ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ભુજ તાલુકાના કલા ઉત્સવમાં બાળ કલાકારોને પોંખાયા
ભુજ - કચ્છઉદય : જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કચ્છ પ્રેરિત અને બીઆરસી ભવન ભુજ આયોજિત તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન બીઆરસી કો-ઓર્ડીનેટર ભરતભાઈ પટોડિયાના માર્ગદર્શન હેઠળ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. પધારેલ મહેમાનો અને નિર્ણાયકોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત બાદ નાગોરના નિવૃત શિક્ષક છગનભાઇ દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કલા ઉત્સવની પ્રેરક મુલાકાત લઈ બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોર, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી કાંતિભાઈ સુથાર, કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી રમેશ ગાગલ, ભુજ તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ બળવંત છાંગા, રાજેશ ગોર, શાંતિલાલ મોતા, દિનેશભાઈ દેસાઈ, મૂળજીભાઈ મીંઢાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ પૈકી ચિત્ર સ્પર્ધામાં કોડકી ૧ શાળાની વિદ્યાર્થીની હાલાઈ નવ્યા, સંગીત ગાયન સ્પર્ધામાં ખાવડા કન્યા શાળાની વિદ્યાર્થીની વેદાંત ક્રિષ્ના, સંગીત વાદન સ્પર્ધામાં બીવીએમ શાળાની વિદ્યાર્થીની ભાનુશાલી હર્ષિ જ્યારે બાળ કવિ સ્પર્ધામાં કોટડા આથમણા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જૈની યોગેશ માકાણીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ. ઉપરોક્ત ચારેય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળ કલાકારો હવે જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ભુજ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
તમામ ૪ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર બાળ કલાકારને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦નો રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા જ્યારે ભાગ લેનાર તમામ બાળ કલાકારને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા કાંતિભાઈ સુથાર, જયેન્દ્રસિંહ ઝાલા, પરેશ છાત્રોડિયા, રાજેશ નંદાણીયા, મયુરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર પરમાર, મુકેશ પ્રસાદ, નિર્ઝર ગાંધી, દર્શન પલણ, વિરમ સોનારા, ઇરફાન મુલતાની, કિશોર હેડાઉ, જીગ્નેશ ગોહિલ, જાગૃતિબેન બારડ, વંદનાબેન રાઠોડ, ખુશ્બુબેન ઠક્કર, લાખાભાઇ રબારી, મહેન્દ્રસિંહ ડોડીયા, આશિષસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ સેંઘાણીએ કર્યું હતું. મહેમાનો, નિર્ણાયકો, બીઆરસી અને સીઆરસી કો-ઓના હસ્તે બાળ કલાકારોને રોકડ પુરસ્કાર, મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
-----------------

Comments