ડીપીએ-કંડલા માટે દેશની પ્રથમ ગ્રીન ટગ માટે સ્ટીલ કટિંગ શરૂ : દિલ્હીમાંથી વર્ચ્યુઅલી ઉદઘાટન
ભારતીયના દરીયાઈ વેપાર માટે ઐતિહાસીક ક્ષણનો સાક્ષાત્કાર
કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્વાનંદ સોનેવાલના હસ્તે નવી દીલ્હી મધ્યે વર્ચ્યુઅલી ગ્રીન ટગ સ્ટીલ કંટીગ કરાયુ
શરૂ : ડીપીએ-કંડલાના વિઝનરી ચેરમેન શ્રી સુશીલકુમારસિંગ દિલ્હીમાં રહ્યા ઉપસ્થિત : ડીપીએ-કંડલામાં પણ વર્ચ્યુઅલી યોજાયો કાર્યક્રમ
ગાંધીધામ : ભારતીય દરીયાઈ વેપાર વાણીજય ક્ષેત્ર માટે આજ રોજ ઐતીહાસીક ક્ષણનો સાક્ષાત્કાર થવા પામી રહ્યો છે. કંડલા માટે નિર્ધારતી દેશની પ્રથમ ગ્રીન ટગ માટેના સ્ટીલ કંટીગ કામગીરીનો ગોવા મધ્યે આરંભ થયો છે જે કામગીરીનો આરંભ નવી દીલ્હી ખાતેથી વર્ચ્યુઅલી કેન્દ્રીય શીપીંગ મંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ દ્વારા કરવામા આવ્યો હતો.આ તબકકે મંત્રીએ જણાવ્યુ છે કે, આજે ભારતના દરિયાઈ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા માટે નિર્ધારિત દેશના પ્રથમ ગ્રીન ટગ માટે સ્ટીલ કટિંગ શરૂ થઈ રહ્યું છે. આ ફક્ત એક ટેકનિકલ સીમાચિહ્ન નથી, તે આપણું દરિયાઈ ક્ષેત્ર હવે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેનું પ્રતીક છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, ભારતે ટકાઉપણું, સ્વચ્છ ઉર્જા અને ભવિષ્યવાદી બંદર કામગીરી પર મજબૂત ભાર મૂક્યો છે. આ ગ્રીન ટગની શરૂઆત એ દ્રષ્ટિનું પ્રતિબિંબ છે જે નક્કર આકાર લઈ રહી છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે, કારણ કે અમે નવીન, કાર્યક્ષમ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેક-ઇન-ઇન્ડિયા સોલ્યુશન્સ સાથે આગળ વધી રહ્યા છીએ. હું એવા તમામ હિસ્સેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના સમર્પણ અને સખત મહેનત આપણા રાષ્ટ્રના દરિયાઈ ભવિષ્યને આકાર
આપવાનું ચાલુ રાખે છે.ગોવામાં શરૂ થયેલ આ કટીંગને નવી દીલ્હીથી વર્ચ્યુઅલી સ્ટાર્ટ અપાયો હતો. નવી દીલ્હી મધ્યે કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્વાનંદ સોનેવાલ તથા ડીપીએ કંડલાના વિઝનરી ચેરમેનશ્રી એસ કે સીંગ સહિતનાઓ હાજર રહ્યા હતા.

Comments