૨૪.૬૭ લાખ લેયર ૧ મ્યુલ એકાઉન્ટ્‌સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે અને રૂ. ૮૦૩૧.૫૬ કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારી કઢાયા છે.
સાઈબર ક્રાઇમ તપાસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્વપૂર્ણ પાસા પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ - ન્યાયિક અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટે આઈ૪સી હેઠળ ‘સાઈટ્રેન’ નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ પ્લેટફોર્મ વિકસાવાયું છે. રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોના ૧,૪૪,૮૯૫થી વધુ પોલીસ અધિકારીઓ - ન્યાયિક અધિકારીઓ તેમાં રજિસ્ટર્ડ થયેલા છે અને પોર્ટલ દ્વારા ૧,૧૯,૬૨૮થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે. અત્યાર સુધીમાં ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે ૧૧.૧૪ લાખથી વધુ સિમ કાર્ડ અને ૨.૯૬ લાખથી વધુ આઈએમઈઆઈને બ્લોક કરી દીધા છે.
ન્યાયક્ષેત્રીય અધિકારીઓને વિઝિબિલિટી પૂરી પાડવા નકશા પર ગુનેગારો તેમજ ગુનાખોરીના માળખા સંબંધિત લોકેશન્સને ’પ્રતિબિમ્બ’ મોડ્યુલ પ્રાપ્ત કરશે. આ મોડ્યુલ કાયદા અમલીકરણ એજન્સીને આઈ૪સી તથા અન્ય એસએમઈ પાસેથી ટેક્નો-લીગલ સહાયતા માગવા અને પ્રાપ્ત કરવાની સુલભતા પ્રદાન કરે છે. તેના કારણે ૧૬,૮૪૦ આરોપીની ધરપકડ કરાઈ છે અને ૧,૦૫,૧૨૯ સાયબર તપાસ સહાયતા વિનંતી કરાઈ છે.
-------------

Comments

COMMENT / REPLY FROM