કંડલા-નવલખી કોસ્ટલ માર્ગ ઉપરાંતના વૈકલ્પીક રસ્તાઓ બાબતે કેન્દ્ર સરકારમાં નાખો ધા..!
રાજકારણીઓ જાગો, આળસ ખંખેરો, મોઢામાંથી મગ કાઢો..
સામખીયાળી મોરબી હાઈવે પર જુના કટારીયા પાસે તાજેતરમાં એલપીજી ગેસ ભરેલ ટેન્કરમાં બ્લાસ્ટ ની ઘટના ટાંકણે સુચક લાલબત્તી
ગાંધીધામથી કંડલા હાઈવે પર છાશવારે સર્જાય છે મહાટ્રાફીક જામ : દેશની આર્થિક ધોરી નસ સમાન માર્ગ અવરોધાઈ જતા અર્થતંત્રને પડે છે મોટો ફટકો : કોસ્ટલ હાઈવે માટે ટ્રાન્સપોર્ટ મંત્રી સમક્ષ રજુઆત કરવા કચ્છનું રાજકીય જગત એકજુટ થાય, વિવિધ સંગઠનો-સંસ્થાઓ સાથે દિલ્હીમાં કરે અસરકારક અભ્યાસપૂર્વકની દરખાસ્ત સાથેની રજુઆત
સરકાર બનાવે તો ભલે નહી તો કંડલા-નવલખી કોસ્ટલ તથા વૈકલ્પીક રોડનું ભારણ કંડલા-મુંદરા બંદરો પર નાખો, તેઓ પણ ચોકકસથી આવા રોડ-નિર્માણની લઈ શકશે જવાબદારી : રોડના નિર્માણ કરી અને ટોલનાકાનું કામ આ બંદરોને અમુક વરસ માટે આપી શકાય : તો પણ સમસ્યા અનેકધણી ઓછી થઈ જશે
સામખીયાળી-સુરજબારી-માળીયા હાઈવે પણ છાશવારે કલાકોના ટ્રાફીક જામની પીડાઓથી રહેતો હોય છે ત્રસ્ત : સામાન્ય મુસાફરો, ટ્રાન્સપોર્ટરો, પ્રવાસીઓ ઉપરાંત અનેકવિધ વખત એમ્બ્યુલન્સ-દર્દીઓ સહિતનાઓને કલાકો સુધી આ ટ્રાફીક જામમાં ફસાવવાની આવે છે નોબત
સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ એ સાથે મળીને મંત્રીશ્રી નીતીન ગડકરીને મળવું જોઈએ, તો ગડકરી તો તુરંત જ મંજુરી માટે વિચારે તેવા પ્રજાહિતચાહક છે, હા, પણ જવુ તો આપણે જ પડે, એકસાથે ભેગા જઈને મહેનત પણ કેન્દ્ર કક્ષાએ ઈચ્છાશકિતપૂર્વકની આપણે જ કરવી પડે..!
કંડલા સંકુલનો થઈ રહેલો ઐતિહાસીક વીકાસ, હજુ કંડલાને દેશનુ હાઈડ્રોજન હબ બનાવાઈ રહ્યુ છે, કંડલા પાસે તુણામાં ડીપી વર્લ્ડ આવી રહ્યુ છે, આવા તો અનેક વિધ મહાપ્રકલ્પો અહી વિકસી રહ્યા હોવાથી આગામી સમયમાં ટ્રાન્સપોર્ટેશન-વાહનવ્યહવારનો ધમધમાટ હાલમા છે તેનાથી અનેકગણો વધી જશે, હાલના હયાત રસ્તાઓ તે સમયે ચોકકસથી ટુંકા પડશે અને સમસ્યાઓ માથા..ફાડ સર્જાઈ જશે, જો હાલના સમયે રાજકારણીઓ જાગશે નહી, વિવિધ સલગ્ન સંસ્થા-સંગઠનો જાગૃતી નહી દેખાડો તો ભવિષ્યમાં જે સમસ્યા સર્જાશે તેનો ઉકેલ તે વખતે લાવવો લગભગ લગભગ બની જશે અસંભવ
કંડલા-મુંદરા થકી કચ્છ દેશના લોજીસ્ટીક નેટવર્કનો હાર્ટ બની ચૂકયો છે, ફોરલેન હોય તેને સિકસલેન માર્ગ બનાવડાવો, એઈટલેન રોડનું કરો નિર્માણ જરૂરી રસ્તા- રોડનું વિસ્તરણ વેળાસર થવુ અનિવાર્ય : પેટ્રોલિયમ ઉત્પાદનો, એશીયાનુ સૌથી મોટુ ટિમ્બર માર્ટ, કન્ટેનર ટ્રાન્સપોર્ટ, સિરામીક, ખનીજ, મહકાય સિમેન્ટ એકમો સહિતનો ધમધમાટ અહી રહેલો હોવાથી વૈકલ્પીક માર્ગ, હયાત માર્ગને છ માર્ગીય કરવા સહિતના વિષયો બાબતે કરવી જોએ વેળાસર ધારદાર રજુઆત
ગાંધીધામ : સામખીયાળી મોરબી હાઈવે પર જુના કટારીયા પાસે તાજેતરમાં એલપીજી ગેસ ભરેલ ટેન્કરમાં બ્લાસ્ટ થવાની સાથે જ અગાઉ કયારે પણ ન બની હોય તેવી ઘટનાના દ્રશ્ય સર્જાઈ જવા પામ્યો હતો. પાંચથી વધુ વાહનો આ ધડાકા સાથે વકરેલી આગની ઝપટમાં આવી જવાપામ્યા હતા. એકચોટ તો અફરાતફરીનો જ માહેાલ બની જવા પામ્યો હતો. ધડાકો એટલો ભયંકર હતો કે વાહનના પાર્ટસ એક કીમી સુધી દુર ફંગોળાઈ ગયા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થવા નથી પામી પરંતુ આ ઘટના કચ્છ આખાયના વહીવટી-રાજકીય જગતને ગંભીરતાથી વૈકલ્પીક માર્ગને લઈને આત્મખોજ કરવા ચોકકસથી ટકોર કરી જાય તેવી છે. કારણ કે આ ઘટના બન્યા બાદ કલાકો સુધી મોટો ૧૦થી વધુ કીમી સુધીનો ટ્રાફીક જામ થવા પામી ગયો હતો. હવે કચ્છ જે રીતે વિકાસ પામી રહ્યુ છે, કચ્છમા બંદરો, એશીયાના સોથી મોટા કહી શકાય તેવા ઉદ્યાગેો કાર્યરત છે તેને જોતા દીવસા દીવસ તેનો વીકાસ વધવાનો છે, સાથે સાથે વિશવના લોકપ્રિય જનનાયકનરેન્દ્રભાઈએ પણ કચ્છના રણોત્સવને જે રીતે દુનીયાની નજરમાં પ્રમોટ કર્યુ છે તેનાથી પ્રવાસન પણ જેટ ગતીએ અહીનુ વધી રહ્યુ હોવાથી આવનારા દીવસોમાં કચ્છમાં પ્રવેશ કરવા કે કચ્છથી બહાર જવાના આ મુખ્ય રસ્તાઓ ઉપરાંતના હવે વૈક્લીપક રસ્તાઓ બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે અને તે બાબતે ન માત્ર વિચાર કરવા બલ્કે આ મામલે કચ્છમાથી ચોકકસ રણનીતી ઘડાય, રોડ-રસ્તાઓ વૈકલ્પીક બની શકે તેવા છે તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવી અને કેન્દ્ર સરકાર પાસે કચ્છનું રાજકીય જગત આ માટેનું નેતૃત્વ લે અને ધાર દાર અસરકારક રજુઆત કરી દેખાડે તે ખુબજ અનિવાર્ય બની ગયુ છે.
કચ્છ ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જીન બની રહ્યુ છે. કચ્છમાં કંડલા-મુંદરા જેવા બંદરો, ભુંકંપ બાદનું વિશાળ ઔદ્યોગીકરણ, એશીયાના સૌથી મોટા મહાકાય સિમેન્ટ એકમો, ખનીજ પરીવહન, મીઠ્ઠાનો ધમધમાટ, એશીયાની સૌથી મોટી ટીમ્બર માર્કેટ, દેશની મુખ્ય પેટ્રોલિયમ કાર્પોરેશનના સંગ્રહસ્થાનો સહિતના કઈક મોટા ઔદ્યોગીક હબ અહી કાર્યરત છે અને આગામી સમયમાં કંડલાને દેશનું હાઈડ્રોજન હબ બનાવવાની દીશામાં ધમધમાટ વ્યાપી રહ્યો છે આવા સમયે કચ્છના રોડ-રસ્તાઓ હયાત છે તે ચોકકસથી આગામી સમયમાં થઈ રહેલા વિકાસને જોતા ટુંકા જ પડવાના છે. હાલમાં પણ નાના સુના અકસ્માતો સર્જાય તો પણ ગાંધીધામ-કંડલા હાઈવે કલાકો સુધી કહો કે દિવસો સુધી મહાકાય ટ્રાફિક જામની સ્થિતી સર્જી જતા હોવાની ઘટના તાજેતરમાં જ આપણે જાઈ ચુકયા છીએ. જો હવે હયાત રસ્તાઓનું વિસ્તરણ કરવા બાબતે તથા કચ્છ માટેના વૈકલ્પીક રસ્તાઓ અંગે જવાબદારી પૂર્વક બધાય સાથે મળીને નહી વિચારે, કેન્દ્ર સરકારનું સચોટ ધ્યાન નહી દોરે, અત્યારથી જ અભ્યાસ પુર્વકની દરખાસ્ત નહી કરે તો આગામી સમયમાં આ સમસ્યા લલકારરૂપ સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે.
પ્રબુદ્ધવર્ગની વાત માનીએ તો કચ્છમાં આવેલા બે બંદરગાહ મુન્દ્રા અને કંડલાના લીધે રસ્તા
ઉપરનું ભારણ વધી ગયું છે અને તેના કારણે કચ્છના પ્રવેશદ્વાર સમો સૂરજબારીનો નેશનલ હાઇવે ટૂંકો પડી રહયો છે. કંડલાથી નવલખી સુધીનો કોસ્ટલ હાઇવે તૈયાર કરવામાં આવે તો ભારે વાહનોનું ભારણ સૂરજબારીના ધોરીમાર્ગ ઉપર ઘટી જાય તથા સાથોસાથ જ ટ્રાફિક જામની સમસ્યા, ડિઝલનો થાય છે ધુમાડો તેનાથી પણ બચી શકાય તેમ છે.કચ્છના પ્રવેશહાર ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કંડલા નવલખી કોસ્ટલ હાઈ-વે બનાવવા માટે હકીકતમાં
ઝડપથી અમલવારી કરવાનો વિચાર કરવો જોઈએ. આ માટે કચ્છમાંથી વિવિધ
જાગૃત આગેવાનો, ટ્રાન્સપોર્ટ સંગઠનો સહિતનાઓએ એક મંચ પર આવી અને સ્થાનિક રાજકીય જગતને સાથે રાખી કેન્દ્ર કક્ષાએ સચોટ અને અભ્યાસપૂર્વકની દરખાસ્ત તથા ચિત્ર રજુ કરવું ઘટે. કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક તેમજ પ્રવાસનના વિકાસની જે પ્રગતિ થઈ છે તેના કારણેે ટ્રાન્સ્પોર્ટેશનની કામગીરીમાં છેલ્લાં ૨૫ વર્ષમાં અનેકગણો વિસ્તાર થયો છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસેના સૂરજબારી બ્રિજ ઉપર અનેક વખત ટ્રાફિકજામ થતાં
પરીવહનની સમસ્યાઓ થઈ છે, કલાકો વાહનો ચાલુ રાખવાં પડતા હોવાથી ડીઝલનો ધૂમાડો થતા આર્થિક નુકસાની થાય છે. આ ઉપરાત સમયસર માલ સામાન પહોંચાડવાની કામગીરીને અસર પડી રહી છે.
ટ્રાન્સપોર્ટશનનો લાભ અને સૌરાષ્ટ નજીક થાય જો કંડલા-નવલખી કોસ્ટલ હાઈવે બનાવાય, તો કચ્છના પ્રવેશદ્વાર ઉપર ટાફિકનું ભારણ ઘટવાની સાથોસાથ કંડલા
પોર્ટથી માળિયાનું અંતર અનેકઘણું ઘટી જાય તેમ છે. ભુકંપ બાદની ઐદ્યોગીક ક્રાંતી પછી હવે પાછલા અમુક સમયમાં મુંદરા-કંડલા
પોર્ટનો થયેલો બેનમુન
વિકાસ અને દેશ-વિદેશના મોટા મોટા મહાપ્રકલ્પો સમાન ઉદ્યોગો પણ આ બંદરોની આસપાસ આવી રહ્યા છે, એટલે આગામી સમયમાં અહીં ચોકકસથી ઔદ્યોગીક ધમધમાટમાં હજુય અનેકગણો વધારો થવા પામી જશે. અહીં રોજગાર સર્જન વધશે,
ટ્રાન્સપોર્ટેશન વધશે, અને તે માટે રોડ-રસ્તાઓની વિશેષ જરૂરીયાતો ઉભી થશે જ. જો તે વખતે મોટી મુસીબતોનો સામનો ન કરવો હોય તો તેનો વિચાર અત્યારે જ કરી અને કચ્છના વર્તમાન રસ્તાઓ છે તેનો વ્યાપ વધારવાનો સમય
પાકી ગયો છે. જે ફોરલેન રોડ છે તેને એઈટ લેન બનાવવા ઘટે અને જે કચ્છ માળીયા-તથા આડેસર વાળો રોડ છે તેના
વૈકલ્પીમક માર્ગોનો પણ
અહીં વિચાર કરવો જ ઘટે. કંડલા નવલખી રોડ જો ઝડપી બની જશે તો ટ્રાન્સપોર્ટેશન-કંડલા-મુંદરા બંદર તરફ આવતા
ટ્રાન્સપોર્ટેશનનું ભારણું ઘણું ઓછુ થઈ શકે તેમ છે. સામખીયાળી-માળીયા વચ્ચે નાની સુની ઘટનાઓમાં કલાકો સુધીના વારંવારના સર્જાઈજતા ટ્રાફીક જામ તથા પાછલા અમુક દીવસથી ગાંધીધામ-કંડલા હાઈવે પર સર્જાયેલા મહાટ્રાફિક જામની સમસ્યાઓ પરથી બોધપાઠ લઈ અને હવે જાગૃતી કેળવવી જ રહી, આળખ ખંખેરવી જ ઘટે, સૌએ એક થઈ વીવિધ સબંધીત ટ્રાન્સપોર્ટર સહિતનાઓને સાથે રાખી અને કંડલા-નવલખી કોસ્ટલ માર્ગ નિર્માણની દીશામાં સરકાર સમક્ષ મજબુત અને અસરકારક ધા નાખવી જ ઘટે તે સયતનો તકાજો બની રહ્યો છે.
...........
કચ્છ કલેકટર નેશનલ હાઈવેનો કેમ ન લે ઉધડો :
સરપ્રાઇજ વિઝિટ કરો તો ઘણી લોલમલોલ મળશે
નેશનઈલ હાઈવેને આ રોડ પર પેટ્રોલીંગ વાહન, એમ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થાઓ આપવાની હેાય છે, કટારીય પાસેની ઘટના બની ત્યારે આ બધું કયાં હતુ?
સૌથી વધુમાં વધુ ટોલટેક્ષ કચ્છમાથી ઉઘરાવાયા છે અને સુવિધાઓના નામે મળે છે ઠેંગો : જિલ્લા સમાહર્તાએ જ મધ્યસ્થી કરી અને રોડ નહી તો ટોલ નહીની મહાઝુંબેશ અટકાવી છે, હવે અમલવારીની પણ ચકાસણી તો કરો.!
ગાંધીધામ : કચ્છમાં નેશનલ હાઈવે ઓથોરીટીની મનમાની અને ઈજારાશાહી ભરી રીતી નીતીઓ સદાય ચર્ચામા આવતી રહેતી હોય છે. હાલમાં પણ જયારે કટારીયા હાઈવે પર અકસ્માતની ઘટના એલપીજી ટેન્ડકરમાં બ્લાસ્ટની બની છે અને તે બાદની સર્જાયેલી અફરાતફરી જોતા ફરીથી એનએચએઆઈ તો જાણે કે ઉઘાડી લુંટ માટે જ બેઠુ હોય તેવી સ્થિતી જ જોવા મળી રહી છે. કચ્છમાં વધુમાં વધુ ટોલટેક્ષના ઉઘરાણા ટ્રાન્સપોર્ટ સહિતનાઓના થવા પામી રહ્યા છે છતા સુવિધાના નામે તો ઠેંગો જ દર્શાવાય છે. રોડ રસ્તા નથી એ તો તેલ લેવા ગયા, પણ રસ્તામાં ફાયર બ્રીગેડ, પેટ્રોલીંગ વાહન, ફાયર બ્રીગેડ સહીતની સુવિધાઓનો પણ અભાવ જ જોવા મળી આવે છે. પેટ્રોલીંગ વાહન ગણયાગાણ્યા હશે તો એ આસપાસના કેાઈ આંતરીક ગામડાઓમાં આંટાફેરા કરતી દેખાડી દેવાશે અને માત્ર નામ પુરતા કાગળ પર બીલો એમ્યુલન્સ સહિતનાઓના ઉધારી લેવામા આવતા હશે. હકીકતમાં આ બાબતે કચ્છના કલકેટરશ્રીએ સરપ્રાઇઝ વિઝિટ આ વિસ્તારોમાં-રોડમાં કરવી જોઈએ કે નેશનલ હાઈવે ઓથોરીટી કેટલી સુવિધાઓ ટોલ ઉઘરાણાની સામે આપી રહી છે?
........
વૈકલ્પીક રોડ માટે માત્ર દરખાસ્તો કરી દેવા પુરતુ નથી.!
કચ્છના રાજકારણીઓ-ઔદ્યોગીક સંસ્થાઓ-ટ્રાન્સપોર્ટ જગત
આળસ ખંખરે : નહી તો ભવિષ્યમાં મહાઆફત ઉભી થશે.!
ગાંધીધામ : કચ્છનો વિકાસ નેત્રદિપક રીતે થઈ રહ્યો છે. ઉદ્યોગો-મહાબંદરો-પવનચકક્કીઓ અને અનેકાઅનેકા વિકાસ પ્રકલ્પોના લીધે હાલમાં જ સામખીયાળી મોરબી વાળો માર્ગ ટુંકો પડી રહ્યો છે અનેકવીધ વખત અહી ટ્રાફિક જામની ફરીયાદો આવી છે. રોજીંદી જ આ ઘટના બની ગઈ છે તેમ કહેશુ તો પણ વધારે પડતુ નહી કહેવાય. ગુજરાતના વિકાસ માર્ગોને કચ્છ તરફ જ દોડાવાયા છે તેની પણ આ પ્રતિતિ છે અને એટલે જ હવે આ એક માર્ગ અહી ટ્રાફિકની રીતે ઘણો ટુંકો પડતો જોવાઈ રહ્યો છે. હાલમાં પણ કટારીયા પાસે એલપીજી બ્લાસ્ટની ઘટના બની છે તેને જોતા પણ રાજકારણીઓએ હવે વધુ ગંભીર બનવાની જરૂર છે. કોસ્ટલ હાઈવે ઝડપથી નિર્માણ પામે અથવા તો વૈકલ્પીક માર્ગ બનાવવાની દીશામાં નિર્ણાયક ગ્રાઉન્ડ લેવલ પર હલચલ દેખાય તેમ કાર્ય કરવુ જરૂરી બની જવા પામ્યુ છે. જે રીતે વર્તમાન સમયે મુંદરા-કંડલા બંદરો વિકસી રહ્યા છે તે આગામી સમયમાં દેશના વિકાસના હબ બનવાની ક્ષમતા ધરાવી રહ્યા છે અને તે સમયે આ એક જ માર્ગ પર જો નિર્ભર રહેશો તો ટ્રાફીક જામ ઉપરાંતની મહાઆફતો સર્જાશે તેમાં કોઈ મીનમેખ નથી. હાલના સમયે પણ કચ્છથી કોઈને એરપોર્ટ કે હોસ્પિટલના એપોઈન્ટ સહિતના ટાઈમે પહોચવાની ધારણા સાથે નીકળવુ હોય છે તે એ અનુમાનો ખોટા જ પડી જાય છે કારણ કે રસ્તામાં કાલકોનો ટ્રાફિક જામ રોજીંદો જ બની રહ્યો છે. એટલે અત્યારે પણ કચ્છથી અમદાવાદ તરફ જવુ હોય તો ધાર્યા સમય પર તો પહેચી જ નથી શકાતુ તો ભવિષ્યના ચિત્રની તો કલ્પના જ શું કરવી?
.........
કંડલા-નવલખીનો ભારતમાલા પ્રોજેકટમાં જ કરાવો સમાવેશ
ગાંધીધામ : દેશ માત્ર જ નહી પણ એશીયાના સૌથી મોટા બંદરો કહી શકાય તેવા કંડલા-મુંદરા પોર્ટ કચ્છમાં કાર્યરત છે. અહી ટ્રાફીકનુ ભારત ઉત્તરોત્તર વધવા પામી રહ્યું છે. આવામાં જે રીતે સાંતલપુર રોડનો સમાવેશ દેશના મહત્વકાંક્ષી એવા ભારતમાલા પ્રોજેકટમાં જે કરાયો છે તેવી જ રીતે ભારતમાલા-દરીયાઈ-કોસ્ટલ હાઈવેની કડીમાં કંડલા-નવલખી રોડ નિર્માણને પણ કેમ જોડવામાં નથી આવતો? હકીકતમાં સાંતલપુરના પ્રમાણમાં તો કંડલા-મુંદરાને લઈને ટ્રાફીક વધારે પ્રમાણમાં રહે છે. ભારતમાલા પ્રોજેકટ તળે કંડલા-નવલખી માર્ગને વીકસાવવાની તાતી જરૂરીયાત છે.
..........

Comments